For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નિઝામુદ્દીન મરકજમાં શામેલ બે લોકોના કોરોનાથી દિલ્લીમાં મોતઃ કેજરીવાલ

નિઝામુદ્દીનના મરકજમાં તલબીગી જમાતમાં શામેલ થયેલા લોકોમાંથી બે લોકોના આજે કોરોના વાયરસના કારણે મોત નીપજ્યા છે.

|
Google Oneindia Gujarati News

નિઝામુદ્દીનના મરકજમાં તલબીગી જમાતમાં શામેલ થયેલા લોકોમાંથી બે લોકોના આજે કોરોના વાયરસના કારણે મોત નીપજ્યા છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ બાબતની માહિતી આપતા કહ્યુ કે અત્યાર સુધી દિલ્લીમાં કોરોના વાયરસના 219 દર્દી સામે આવ્યા છે, જેમાં 108 લોકો નિઝામુદ્દીનના મરકજમાં શામેલ થયા હતા. કુલ ચાર લોકોના મોત થઈ ગયા છે જેમાંથી બે લોકો મરકજના છે. મુખ્યમંત્રીએ કહ્યુ કે કુલ 2943 લોકોને ક્વૉરંટાઈન કરવામાં આવ્યા છે જેમાંથી 1810 લોકો નિઝામુદ્દીન મરકજના છે. આ ઉપરાંત દિલ્લીમાં કુલ 31307 લોકો ખુદ સેલ્ફ ક્વૉરંટાઈનમાં છે. મરકજના કુલ 108 દર્દી હોસ્પિટલમાં છે.

kejriwal

મુખ્યમંત્રીએ જણાવ્યુ કે દરેક ઈ રિક્ષા, ઑટો, ટેક્સી, આરટીવી ગ્રામીણ બસ સેવાના ચાલકના ખાતામાં 5000 રૂપિયા જમા કરવામાં આવશે. આ આગલા 10 દિવસમાં ટ્રાન્સફર કરી દેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા 1965 થઈ ગઈ છે, આમાં 151 સ્વસ્થ થઈને ઘરે જઈ ચૂક્યા છે. વળી, દેશમાં ખતરનાક કોરોના વાયરસથી અત્યાર સુધી 50 લોકોના મોત પણ થઈ ચૂક્યા છે. દુનિયાભરમાં કોરોના વાયરસના કારણે 47245થી પણ વધુ લોકોના મોત થઈ ગયા છે. વળી સંક્રમિત લોકોની સંખ્યા નવ લાખના આંકડાને પાર કરી ચૂકી છે. ભારતમાં સંક્રમિત કેસોની સંખ્યા 1834 થઈ ગઈ છે જ્યારે આ મહામારીથી 41 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે 144 લોકો અત્યાર સુધીમાં સ્વસ્થ થયા છે.

આ પણ વાંચોઃ કટોકટી વખતે આર્થિક મદદ અને સામાનનો દૂરુપયોગ કર્યો તો થશે 2 વર્ષની સજાઆ પણ વાંચોઃ કટોકટી વખતે આર્થિક મદદ અને સામાનનો દૂરુપયોગ કર્યો તો થશે 2 વર્ષની સજા

English summary
2 people have died of coronavirus who were in Nizamuddin Markaz in Delhi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X