ટ્વિટ પર નરેન્દ્ર મોદીને મળ્યું ત્રીજું સ્થાન

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ સ્લાઇડર.

દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

ટ્વિટ બન્યું

ટ્વિટ બન્યું "મોદી"મયી

સોશ્યલ મિડિયા પર મોદી મેનિયા તેની ચરમ સીમાએ પહોંચ્યો હોય તેવું લાગે છે કારણ કે ભારતના વડાપ્રધાનન નરેન્દ્ર મોદી વિશ્વના ત્રીજા નંબરના નેતા બન્યા છે જેને ટ્વિટર પર સૌથી વધુ ફોલોવર્સ છે. જો કે આ શ્રેણીમાં પહેલું સ્થાન બરાક ઓબામા અને બીજું સ્થાન પોપ ફ્રાંસિસનું છે. આ સાથે જ વિશ્વમાં સૌથી વધુ ફોલાવર્સ ધરાવતા વિદેશ મંત્રીમાં સુષ્મા સ્વરાજ પ્રથમ નંબર છે.

રાહુલ આજે વિદ્રભથી કરશે પદયાત્રા

રાહુલ આજે વિદ્રભથી કરશે પદયાત્રા

ક્રોંગ્રેસ ઉપાઅધ્યક્ષ રાહુલ ગાંધી આજે સાંજે મહારાષ્ટ્રના વિદ્રભ જશે. જ્યાંથી તે તેમની રાષ્ટ્રિય પદયાત્રા શરૂ કરશે. આ પદયાત્રા દરમિયાન રાહુલ ગાંધી જમીન સંપદા બિલનો વિરોધ કરશે અને સરકારની ખેડૂત વિરોધી નિતિઓ પર જનસંપર્ક વધારશે.

રાહુલ ગાંધી પર ભાજપનો વળતો પ્રહાર

રાહુલ ગાંધી આજે વિદ્રભથી રાજકીય પદયાત્રા પર નીળશે આ પર ભાજપે વળતો પ્રહાર કર્યો છે.
ભાજપના પ્રવક્તા એમએ નકવીએ કટાક્ષમાં કહ્યું કે ક્રોંગ્રેસના યુવરાજની આ યાત્રા તેમના જ્ઞાનમાં વધારો કરશે.

દિલ્હીમાં આજે મળી કેન્દ્રીય બેઠક

આજે નવી દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળી. જેમાં ખેડૂતો અને કૃષિ ક્ષેત્રે કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવશે.

જોધપુર કોર્ટમાં હાજર થયો સલમાન ખાન

જોધપુર કોર્ટમાં હાજર થયો સલમાન ખાન

બોલીવૂડ એક્ટ્રર સલમાન ખાનની મૂસીબતો વધી. આજે જોધપુર કોર્ટમાં તેની પર ચાલી રહેલા આર્મ્સ એક્ટ કેસ મામલે સલમાન ખાન પોતાનું સ્ટેટમેન્ટ રેકોર્ડ કરાવા પહોંચ્યો જોધપુર. નોંધનીય છે કે આ સ્ટેટમેન્ટમાં સલમાન ખાને પોતાની જાતને નિર્દોષ ગણાવ્યો.

30 એપ્રિલ, બેંગ્લોર બંધ

30 એપ્રિલ, બેંગ્લોર બંધ

ઓલ ઇન્ડિયા રોડ ટ્રાંન્સપોર્ટે વર્કેર્સેના મહાસંધે 30 એપ્રિલ, ગુરુવારે રાષ્ટ્રવ્યાપી બંધની ધોષણ કરતા કાલે બેંગ્લોર સંપૂર્ણ પણે બંધ રહેશે. જે અંતર્ગત તમામ ઓટા, સરકારી અને પ્રાઇવેટ બસો, સ્કૂલ કોલેજો બંધ રહેશે. નોંધનીય છે કે રોડ પરિવહવ તથા સુરક્ષા બિલ 2014ના વિરોધમાં આ બંધ પાળવામાં આવ્યો છે. જો કે જીવજરૂરી વસ્તુઓ ચાલુ રહેશે.

કપડાં ઉતારી કર્યો પેંશનર્સે વિરોધ

કપડાં ઉતારી કર્યો પેંશનર્સે વિરોધ

મંગળવારે નવી દિલ્હી કર્મચારી પ્રોવિડન્ટ પેન્શનર્સ એસોસિયેશનના સભ્યોએ પોતાના કપડા કાઢી અનોખી રીતે પોતાના પેન્સરની વિવિધ માંગણીઓ સરકારી બાબુઓ સામે મૂકી.

