For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતભરના સમાચાર તસવીરોના માધ્યમથી

|
Google Oneindia Gujarati News

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ સ્લાઇડર.

દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

રામેશ્વરમાં વિશાળ વ્હેલ દેખાણી

રામેશ્વરમાં વિશાળ વ્હેલ દેખાણી

તમિલનાડુના રામેશ્વરમાં શુક્રવારે એક વિશાળ વ્હેલનું શબ તણાઇને મન્નાર અખાતના કિનારા પાસે પહોંચ્યું. ત્યારે આ મૃત વ્હેલને જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા.

જમ્મુમાં જડબેસલાક બંધ

જમ્મુમાં જડબેસલાક બંધ

આજે જમ્મુમાં સફળ રહ્યો બંધ. એમ્સ હોસ્પિટલ પહેલા જમ્મુમાં બનવાની હતી હવે સરકારે તેને કાશ્મીરમાં બનાવાનું નક્કી કરતા લોકોએ આ અંગે વિરોધ દર્શાવા બંધ પાળ્યો હતો. આ અંતર્ગત બસ, રિક્ષા, કોલેજ, શાળા, ઓફિસ મોટાભાગની તમામ વસ્તુઓ આજે જમ્મુમાં બંધ રહી હતી

કૈદારનાથના દ્વાર ખોલાયા

કૈદારનાથના દ્વાર ખોલાયા

આજે સવારે આઠ વાગે પ્રસિદ્ધ કૈદારનાથ મંદિરના દરવાજા ફરી ખોલવામાં આવ્યા. નોંધનીય છે ગત વર્ષે પૂરના કારણે આ મંદિરનો પૂર્ણોદ્ધાર થયો છે. ત્યારબાદ મોટી સંખ્યામાં અહીં ભક્તો ઉમટી પડ્યા હતા. નોંધનીય છે કે ક્રોંગ્રેસ યુવરાજ રાહુલ ગાંધી પણ મંદિરના દર્શન કર્યો. તેમની આ મુલાકાત પર બોલતા રાહુલે કહ્યું કે તે અહીં લોકોનો ભય દૂર કરવા આવ્યા હતા.

મુરાદાબાદના બાળકો બન્યા સચિન

મુરાદાબાદના બાળકો બન્યા સચિન

ઉત્તરપ્રદેશના મુરાદાબાદના બાળકોએ આજે ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકરનો બર્થ ડે અનોખી રીતે ઉજવ્યો. તેમણે સચિનનો માર્ક પહેરી આ રીતે તેને બર્થ ડે વીશ કર્યું.

"ગજેન્દ્રની મોતનો દોષી છે કેજરીવાલ"

ગુરુવારે ખેડૂત ગજેન્દ્ર સિંહનો દેહ તેના ગામ દૌસામાં પંચમહાભૂતમાં વિલન થઇ ગયો. ત્યારે ગજેન્દ્ર સિંહના પરિવારે ગજેન્દ્રની મોત માટે આપ પાર્ટી અને કેજરીવાલને જવાબદાર ઠેરવી છે. ગજેન્દ્રના ભાઇ વિજેન્દ્ર સિંહે કહ્યું છે તે મનીષ સિસોદિયાના બોલાવા પર દિલ્હી ગયો હતો. વધુમાં ગજેન્દ્ર કંઇ નબળો વ્યક્તિ નહતો કે ખેતીમાં નુક્શાન થતા આત્મહત્યા કરે. તેને આવું કરવા માટે ઉશ્કાવામાં આવ્યો છે.

"સુસાઇડ નોટ ગજેન્દ્ર નથી લખી"

ખેડૂત ગજેન્દ્ર સિંહની દિકરી મેધાનું કહેવું છે કે સુસાઇડ નોટ પર જે હેન્ડરાઇટીંગ છે તે તેના પિતા ગજેન્દ્ર સિંહના નથી. વધુમાં ગજેન્દ્ર સિંહના પરિવારે આ મામલાની તપાસ સીબીઆઇ દ્વારા કરવાની માંગ કરી છે.

