આજના મુખ્ય સમાચારો પર એક નજર

રોજે રોજ દેશ-દુનિયામાં અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સમાચારો જેવા કે રાજકીય, મનોરંજન, રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સમાચારો પણ આપણે ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના સમાચારોથી અપડેટ રાખીશું, અને એ પણ તસવીરો સાથે. આપ આ પેજ પર દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

અત્રે પ્રસ્તુત છે આજના તમામ મુખ્ય સમાચારો તસવીરોમાં...

પટના

પટના

ડાક બંગલા પાસે પગાર વધારાની માંગ કરી રહેલા શિક્ષકો પર પોલિસે લાઠીચાર્જ કર્યો.

નવી દિલ્હી

નવી દિલ્હી

દિલ્હીમાં પાકિસ્તાની ઉચ્ચ કમિશનની બહાર શિવસેનાના કાર્યકર્તાઓએ કાશ્મીરી અલગતાવાદી નેતાઓનું પૂતળું બાળી વિરોધપ્રદર્શન સાથે સુત્રોચ્ચાર કર્યા.

બેંગ્લોર

બેંગ્લોર

એબીવીપીના સભ્યો અને વિદ્યાર્થીઓએ IAS અધિકારી ડી.કે. રવિની શંકાસ્પદ મોત પર યોગ્ય અને નિષ્પક્ષ તપાસ કરવાની માંગણી કરી આજે સુત્રોચ્ચાર કર્યા.

સતારા

સતારા

જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલામાં શહીદ થયેલા સુરક્ષાકર્મી, સૂરજ સર્જેરાઓ મોહિતના શબને તેના ગામ સતારા લાવામાં આવ્યું. રવિવારે મહારાષ્ટ્રના સતારામાં આવેલ સિદ્ધાંતવાડીમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.

જમ્મુ

જમ્મુ

સાંબાના આર્મી કેમ્પ પર આતંકી હુમલો કરનાર આંતકવાદીઓને શનિવારે સેનાએ મોતને ધાટ ઊતાર્યા હતા. ત્યારબાદ તેમની પાસેથી જે હથિયારો અને બોમ્બ પ્રાપ્ત થયા તેને જાહેરમાં મૂકવામાં આવ્યા હતા.

અટારી

અટારી

પંજાબના મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલ અને ગૃહ મંત્રી રાજનાથ સિંહે રવિવારે અટારીમાં અંતરાષ્ટ્રિય સીમા પર ન્યૂ વ્યૂયર ગેલેરીનું ઉદ્ઘધાટન કર્યું.

લોહરદગા

લોહરદગા

રવિવારે માઓવાદીઓએ એક પરિવારના ત્રણ લોકોની ગોળી મારી હત્યા કરી. ત્યારબાદ લોહરદગા ગામની પોલિસ અને સુરક્ષા કર્મીઓએ આજે આ ધટનાની તપાસ આદરી.

જલંધર

જલંધર

જલંધરમાં SBIના એટીએમમાંથી 24 લાખ રૂપિયાની ચોરી થઇ જતા પોલિસે તપાસ આદરી છે

વારાણસી

વારાણસી

વારણસીમાં એક મુસ્લિમ વિદ્યાર્થીને મૃત્યુ બાદ ગુસ્સે ભરાયેલા લોકોએ વાહનો અને લારીઓને આગ ચાપી હતી.

જમ્મુ

જમ્મુ

રવિવારે જમ્મુ કાશ્મીરના વિધાનસભા સત્રમાં નાણાં પ્રધાન હસીબ ડ્રાબુએ બજેટ રજૂ કર્યું હતું. જે દરમિયાન ભાજપના વિધાયકોએ પાકિસ્તાન વિરોધી સુત્રોચ્ચાર કર્યા હતા.

ગાજિયાબાદ

ગાજિયાબાદ

15મી રાષ્ટ્રિય પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશીપની શરૂઆત થઇ ચૂકી છે. પણ આ પ્રતિસ્પર્ધામાં ભાગ લેવા આવેલા શારિરીક અને માનસિક વિકંલાગ હરીફોને મૂળભૂત સુવિધા પણ આપવામાં નથી આવી જે અંગે સ્પોર્ટેસ એકેડમીએ આયોજકો પાસેથી રિપોર્ટ માંગ્યો છે.

ઇન્દોર

ઇન્દોર

ઇન્દોરના એક સાડીના વેપારીએ ટીમ ઇન્ડિયા માટે બે ખાસ સાડીઓ બનાવી છે 65 હજારની આ સાડીઓ, જો ટીમ ઇન્ડિયા વર્લ્ડ કપ જીતી જશે તો ભારતીય કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીને ભેટરૂપે અપાશે.

મુંબઇ

મુંબઇ

મુંબઇમાં હાલ લેક મે ફેશન વીક સમર રિસોર્ટ 2015 ચાલી રહ્યો છે. જે અંતર્ગત બોલિવુડ અભિનેત્રી નર્ગિસ ફ્રખરીએ ઇન્ડિયન લૂકમાં રેમ્પ વૉક કર્યું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X