આઠ મહિનાથી પગાર વિહોણા શિક્ષકો કાઢી રેલી

આઠ મહિનાથી પગાર વિહોણા શિક્ષકો કાઢી રેલી

મંગળવારે, શ્રીનગરમાં સરકારી શિક્ષકો રીગલ ચોક ખાતે નીકાળી વિશાળ રેલી. આ શિક્ષકોને છેલ્લા આઠ મહિનાથી સરકારે પગાર નથી આપ્યો. ત્યારે પોતાની વિવિધ માંગો સાથે સુત્રોચ્ચાર કરીને શિક્ષકોએ પોતાનો વિરોધ નોંધાવ્યો.

હરિયાણામાં કૃષિ પ્રધાન કહ્યું

હરિયાણામાં કૃષિ પ્રધાન કહ્યું "ખેડૂતો છે કાયર"

હરિયાણામાં ભાજપના કુષિ પ્રઘાન ઓમપ્રકાશ ધનખડે આપ્યું આત્મહત્યા કરતા ખેડૂતો પર આપત્તિજનક નિવેદન. તેમણે કહ્યું કે જે ખેડૂતો કમૌસમી વરસાદથી થયેલા નુક્શાનના કારણે આત્મહત્યા કરે છે તે કાયર છે અને આવા કાયરોનો સાથ સરકાર નહીં આપે". ત્યારે તેમના આ નિવેદનના પડધા આજે સંસદમાં પણ પડ્યો અને વિપક્ષે શાસક પક્ષ પર આ મુદ્દે જોરદાર હંગામો કર્યો.

ભારે વરસાદથી શ્રીનગર બેહાલ

ભારે વરસાદથી શ્રીનગર બેહાલ

મંગળવારે શ્રીનગરમાં ભારે વરસાદ થતા ત્યાંના રસ્તાઓ પર ધૂંટણ સુધી પાણી ભરાઇ જતા શ્રીનગરના રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

અમૃતસર ખેડૂતો રેલ્વે ટ્રેક પર બેઠા

અમૃતસર ખેડૂતો રેલ્વે ટ્રેક પર બેઠા

મંગળવારે અમૃતસરના ખેડૂતો કમૌસમી વરસાદના લીધે થયેલા નુક્શાનના વળતર માટે રેલ્વે ટ્રેક પર બેઠા. નોંધનીય છે કે તેમના વિરોધના લીધે સમગ્ર રાજ્યનો રેલ વ્યવહાર ખોરવાયો.

રાહુલનો

રાહુલનો "મેક ઇન ઇન્ડિયા" અને મોદી પર વેધક પ્રશ્ન

પંજાબ પહોંચ્યા બાદ રાહુલ ગાંધીએ ખેડૂતોને સંબોધ્યા તેમણે કહ્યું કે "મેક ઇન ઇન્ડિયાની વાતો કરનાર લોકોને કોઇ સમજાવો કે ખેડૂત જે રીતે મેક ઇન ઇન્ડિયા કરે છે તેવું કોઇ નથી કરતું અને તમે તેનો જ પક્ષ નથી સાંભળતા". વધુમાં જમીન સંપાદન બિલ પર રાહુલે ખેડૂતોને આશ્વાસન આપતા કહ્યું કે "ખેડૂતોની જમીન ઉદ્યોગપતિઓના હાથે નહીં વેચાવા દઇએ."

ખન્નામાં ખેડૂતોએ રાહુલની મદદ કરી

ખન્નામાં ખેડૂતોએ રાહુલની મદદ કરી

અમૃતસરમાં ખેડૂતો દ્વારા રેલ્વે ટ્રેક પર બેસતા દિલ્હીથી ક્રોંગ્રેસ ઉપાઅધ્યક્ષ રાહુલ ગાંધી ખેડૂતોને મળવા પંજાબ દોડી ગયા. અહીં ખન્નાની મંડીમાં રાહુલે ખેડૂતોની પરિસ્થિતિ જાણવાનો પ્રયાસ કર્યો. ત્યારે રેતમાં ઉભા રહી પ્રદર્શન કરતા ખેડૂતો કંઇક આ રીતે હાથ લંબાવીને રાહુલની મદદ કરી.

રાહુલની ટિપ્પણી પર ભાજપનો પ્રહાર

રાહુલના મેક ઇન ઇન્ડિયા નિવેદન પર બીજેપી પ્રવક્તા સામબીત પાત્રાએ કહ્યું કે ક્રોંગ્રેસે ભારતને નષ્ટ કરી દીધું છે તે પાર્ટીના નેતાને મેક ઇન ઇન્ડિયા પર બોલવાનો કોઈ અધિકાર નથી તો બીજી તરફ બીજેપી નેતા સુધાંશુ ત્રિવેદીએ રાહુલ ગાંધીની રાષ્ટ્રિય પદયાત્રા પર ટિપ્પણી કરતા કહ્યું કે રાહુલ આ પદયાત્રા ક્રોંગ્રેસમાં પોતાનું સ્થાન સાચવવા માટે કરે છે તેમને ખેડૂતોના હિત સાથે કોઇ સંબંધ નથી.

