For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જમ્મુ-કાશ્મીરમાં શરૂ થઈ પ્રીપેડ-પોસ્ટપેઈડ 2જી મોબાઈલ ઈન્ટરનેટ સેવા

છેલ્લા ઘણા મહિનાઓથી કાશ્મીર ઘાટીમાં બંધ ઈન્ટરનેટ સેવાઓ શુક્રવારે મધ્યરાત્રિથી શરૂ કરી દેવામાં આવી છે.

|
Google Oneindia Gujarati News

છેલ્લા ઘણા મહિનાઓથી કાશ્મીર ઘાટીમાં બંધ ઈન્ટરનેટ સેવાઓ શુક્રવારે મધ્યરાત્રિથી શરૂ કરી દેવામાં આવી છે. સરકાર તરફથી ઘાટીના 20 જિલ્લાઓમાં 2જી મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ શુક્રવારે મધ્યરાત્રિથી શરૂ થઈ ગઈ. જમ્મુ કાશ્મીર પ્રશાસનના ગૃહ વિભાગની એક અધિસૂચના મુજબ મોબાઈલ ફોન પર રજી સ્પીડ સાથે ઈન્ટરનેટ સુવિધા 25 જાન્યુઆરીથી ચાલુ થઈ જશે. ઈન્ટરનેટની સુવિધાઓ પોસ્ટપેઈડ અને પ્રી-પેઈડ બંને યુઝર્સને મળશે.

મોબાઈલ ફોન પર 2જ ઈન્ટરનેટ સુવિધા 31 જાન્યુઆરી સુધી ચાલુ રહશે

મોબાઈલ ફોન પર 2જ ઈન્ટરનેટ સુવિધા 31 જાન્યુઆરી સુધી ચાલુ રહશે

આદેશમાં કહેવામાં આવ્યુ છે કે મોબાઈલ ફોન પર 2જી ઈન્ટરનેટ સુવિધા 31 જાન્યુઆરી સુધી ચાલુ રહેશે અને ત્યારબાદ આની સમીક્ષા કરવામાં આવશે. જો કે ઘાટીના લોકોની સોશિયલ મીડિયા સાઈટો સુધી પહોંચ નહિ હોય. લોકો ઈન્ટરનેટ સર્વિસીઝ દ્વારા માત્ર 301 વેબસાઈટ્સનો ઉપયોગ જ કરી શકશે. સરકારના સૂત્રો અનુસાર સુરક્ષા એજન્સીઓ મળેલા રિપોર્ટ અને સ્થિતિ સામાન્ય થતી જોઈ પ્રશાસન તરફથી ઈન્ટરનેટ સેવાઓ શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો.

જમ્મુ-કાશ્મીરમાં લગાવેલા પ્રતિબંધો માટે હાલમાં જ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી

જમ્મુ-કાશ્મીરમાં લગાવેલા પ્રતિબંધો માટે હાલમાં જ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી

જમ્મુ કાશ્મીરનો વિશેષ દરજ્જો ખતમ કરવા અને રાજ્યના બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વહેંચવાના નિર્ણય સાથે પાંચ ઓગસ્ટના રોજ ઘાટીમાં ઈન્ટરનેટ અને મોબાઈલ સંપર્ક બંધ કરી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ જમ્મુ-કાશ્મીરમાં લગાવેલા પ્રતિબંધો માટે હાલમાં જ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદ અને અન્યની અરજીઓ પર સુનાવણી કરીને સુપ્રીમ કોર્ટે કહ્યુ હતુ કે ઈન્ટરનેટનો અધિકાર, અભિવ્યક્તિના અધિકાર હેઠળ આવે છે અને આ પણ મૂળભૂત અધિકાર છે.

1 જાન્યુઆરીથી કાશ્મીરના બધા વિસ્તારોમાં એસએમએસ સુવિધા શરૂ કરી દેવામાં આવી હતી

1 જાન્યુઆરીથી કાશ્મીરના બધા વિસ્તારોમાં એસએમએસ સુવિધા શરૂ કરી દેવામાં આવી હતી

સુપ્રીમ કોર્ટે જમ્મુ કાશ્મીર પ્રશાસનને હોસ્પિટલો, શૈક્ષણિક સંસ્થાઓ જેવી જરૂરી સેવાઓ પ્રદાન કરતી બધી સંસ્થાઓમાં ઈન્ટરનેટ સેવાઓને શરૂ કરવા માટે કહ્યુ હતુ. ત્યારબાદ હવે સરકારે જમ્મુ કાશ્મીરના અમુક જિલ્લાઓમાં 2જી મોબાઈલ ઈન્ટરનેટ અને સંસ્થાઓમાં બ્રૉડબેન્ડ ઈન્ટરનેટ સેવા શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પહેલા 1 જાન્યુઆરીથી કાશ્મીરના બધા વિસ્તારોમાં એસએમએસ સુવિધા શરૂ કરી દેવામાં આવી હતી.

આ પણ વાંચોઃ Republic Day 2020: ગણતંત્ર દિવસ પર મુખ્ય અતિથિની પસંદગી કઈ રીતે કરે છે ભારત, જાણોઆ પણ વાંચોઃ Republic Day 2020: ગણતંત્ર દિવસ પર મુખ્ય અતિથિની પસંદગી કઈ રીતે કરે છે ભારત, જાણો

English summary
2G internet services restored in all 20 districts of Jammu and Kashmir from friday midnight.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X