દેવઘરમાં રોપવે પર અકસ્માતમાં 2 લોકોના મોત, જોખમમાં છે 48 લોકોના જીવ
દેવઘર : ઝારખંડના દેવઘરમાં રોપ વે પર એક અકસ્માત થયો છે, જેમાં બે લોકોના મોત થયા છે. હજૂ પણ 48 લોકો ફસાયેલા છે. ભારતીય વાયુસેના હવામાં ફસાયેલા આ લોકોને બચાવવાનો પ્રયાસ કરી રહી છે. બચાવ કાર્ય સતત ચાલુ છે. બિહાર અને ઝારખંડના લોકો આમાં ફસાયા છે.
|
દેવઘરમાં ચાલી રહ્યું છે રેસ્ક્યુ ઓપરેશન
ઉલ્લેખનીય છે કે, ઝારખંડના દેવઘરમાં રોપવે અકસ્માતમાં અત્યાર સુધીમાં બે મહિલાઓના મોત થયા છે, જ્યારે રેસ્ક્યુ દ્વારા માત્ર 8 લોકોને જ બચાવી શકાયા છે. હજૂપણ 48 લોકો ફસાયેલા છે. ત્રિકુટ રોપવે અકસ્માતમાં ફસાયેલા તમામ લોકોને બચાવવા માટે ભારતીય સેનાના જવાનો હેલિકોપ્ટર દ્વારા રોકાયેલા છે.
|
બે Mi 17 હેલિકોપ્ટર બચાવ કામગીરીમાં રોકાયેલા
ભારતીય વાયુસેના અનુસાર, ઝારખંડના દેવઘર જિલ્લામાં બે Mi 17 હેલિકોપ્ટર બચાવ કામગીરીમાં શામેલ છે, જ્યાં અકસ્માતને કારણે રોપ વે ટ્રોલીમાં ઘણા લોકોફસાઈ ગયા હતા. હજૂ ઓપરેશન ચાલુ છે.
|
રોપ વેના વાયરને કારણે બચાવમાં મુશ્કેલી
નોંધનીય છે કે, સૈનિકો હેલિકોપ્ટરમાંથી દોરડાની મદદથી રોપ વે ટ્રોલી સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ રોપ વેના વાયરને કારણે હેલિકોપ્ટરને મુશ્કેલી પડીરહી છે. ભારતીય વાયુસેનાની ટીમ સતત બચાવ કાર્યમાં લાગેલી છે.
હાલમાં લગભગ 2000 ફૂટની ઉંચાઈએ અલગ-અલગ ટ્રોલીઓમાં 48 લોકો ફસાયેલા છે. આ અકસ્માત રવિવારની સાંજે થયો હતો. ત્યારથી આ લોકો સતત ફસાયેલા છે. આ લોકોને બિસ્કીટ અને પાણીના પેકેટ ખાલી ટ્રોલી દ્વારા પહોંચાડવામાં આવ્યા છે.
ઉલ્લેખીય છે કે, રવિવારની સાંજે લગભગ 6 વાગ્યે દેવઘરના ત્રિકૂટ પર્વત પર રોપ-વેનો વાયર તૂટવાને કારણે આ દુર્ઘટના બની હતી. આ અકસ્માતમાં મૃત્યુ પામનારમહિલાની ઓળખ સુરા ગામની રહેવાસી 40 વર્ષીય સુમતિ દેવી તરીકે થઈ છે.