છત્તીસગઢમાં નકસલી હુમલો, CRPFના 25 જવાન શહીદ

Posted By:
Subscribe to Oneindia News

છત્તીસગઢના સુકમા વિસ્તારમાં નક્સલી હુમલામાં CRPF 25 જવાન શહીદ થયા છે. અને 6 જવાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. જે મુજબ ખબર મળી રહી છે તે પ્રમાણે નક્સલીઓ અને સીઆરપીએફના જવાનો વચ્ચે ચિંતાગુફા વિસ્તારમાં હિંસક અથડામણ થઇ હતી. જેમાં 25 જવાન શહીદ થયા છે. વધુમાં ઇજાગ્રસ્ત જવાનોને હેલિકોપ્ટરની મદદથી રાયપુર મોકલવામાં આવી રહ્યા છે. નોંધનીય છે કે આ ઘટનામાં ત્રણ જવાનોની હાલત ખુબ જ ગંભીર છે. તે પછી છત્તીસગઢના મુખ્યમંત્રી રમન સિંહે એક આપાતકાલીન બેઠક બોલાવી છે.

army

ઇજાગ્રસ્ત જવાનોએ મીડિયાને જણાવ્યું કે પહેલા નક્સલીઓ દ્વારા ગ્રામજનોને મોકલીને અમારા લોકેશન વિષે માહિતી નીકાળવામાં આવી તે પછી અમારા પર 300 જેટલા નક્સલીઓએ હુમલો કર્યો હતો. આ હુમલામાં 150 જવાનો સામે 300 જેટલા નક્સલીઓ હતા. જેમનો આપણા જવાનોએ અંત સુધી સામનો કર્યો. વધુમાં નક્સલીઓએ જવાનોના હથિયારો પણ ચોર્યા હતા. ત્યારે આ હુમલા પછી ગૃહપ્રધાન રાજનાથ સિંહે શહીદોને શ્રદ્ધાજંલિ અર્પીને આ સમગ્ર ઘટના માટે દુખ વ્યક્ત કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ હુમલાને વખોડ્યો છે. અને શહીદોને શ્રદ્ધાંજલિ આપી છે.

English summary
24 jawans killed in encounter with Maoists in Chhattisgarhs Sukma. Read here more. વ
Please Wait while comments are loading...