For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હોસ્પિટલમાં કોવિડ-19 દર્દીની જાતીય સતામણી કરતા ઝડપાયા 2 વૉર્ડબોય

હોસ્પિટલના બે વૉર્ડબૉયને કથિત રીતે કોવિડ-19 દર્દીની જાતીય સતામણી કરવાના આરોપમાં ઝડપ્યા છે.

|
Google Oneindia Gujarati News

ઈંદોર(મધ્ય પ્રદેશ): ભારતમાં કોરોના કેસોના કહેર શમવાનુ નામ નથી લઈ રહ્યો. લોકો આમાંથી બચવા અને સ્વજનોને બચાવવા માટે ચારે તરફ વલખા મારી રહ્યા છે. લોકો એકબીજાની મદદ કરી રહ્યા છે અને માનવતાના ઉદાહરણ પૂરા પાડી રહ્યા છે એવામાં માનવતાને શરમાવે તેવો કેસ ઈંદોરથી સામે આવ્યો છે. ઈંદોર પોલિસે શુક્રવારે(7મે, 2021) મહારાજા યશવંતરાવ હોસ્પિટલના બે વૉર્ડબૉયને કથિત રીતે કોવિડ-19 દર્દીની જાતીય સતામણી કરવાના આરોપમાં ઝડપ્યા છે. બંનેની ઓળખ શુભમ અને રિદ્યેશ તરીકે થઈ છે.

ward boy

ઈંદોર પોલિસ સ્ટેશનના સુપ્રિટેન્ડન્ટ આશુતોષ બાગરીએ જણાવ્યુ કે બંને આરોપીઓએ હોસ્પિટલના ચેસ્ટ વૉર્ડમાં કોવિડ-19 દર્દીની જાતીય સતામણી કરવાનો પ્રયત્ન કર્યો હતો. યુવતીએ આ ઘટના વિશે તેના પરિવારને જણાવ્યુ પરંતુ ત્યાં સુધીમાં બંને આરોપીઓ હોસ્પિટલમાંથી ભાગી ગયા હતા. સંયોગીતાગંજ પોલિસ સ્ટેશનમાં કેસ ફાઈલ કરવામાં આવ્યો અને બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી. એસપીએ વધુમાં જણાવ્યુ કે પોલિસ હોસ્પિટલ મેનેજમેન્ટ પાસે તપાસ કરી રહી છે કે આ બંને વૉર્ડ બૉયની નિમણૂક કૉન્ટ્રાક્ટ બેઝ પર થઈ હતી કે કેમ. તેમનો કોઈ ક્રિમિનલ રેકૉર્ડ હતો કે નહિ.

English summary
2 Ward boys arrested for molesting covid-19 patient in hospital
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X