મુંબઇ સીરિયલ બ્લાસ્ટઃ 257 મૃતકોને 24 વર્ષે ન્યાય મળ્યો

Written By:
Subscribe to Oneindia News

આજે મુંબઇની વિશેષ ટાડા કોર્ટે 1993માં થયેલા મુંબઈ બ્લાસ્ટના પાંચ દોષિતોને સજા કરી છે. જેમાં અબુ સલેમ અને કરીમ ઉલ્લાહને આજીનવ કેદ અને રિયાઝ સિદ્દીકીને 10 વર્ષની સજા તથા 2 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ ઉપરાંત અન્ય બે દોષિત તાહિર મર્ચન્ટન અને અબ્દુલ રશીદ ખાનને ફાંસીની સજા કરવામાં આવી છે. આ બ્લાસ્ટમાં 257 લોકોના મોત થયા હતા જેને આજે 24 વર્ષ બાદ ન્યાય મળ્યો છે.

મુંબઇ બ્લાસ્ટ

મુંબઇ બ્લાસ્ટ

12 માર્ચ 1993માં માયાનગરી મુંબઈમાં એક પછી એક 12 બોમ્બના ધડાકા થયા હતા. જેમાં 257 લોકોનાં મોત થયાં હતાં અને 700થી પણ વધારો લોકો ઘાયલ થયા હતા. આ ઘટનામાં 27 કરોડ રૂપિયાની સંપત્તિ નષ્ટ થઈ ગઈ હતી. જે બાદ 123 આરોપીઓ પરની ટ્રાયલ 2006માં પુર્ણ થઈ જેમાથી 100 દોષીતોને સજા આપવામાં આવી હતી. જે 100 આરોપિઓમાં સંજય દત્ત પણ સામેલ હતો. એ બાદ 2015માં યાકુમ મેમણને પણ ફાંસી આપવામાં આવી હતી.

અબુ સલેમને શા માટે ઉંમર કેદ?

અબુ સલેમને શા માટે ઉંમર કેદ?

1993માં મુંબઈમાં થયેલા બ્લાસ્ટનો માસ્ટર માઈન્ડ અબુ સલેમને ફાંસી મળશે એવી જ બધાને આશા હતી પરંતુ તેને આજીવન કેદની સજા આપવામાં આવી છે તેનુ સૌથી મોટું કારણ પ્રત્યાર્પણ સંધિ છે. આ સંધિ અનુસાર જે પણ દોષિતોને પ્રત્યાર્પણ સંધિ સાથે દેશમાં લાવવામાં આવે છે તેને ફાંસીની સજા નથી આપી શકતી. આથી ટાડા કોર્ટ અબુ સલેમને આજીવન કેદની સજા આપી.

તાહિર મર્ચન્ટની ભૂમિકા

તાહિર મર્ચન્ટની ભૂમિકા

1993ના સીરિયલ બ્લાસ્ટમાં બધા દોષિતોને વિવિધ કામો સોંપવામાં આવ્યાં હતાં. જેમા તાહિરને બ્લાસ્ટ માટે પૈસા ભેગા કરવા, લોકોને બ્લાસ્ટની ટ્રેનિંગ માટે પાકિસ્તાન મોકલવા અને આખુ ષડયંત્ર બનાવાનો આરોપ સાબિત થયો છે જેમાં ટાડા કોર્ટે તેને ફાંસીની સજા આપી છે.

ફિરોઝ રશીદ ખાન

ફિરોઝ રશીદ ખાન

ફિરોઝ સામે ષડયેત્રમાં મહત્વની ભૂમિકા અને મોહમ્મદ ડોસા સાથે હથિયારોને ભારતમાં લાવવાનો આરોપ સાબિત થયો છે, ફિરોઝે હથિયોરો લાવવા માટે કસ્ટમ ઓફિસર સાથે મિંટિંગ કરી હતી અને ચોરીછુપીથી ભારતમાં હથિયારો લાવ્યો હતો. જેથી તેને પણ ફાંસીની સજા આપવામાં આવે છે.

English summary
1993 mumbai blasts verdict abu salem gets life firoz khan tahir marchent both get death sentence.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.