દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 56 હજારને પાર, એક દિવસમાં 3390 નવા કેસ
દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓનો આંકડો વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 3390 નવા કેસ સામે આવ્યા છે.
દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓનો આંકડો વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 3390 નવા કેસ સામે આવ્યા છે અને 103 લોકોના મોત થયા છે. આ નવા આંકડા બાદ દેશમાં કોરોના સંક્રમિત દર્દીઓનો આંકડો 56,000ને પાર કરી ગયો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય તરફથી આ માહિતી આપવામાં આવી છે.

આરોગ્ય મંત્રાલયે જણાવ્યુ છે કે ભારતમાં કોરોના દર્દીઓની કુલ સંખ્યા 56342 થઈ ગઈ છે. આમાંથી 37916 કેસ સક્રિય છે, 16539 લોકો રિકવર થઈને ઘરે જઈ ચૂક્યા છે. જ્યારે મહામારીથી 1886 લોકોના મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં 1273 લોકો રિકવર થઈને ઘરે પાછા ગયા છે. નવા આંકડા મુજબ 29.35 ટકા દર્દી આ બિમારીથી હવે રિકવર થઈ રહ્યા છે. સાત મેના રોજ આરોગ્ય મંત્રાલય તરફથી જે આંકડા આવ્યા હતા તેમાં છેલ્લા 24 કલાકમાં 89 લોકોના મોત થઈ ગયા હતા. પરંતુ આગલા 24 કલાકમાં વધુ 16 લોકોના મોત થયા છે. જો કે દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. બુધવારે 3561 નવા કેસ સામે આવ્યા હતા. જ્યારે આજે 3390 નવા કેસ સામે આવ્યા છે.
રાહતની વાત એ છે કે રિકવરી રેટ સતત વધી રહ્યો છે. રિકવરી રેટ જે 28.33 ટકા પર હતો તે હવે 29.35 ટકા પર પહોંચી ગયો છે. કોરોનૈ વાયરસથી સૌથી વધુ સ્થિતિ મહારાષ્ટ્રની ખરાબ છે. અહીં સંક્રમિત દર્દીઓની સંખ્યા 17974 સુધી પહોંચી ગઈ છે અને અત્યાર સુદી 694 લોકોના મોત થઈ ગયા છે. ગુજરાતની સ્થિતિ પર ઝડપથી બગડી રહી છે. અહીં મોતનો આંકડો 425 સુધી પહોંચી ગયો છે અને દર્દીઓની સંખ્યા 7012 સુધી પહોંચી ગઈ છે. દિલ્લીમાં દર્દીઓની સંખ્યા 5980 છે અને કુલ 66 લોકોના મોત થયા છે. આ તરફ તમિલનાડુમાં અત્યાર સુધી 5409 લોકો કોરોનાથી સંક્રમિત છે અને 37 લોકોના જીવ ગયા છે.












Click it and Unblock the Notifications