કેજરીવાલે કહ્યું

કેજરીવાલે કહ્યું "સોરી"

એક દિવસની ચુપ્પી બાદ આપ સુપ્રિમો કેજરીવાલે આજે ખેડૂત ગજેન્દ્ર સિંહની આત્મહત્યા મામલે નિવેદન આપતા કહ્યું કે ગજેન્દ્રએ આત્મહત્યાની કોશિષ કરી તે બાદ મારી રેલી ચાલુ નહતી રાખવા જેવી આ મામલે હું માફી માંગુ છું. વધુમાં કેજરીવાલે કહ્યું કે દોષરોપણની રમત કરવાની જગ્યાએ બધાએ મળીને ખેડૂતોની આત્મહત્યાને થતી રોકવી જોઇએ તે માટે પ્રયાસ કરવા જોઇએ

આશુતોષે કહ્યું હું તારો દોષી છું

આપ નેતા આશુતોષે આજે એક ન્યૂઝ ચેનલ વડે ગજેન્દ્રની પુત્રી મેધા જોડે વાત કરી અને વાત કરતા કરતા અચાનક જ આશુતોષ રોઇ પડ્યા તેમણે મેધાની હાથ જોડીને માફી માંગતી કહ્યું કે જે પણ થયું તે ખોટું થયું અને અમે તારા પિતાને યોગ્ય સમયે બચાવી ના શક્યા.

રાહુલ બાબા ગયા કેદારનાથની શરણે

રાહુલ બાબા ગયા કેદારનાથની શરણે

ક્રોંગ્રેસના યુવરાજ રાહુલ ગાંધી ગુરુવારે 10 કિલોમીટર પગપાળા ચાલીને કૈદરનાથ મંદિરના દર્શન કરશે. આ તસ્વીરમાં રાહુલ ગૌરીકુંડથી કૈદારનાથ તરફ પ્રયાણ કરી રહ્યા છે. જો કે રાજકારણના જાણકારો કહેવું છે કે આ દ્વારા ક્રોંગ્રેસ હિંદુઓને રિઝાવાની કોશિષ કરી રહી છે. નોંધનીય છે કે સોનિયા ગાંધીના સમયથી ક્રોંગ્રેસની છાપ હિંદુ વિરોધી પાર્ટી બની ગઇ છે.

પંચાયતી દિવસ પર બોલ્યા નરેન્દ્ર મોદી

આજે પંચાયતી રાજ દિવસની ઉજવણી નિમિત્તે યોજવામાં આવેલ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કહ્યું કે આપણે ગાંવના સ્તરે ગ્રામના વિકાસ વિષે વિચારવું પડશે. વધુમાં મોદીએ કહ્યું કે પાછલા 60 વર્ષોમાં જેટલા નાણાં ગામોને આપવામાં આવ્યા છીએ તેનું ટોટલ કરીએ તો તમને નવાઇ લાગશે કે આટલું આપવા છતાં આ ગામો સદ્ધર કેમ નથી થયા?

દિલ્હીમાં વકિલો કહ્યું મોદી સરકાર હાય હાય

દિલ્હીમાં વકિલો કહ્યું મોદી સરકાર હાય હાય

ગુરુવારે દિલ્હી જિલ્લા કોર્ટના વકીલોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પટિઆલા હાઉસ ખાતે વિશાળ રેલી કાઢી એનડીએ સરકાર વિરુદ્ધ વિરોધ ઉગ્ર પ્રદર્શન કર્યું.

બેંગલોર નજીક પાંચ વિદ્યાર્થીઓ પાણીમાં ડૂબ્યા

બેંગલોર નજીક પાંચ વિદ્યાર્થીઓ પાણીમાં ડૂબ્યા

ગુરુવારે, બેંગ્લોર નજીક સિદ્ધેશ્વર મહાવિદ્યાલયના પાંચ એન્જીનિયરીંગ વિદ્યાર્થીઓ પાણીમાં ડૂબ્યા હોવાની માહિતી મળતા ફાયરબ્રિગ્રેડ દ્વારા હાલ આ વિદ્યાર્થીઓની લાશ શોધવાનો પ્રયાસ કરાઇ રહ્યો છે. નોંધનીય છે કે આ વિદ્યાર્થીઓ બેંગ્લોર પાસે બેટ્ટાડાહલ્લી પાસે ચીક્કાજલામાં ફરવા આવ્યા હતા ત્યારે તેમની સાથે આ દુર્ધટના થઇ હતી.

