For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

17મી લોકસભાનું પહેલું સત્ર 6 જૂનથી શરૂ થઈ શકે, રાષ્ટ્રપતિ કરશે સંબોધિત

17મી લોકસભાનું પહેલું સત્ર 6 જૂનથી શરૂ થઈ શકે, રાષ્ટ્રપતિ કરશે સંબોધિત

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ દેશમાં સામાન્ય ચૂંટણી બાદ 17મી લોકસભાનું પહેલું સત્ર છ જૂનથી શરૂ થવાની સંભાવના છે અને 15 જૂને તેનું સમાપન થશે. સૂત્રોએ રવિવારે આ જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે દેશના પીએમ તરીકે નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ કરવાના આગલા દિવસે 31 મેના રોજ નવા મંત્રીમંડળની પહેલી બેઠક દરમિયાન પહેલા સંસદ સત્રની શરૂઆતની તિથિ પર અંતિમ ફેસલો થવાની સંભાવના છે. મોદી પીએમ તરીકે 30મી મેના રોજ બીજી વખત શપથ ગ્રહણ કરશે. જેમાં તમામ સાંસદોને પ્રોટેમ સ્પીકર દ્વારા શપથ લેવડાવાશે.

loksabha

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સત્રના પહેલા દિવસે 6 જૂને સંસદના બંને સદનની સંયુક્ત બેઠકને સંબોધિત કરશે. તે દિવસે લોકભાના એક સભ્યને પણ સ્પીકર નિયુક્ત કરવામાં આવશે તેવી સંભાવના છે. સૂત્રોએ જણાવ્યું કે અશ્થાયી સ્પીકર નવા ચૂંટાયેલા સાંસદોને પદ અને ગોપનીયતાની શપથ લેવડાવશે અને સ્પીકરની પસંદગી 10 જૂને સંભવિત રીતે થશે. લોકસભા અધ્યક્ષની નિયુક્તી બાદ બંને સદનમાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચા થશે અને મોદી તેનો જવાબ આપશે.

રાષ્ટ્રપતિની ઑફિસ તરફથી જાહેર કરવામાં આવેલ પ્રેસ નોટમાં કહેવામાં આવ્યું છે કે, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 30 મેની સાંજે 7 વાગ્યે રાષ્ટ્રપતિ ભવનમાં પીએમ મોદી અને મંત્રીપરિષદના અન્ય સભ્યોને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવશે. નરેન્દ્ર મોદી ભાજપના એવા પહેલા નેતા છે જેમણે પીએમ તરકે પાંચ વર્ષના પોતાના કાર્યકાળને પૂરો કર્યા બાદ બીજી વાર પણ આ પદ માટે ચૂંટાયા હોય.

જવાહરલાલ નેહરુ અને ઈન્દિરા ગાંધી બાદ નરેન્દ્ર મોદી પૂર્ણ બહુમત સાથે સતત બીજી વખત પીએમ બનનાર ત્રીજા વ્યક્તિ છે. ભાજપના અટલ બિહારી વાજપેયી પણ સતત બે કાર્યકાળ માટે પીએમ ચૂંટાયા હતા પરંતુ તેમનો પહેલો કાર્યકાળ માત્ર એક વર્ષ સાત મહિનાનો જ રહ્યો હતો. લોકસભા ચૂંટણીમાં મોદીની પ્રચંડ જીત પર પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાન, અમેરિકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ, ચીની પ્રેસિડેન્ટ શી ચિનપિંગ અને રૂસી પ્રેસિડેન્ટ વ્લાદિમીર પુતિન સહિત કેટલાય વૈશ્વિક નેતાઓએ શુભેચ્છા પાઠવી છે.

આ પણ વાંચો- મોદીથી રિસાઈને જેણે ભાજપ છોડ્યું તેમણે જ કાશી જીતાવી

English summary
1st session of 17th lok sabha can start from 6th june
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X