બીજેપીએ દિલ્હીમાં તોમર વિરુદ્ધ મોર્ચો ખોલ્યો

આજે સવારે બીજેપી કાર્યકર્તાઓએ દિલ્હીના મુખ્યમંત્રી અને આપ સુપ્રીમો અરવિંદ કેજરીવાલના ઘરની સામે દિલ્હીના કેન્દ્રિય પ્રધાન જે.એસ. તોમનની ફેક ડિગ્રી મામલે ઉગ્ર વિરોધ કરી તોમના પૂતળા બાળ્યાં. બીજેપીની માંગણી હતી કે આપ સરકાર તોમરને રાજીનામું આપે.

બેંગ્લોરમાં જમીન સંપદાન બિલનો વિરોધ

બેંગ્લોરમાં જમીન સંપદાન બિલનો વિરોધ

મંગળવારે સીપીઆઇ નેતા સિતારામ યચુરી, ભૂતપૂર્વ આપ નેતા યોગેન્દ્ર યાદવ, સમાજિક કાર્યકર્તા મેધા પાટકર, સીપીઆઇ ખેડૂત સંગઠન, દલિત સંધર્ષ સમિતિ અને અન્ય બીજા સંગઠનો ભાજપ સરકારના જમીન સંપાદન બિલના વિરોધમાં બેંગ્લોરમાં એકજૂથ થયા અને તેમને સરકારની નિતીઓનો વિરોધ મળીને કરવાનું નક્કી કર્યું.

અપને હાથ જગન્નાથ

અપને હાથ જગન્નાથ

રાંચીમાં એક ભૂંકપ અને ત્યારબાદ વાવાઝોડાના કારણે તૂટી ગયેલા એક ઘરને એક વ્યક્તિ ઠીક કરી રહ્યો છે. કુદરતી મારની લપડાક ખાધા પછી કોઇની પણ મદદની રાહ જોયા વગર લોકો જાતે જ જીનજીવનને સામાન્ય કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

માટીના હાથોએ માંગી દુઆ

માટીના હાથોએ માંગી દુઆ

પૂરીના પ્રસિદ્ધ રેત કલાકાર સુદર્શન પટ્ટનાયકે નેપાળ અને ઉત્તર ભારતમાં ભૂંકપમાં મૃત્યુ પામેલા મૃતકોની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી.

સિદ્ધવિનાયકથી ભૂંકપ પિડિતો માટે પ્રાર્થના

સિદ્ધવિનાયકથી ભૂંકપ પિડિતો માટે પ્રાર્થના

મંગળવારે, મુંબઇના પ્રસિદ્ધ સિદ્ધવિનાયક મંદિરમાં ભૂંકપ પીડિતોની મુશ્કેલીઓ ઓછી કરવા માટે નેપાળી લોકોએ બાપ્પાને કરી પ્રાર્થના.

ભૂલંકાઓની શ્રદ્ધાંજલિ

ભૂલંકાઓની શ્રદ્ધાંજલિ

ગુડગાંવની શાળાના બાળકોએ ભારત અને નેપાળમાં ભૂકંપમાં મૃત્યુ પામેલા લોકોને આપી ભાવભીની શ્રદ્ધાજંલિ.

જમ્મુમાં બાળકોની કેન્ડલ માર્ચ

જમ્મુમાં બાળકોની કેન્ડલ માર્ચ

જમ્મુમાં વિદ્યાર્થીઓએ નેપાળમાં ભૂંકપ પીડિત લોકો માટે નીકાળી કેન્ડલ માર્ચ. અને આ ભૂંકપમાં માર્યા ગયેલા લોકોને આ ભૂલકાંઓએ આપી શ્રદ્ધાજંલિ.

ગાયોને મળવા ગઇ હેમા માલિની

ગાયોને મળવા ગઇ હેમા માલિની

મંગળવારે, મથુરામાં બોલિવુડ અભિનેત્રી અને સાંસદ હેમા માલિનીએ ગાય અનુસંધાન સંસ્થાન પરિસરના ઉદ્ધાટન સમારંભમાં ગાયોને ચારણ ખવડાવ્યું.

ભગવાન ભક્તોને મળવા આવ્યા

ભગવાન ભક્તોને મળવા આવ્યા

મંગળવારે ત્રિશૂરમાં વડક્કુમંથન મંદિરમાં ત્રિશૂર પૂર્ણિમાના અવસરે ભગવાન ગજ પર સવાર થઇને ભક્તોને મળવા નીકળ્યા. ત્યારે ભક્તો પણ ભગવાનની એક ઝલક માટે ઉમટી પડ્યા

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X