સોનિયાએ પણ અજમેર ચાદર મોકલી

સોનિયાએ પણ અજમેર ચાદર મોકલી

રાજસ્થાન ક્રોંગ્રેસ ચીફ સચિન પાયલોટ અને અશોક ગેહલોતે આજે અજમેર જઇને અજમેર શરીફની દરગાહ પર ક્રોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ મોકલાવેલી ચાદર ચઢાવી.

પાકિસ્તાથી આવી બાબા માટે ચાદર

પાકિસ્તાથી આવી બાબા માટે ચાદર

સૂફી સંત ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીના ઉર્સ નિમિત્તે પાકિસ્તાની તીર્થયાત્રીઓએ બાબાની દરગાહ પર ચાદર ચઢાવી.

મહિલા પોલીસકર્મીઓનું ટફ જીવન

મહિલા પોલીસકર્મીઓનું ટફ જીવન

રાજધાની દિલ્હીમાં આયે દિવસે કોઇ વિરોધ પ્રદર્શન, કોઇ રેલી, કોઇ ઝૂંબેશ ચાલતા જ રહેતા હોય છે અને તેમાં સુરક્ષા અને કાયદા વ્યવસ્થા જાળવવા પોલિસને દિવસ રાત ખડે પગે ઉભા રહેવું જ પડે છે. ત્યારે આવા જ એક વિરોધ પ્રદર્શન બાદ મહિલા પોલિસકર્મીઓ ભોજન માટે લાઇન લગાવીને ઊભા છે.

સાહિલે સ્વીમિંગમાં ભારતનું નામ રોશન કર્યું

સાહિલે સ્વીમિંગમાં ભારતનું નામ રોશન કર્યું

પટિલાયાના સાહિલ ચોપડાએ પોલેન્ડમાં યોજવામાં આવેલ વર્લ્ડ સ્કૂલ ગેમ્સ ચેમ્પિયનશીપમાં 50 મીટરની ફ્રીસ્ટાઇલ સ્વિંમિંગમાં કાસ્ય પદક જીતીને વિદેશમાં ભારતનું નામ રોશન કર્યું.

ખૂબસૂરત માધુરી

ખૂબસૂરત માધુરી

ગુરુવારે બોલિવુડ એકટ્રાસ માધુરી દિક્ષિત નૈને અને કોરિયોગ્રાફર ટેરેન્સ લૂઇસે પાંચ દિવસનો કન્ટેમ્પરી ડાન્સ ફેસ્ટિવલ "જગની"નો શુભરાંભ કર્યો.

હેપ્પી બર્થ ડે દલાઇલામા

હેપ્પી બર્થ ડે દલાઇલામા

ગુરુવારે તિબ્બટી આધ્યાત્મિક નેતા દલાઇ લામાએ ધર્મશાળા પાસે બાળકો સાથે પોતાનો બર્થ ડે ઉજવ્યો અને કેક કાપી.

બેંગ્લોરમાં યોજાયો

બેંગ્લોરમાં યોજાયો "હોર્સ શો"

બેંગ્લોરમાં યોજાઇ "રાષ્ટ્રિય અશ્વરોહી ચૈમ્પિયનશીપ અને બેંગ્લોર હોર્સ શો". જે દરમિયાન સેનાના એક ધોડાએ જોરદાર કરતબ કરીને દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા.

સુનિતા વિલિયમ્સ

સુનિતા વિલિયમ્સ "તાજમહાલ" માં

ભારતીય મૂળની અમેરિકન અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ હાલ ભારતની મુલાકાતે છે. અહીં તેમણે તેની બહેન જોડે આગ્રાના તાજમહાલની મુલાકાત લીધી.

હેપ્પી બર્થ ડે સચિન તેડુંલકર

હેપ્પી બર્થ ડે સચિન તેડુંલકર

ક્રિકેટના ભગવાન મનાતા, ભારતીય ક્રિકેટર સચિન તેડુંલકર આજે 42 વર્ષના થયા. ત્યારે વનઇન્ડિયાની સમગ્ર ટીમ તરફથી સચિન તેડુંલકરને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

English summary
24 April: Read today's top news in pics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X