ઈટલીના 21 નાગરિકોને હોટલથી આઈસોલેશન સેન્ટર મોકલ્યા
ઈટલીના 21 નાગરિકોને હોટલથી આઈસોલેશન સેન્ટર મોકલ્યા
નવી દિલ્હીઃ ભારતમાં પણ જીવલેણ કોરોના વાયરસની એન્ટ્રી થઈ ચૂકી છે, જેને રોકવા ભારત સરકાર સક્રિય થઈ ગઈ છે, કેટલાય દેશોના વીજા રદ્દ કરી દેવામાં આવ્યા છે અને ઈટલી સહિતના વિદેશી નાગરિકોની સંપૂર્ણ તપાસ બાદ જ તેમને દેશમાં પ્રવેશવા દેવામાં આવી રહ્યા છે. આ દરમિયાન ઈટલીના 21 નાગરિકોને આઈસોલેશન સેન્ટર મોકલવામાં આવ્યા છે.

જણાવી દઈએ કે કોરોના વાયરસને જોતા ભારતમાં સતત સતર્કતા વરતવામાં આવી રહી છે. ઈટલીના 21 નાગરિકોને સાઉથ દિલ્હીની એક હોટેલથી પ્રિવેંશન આઈસોલેશનમાં મોકલી દેવામાં આવ્યા છે. આ તમામ લોકોને ઈંડો તિબેટ બોર્ડર પોલીસ હોટલથી લઈ આઈસોલેશન સેન્ટર સુધી પહોંચી. આ તમામ લોકોના સેમ્પલને ટેસ્ટ માટે મોકલી દેવામાં આવ્યા છે. સેમ્પલના રિજલ્ટ આવ્યા બાદ સ્પષ્ટ થઈ શકશે કે આ લોકો કોરોના વાયરસથી સંક્રમિત છે કે નહિ.












Click it and Unblock the Notifications
