મોદીથી રિસાઈને જેણે ભાજપ છોડ્યું તેમણે જ કાશી જીતાવી

મોદીથી રિસાઈને જેણે ભાજપ છોડ્યું તેમણે જ કાશી જીતાવી

પીએમ મોદીને વારાણસીથી ચૂંટણી જીતવા માટે માત્ર તેમનો ચેહરો જ કાફી હતો. છતાં આક્રમક ઈલેક્શન કેમ્પેઈનને જમીની સ્તર પર ઉતારવા માટે તેમણે ગુજરાતના એ નેતા પર ભરોસો જતાવ્યો, જેમણે મતભેદના કારણે ભાજપને જ અલવિદા કહી દીધું હતું. વાત 2007ની છે, જ્યારે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી થનાર હતી. આ દરમિયાન ભાવનગરથી બે વખત ધારાસભ્ય રહી ચૂકેલ સુનીલ ઓઝાએ અચાનક પાર્ટી છોડી સૌકોઈને ચોંકાવી દીધા. જેની પાછળ તાત્કાલીન સીએમ નરેન્દ્ર મોદી સાથેના મતભેદ હોવાનું સામે આવ્યું.

મોદી સાથે મતભેદ

મોદી સાથે મતભેદ

ભાજપ છોડ્યા બાદ તેમણે અપક્ષ ઉમેદવાર તરીકે વિધાનસભા ચૂંટણી લડી પરંતુ હારી ગયા. સંગઠન ક્ષમતામાં માહેર ઓઝાની ફરી 2011માં ભાજપમાં ઘર વાપસી થઈ. આની સાથે જ કાલના બાગી નેતા ફરી મોદીના સૌથી ખાસ અને ભરોસેમંદ નેતાઓમાંથી એક બની ગયા. આ કારણે જ ઘર વાપસી કરનાર સુનીલ ઓઝાને નરેન્દ્ર મોદી અને અમિત શાહે બાદમાં તેમને ઉત્તર પ્રદેશના પ્રભારી બનાવ્યા. આ હેસિયતથી સુનીલ ઓઝા 2014થી લઈ 2019 લોકસભા ચૂંટણીમાં મોદીના સૂત્રધાર રહ્યા. જો કે આજતક સાથેની વાતચીતમાં સુનીલ ઓઝાએ કહ્યું કે વારાણસી સીટ મોદી જીત્યા તેમાં તેમનું કાંઈ યોગદાન નહોતું. તેમણે કહ્યું કે, મોદીના નામ પર જ તો જનતા વોટ આપે છે, હું તો બસ એક સામાન્ય કાર્યકર્તા છું.

ભાજપને જીતવવામાં મોટો હાથ

ભાજપને જીતવવામાં મોટો હાથ

90ના દશકામાં અયોધ્યા મૂવમેન્ટ સાથે સંબંધ રાખનાર સુનીલ ઓઝા મુખ્ય રૂપે વિશ્વ હિંદૂ પરિષદ કેડરથી આવે છે. ગુજરાતમાં હિંદુત્વવાદી રાજનીતિના પ્રતીક ચેહરાઓમાં તેમની ગણતરી થાય છે. 2007માં મતભેદ ભલે સામે આવ્યા હોય, પરંતુ તેમની સાંગઠનિક ક્ષમતાને પીએમ મોદી સરખી રીતે ઓળખતા રહ્યા. આ કારણે જ 2011માં સુનીલ ઓઝાને ભાજપમાં વાપસી બાદ મોદી-શાહે ઉત્તર પરદેશ જેવા મોટા ગઢના સહ પ્રભારી જેવી જવાબદારી આપવાની સાથે વારાણસીની દેખરેખ પણ તેમના જ હવાલે કરી દીધી.

કેવી રીતે કર્યું ચૂંટણીનું સંચાલન

કેવી રીતે કર્યું ચૂંટણીનું સંચાલન

સુનીલ ઓઝાના નેતૃત્વમાં ગુજરાતની એક આખી ટીમ વારાણસીમાં ઈલેક્શન કેમ્પેઈન કરવામાં વ્યસ્ત હતી. જેમાં ગુજરાતના જ પરિંદુ ભગત ઉર્ફે કાકૂ ભાઈ સહિત ઈલેક્શન કેમ્પેઈનમાં માહેર અન્ય ખેલાડીઓ સામેલ રહ્યા. મોદીને ચૂંટણી જીતવા માટે તેમનો ચેહરો જ કાફી રહ્યો હોય, તેમાં કોઈ શંકાને સ્થાન નથી, પરંતુ પીએણના સંસદીય ક્ષેત્રમાં સરકારની નીતિઓને જનતા સુધી લઈ જવા અને ઈલેક્ન એજન્ડાને સેટ કરવાના આખા પ્લાનને જમીની સ્તર પર ઉતારવામાં સુનીલ ઓઝાનું સારું એવું યોગદાન રહ્યું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X