માયાવતીની રેલીમાં ભાગદોડ, બેનાં મોત, 22 ઘાયલ
લખનઉમાં યોજાયેલી માયાવતીની રેલીમાં ભાગદોડ મચી હતી. ઘટનાના પગલે 2નાં મોત અને 22 લોકો ઘાયલ થયા હતા.

આપને જણાવી દઈએ કે બીએસપી સુપ્રીમો માયાવતી આજે કાશીરામની 10મી પુણ્યતિથિના અવસર પર લખનવમાં એક મોટી રેલી કરી રહી હતી.

શરૂઆતની જાંચમાં માહિતી બહાર આવી રહી છે કે રેલીમાં આવનાર લોકોની સંખ્યા વધી ગયી હતી. જેના કારણે રેલીમાં ભાગદોડ મચી હતી. ઘાયલોનો ઉપચાર રેલી કેમ્પમાં ચાલી રહ્યો છે. મરનારની ઓળખ હજુ સુધી થઇ નથી.

મળતી જાણકારી મુજબ ભીડને અંદર જ રોકવા માટે કેટલાક લોકોએ ગેટ પર વીજળીનો તાર તૂટ્યો છે એવી અફવાહ ફેલાવી હતી. જેના કારણે ભીડ ગેટમાં જ રોકાઈ ગયી હતી.

ભાગદોડમાં મૃત્યુ પામનાર બંને મહિલા હોવાનું જાણવા મળ્યું છે. હજુ ભાગદોડ મચવા પાછળનું કારણ જાણવા નથી મળ્યું.
Ruckus after BSP Chief Mayawati's rally in Lucknow. pic.twitter.com/Lx8Mfll9nd
— ANI UP (@ANINewsUP) October 9, 2016












Click it and Unblock the Notifications
