આજના મુખ્ય સમાચારો પર એક નજર

રોજે રોજ દેશ-દુનિયામાં અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સમાચારો જેવા કે રાજકીય, મનોરંજન, રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સમાચારો પણ આપણે ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના સમાચારોથી અપડેટ રાખીશું, અને એ પણ તસવીરો સાથે. આપ આ પેજ પર દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

અત્રે પ્રસ્તુત છે આજના તમામ મુખ્ય સમાચારો તસવીરોમાં...

અમૃતસર

અમૃતસર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગઇકાલે લીધે અમૃતસરના ગોલ્ડન ટેમ્પલની મુલાકાત. વધુમાં આ મુલાકાતમાં કેન્દ્રીય પ્રધાન હરસિમરત કૌર બાદલ પણ જોડાયા હતા.

અમૃતસર

અમૃતસર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમૃતસરની મુલાકાત દરમિયાન ક્રોંગ્રેસ કાર્યકર્તાઓએ કાળા ઝંડા લઇને જમીન સંપાદન બિલ વિરુદ્ધ સુત્રોચ્ચાર સાથે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો.

અમૃતસર

અમૃતસર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે જલિયાવાલા બાગની મુલાકાત લીધી. જ્યાં તેમણે શહીદોને શ્રદ્ઘાંજલી અર્પી.

નવી દિલ્હી

નવી દિલ્હી

દિલ્હી ખાતે પાકિસ્તાન ઉચ્ચ આયોગે પાકિસ્તાનના રાષ્ટ્રિય દિવસ નિમિત્તે કાર્યક્રમનું આયોજન કર્યું હતું .જેમાં પાકિસ્તાન હાઇ કમિશ્નર અબ્દુલ બસિટે, હુરિયત કોન્ફરન્સના ચેરમેન મીરવાઝ મૈલવી મહોમ્મદ ઉમર ફારુખને પુષ્પગુચ્છ આપી તેમનું સ્વાગત કર્યું હતું.

નવી દિલ્હી

નવી દિલ્હી

પાકિસ્તાન ઉચ્ચ આયોગના આ કાર્યક્રમમાં વિદેશી મામલાના રાજ્યમંત્રી વી.કે.સિંહે પણ હાજરી આપી હતી. જો કે આ કાર્યક્રમ પર જવા મામલે વી.કે.સિંહે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે સરકાર તરફથી મને જવાનું કહ્યું હતું માટે મેં ત્યાં મારી ફરજ સમજી હાજરી આપી હતી.

કોલકત્તા

કોલકત્તા

કોલકતાના સોલ્ટ લેક ખાતેની ઇડી (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ) ઓફિસમાં શારદા ચીટ ફંડ કૌભાંડ મામલે જાણીતા ચિત્રકાર સુવપ્રસન્ના અને ઉદ્યોગપતિ રમેશ ગાંધી હાજર થયા.

કોલકત્તા

કોલકત્તા

એસ.એસ.સી.ના વિદ્યાર્થીઓએ કોલકત્તામાં રાજ્ય સરકાર સામે વિરોધ દર્શાવવા રસ્તા રોકો અભિયાન કર્યું.

નવી દિલ્હી

નવી દિલ્હી

જાણીતા અભિનેતા શશી કપૂરના નામને પ્રતિષ્ઠિત એવોર્ડ દાદા સાહેબ ફાળકે માટે પસંદ કરવામાં આવ્યું છે.

મિર્ઝાપુર

મિર્ઝાપુર

આઝાદીના લડવૈયા એવા ભગત સિંહ, સુખદેવ અને રાજગુરુને મિર્ઝાપુરની શાળાની વિદ્યાર્થીઓએ શ્રદ્ઘાંજલિ અર્પી.

ભોપાલ

ભોપાલ

રાષ્ટ્રિય મલ્લખંભ હરિફાઇમાં મધ્યપ્રદેશની જૂનિયર ટીમના ખેલાડીઓએ ધ્રુવ મલ્લખંભ કર્યું.

શ્રીનગર

શ્રીનગર

શ્રીનગરમાં વસંત ઋતુ પૂર્ણકળાએ ખીલી છે. જ્યાં જુઓ ત્યાં ગુલાબી ફૂલો કુદરતની સુંદરતા દર્શાવી રહ્યા છે. ત્યારે બદામવારીમાં બાળકો પોતાની મસ્તીમાં મસ્ત દોડપકડ રમી રહ્યા છે.

મુંબઇ

મુંબઇ

"ગબ્બર ઇઝ બેક" સોમવારે અક્ષક કુમાર અને શ્રૃતિ હસને પોતાની આવનારી ફિલ્મ ગબ્બરને પ્રમોટ કરી.

મુંબઇ

મુંબઇ

મહારાષ્ટ્ર સરકારે સોમવારે જાહેરાત કરી કે ગુટકાના વેચાણને ગેર જમાનતી અપરાધની શ્રેણીમાં રાખવામાં આવશે. જે મુજબ મહારાષ્ટ્રમાં ગુટખા વેચનારને 10 વર્ષની સજા થશે અને તેને આ મામલે જમાનત પણ નહીં મળે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X