For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતભરના સમાચાર તસવીરોના માધ્યમથી

|
Google Oneindia Gujarati News

રોજે રોજ દેશ-દુનિયામાં અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સમાચારો જેવા કે રાજકીય, મનોરંજન, રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સમાચારો પણ આપણે ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના સમાચારોથી અપડેટ રાખીશું, અને એ પણ તસવીરો સાથે. આપ આ પેજ પર દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

અત્રે પ્રસ્તુત છે આજના તમામ મુખ્ય સમાચારો તસવીરોમાં...

ચેન્જિંગ રૂમમાં સ્મૃતિ ઇરાનીએ ખુફિયા કેમેરો પકડ્યો

ચેન્જિંગ રૂમમાં સ્મૃતિ ઇરાનીએ ખુફિયા કેમેરો પકડ્યો

ગોવામાં, કેન્દ્રીય માનવ સંશાધન મંત્રી સ્મૃતિ ઇરાનીએ પકડ્યો ખુફિયા કેમેરો. ફેબ ઇન્ડિયા નામના કપડાના શોરૂમ સ્મૃતિને ચેન્જિંગ રૂમમાંથી મળ્યો ખુફિયા કેમેરો. આ મામલે પોલિસે એફઆઇઆર દર્જ કરી તપાસ હાથ ધરી છે.

20 વર્ષ સુધી રહેશે બીજેપીનું શાસન

20 વર્ષ સુધી રહેશે બીજેપીનું શાસન

બેંગ્લોરમાં આજથી ભાજપની બે દિવસીય રાષ્ટ્રિય કાર્યકારણી બેઠક શરૂ. આ બેઠકમાં અમિત શાહે બેઠકમાં કહ્યું કે બીજેપી 20 વર્ષ સુધી ભારત પર શાસન કરશે. વધુમાં ક્રોંગ્રેસ પર પ્રહાર કરતા શાહે કહ્યું કે અમારી ભૂલો શોધવા કરતા તેમના ખોવાઇ ગયેલા નેતાને શોઘે તો સારું છે.

કોલકત્તા

કોલકત્તા

વિદ્યાર્થીઓની રેલી પર પોલિસે લાઠીચાર્જ કર્યા બાદ આજે વિદ્યાર્થીઓને પોલિસને લાલ ગુલાબ આપીને અનોખી રીતે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

કાશ્મીર

કાશ્મીર

ઉત્તર કાશ્મીરના ટંગમર્ગમાં આર્મી અને આંતકવાદીઓ વચ્ચે થયેલી ઝડપમાં માર્યા ગયેલા પોલિસકર્મી મોહમ્મદ શરીફના પાર્થિવદેહને તેના ગામ પટ્ટન લાવામાં આવ્યો.

પટ્ટાન

પટ્ટાન

પટ્ટાનમાં જ્યારે આંતકવાદી અથડામણમાં માર્યા ગયેલ પોલિસકર્મી મહોમ્મદ શરીફના શબને લાવામાં આવી રહ્યો હતો ત્યારે તેના પરિવારજનોની આંખો રોઇ રોઇને લાલ થઇ ગઇ હતી. નોંધનીય છે કે આ ધટનામાં એક આર્મી જવાન અને એક પોલિસકર્મીની ધટના સ્થળે જ મૃત્યુ થઇ હતી.

જમ્મુ કાશ્મીર

જમ્મુ કાશ્મીર

હરદશોર ગામમાં ગુરુવારે લશ્કર અને આંતકીઓ વચ્ચે ગનબેટલ થતા, લશ્કર દ્વારા તે સ્થળની આજુબાજુ રહેતા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. ત્યારે લોકો પોતાના પરિવાર સાથે સુરક્ષિત સ્થળે જઇ રહ્યા છે.

દિલ્હી

દિલ્હી

બીજેપીના કેન્દ્રીય રાજ્યમંત્રી ગિરીરાજ સિંહની ક્રોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી પર વિવાદાસ્પદ ટિપ્પણી કર્યા બાદ ભારતભરમાં ઠેરઠેર ક્રોંગ્રેસીઓ આ વાતનો પૂરજોશથી વિરોધ કરી રહ્યા છે. ત્યારે દિલ્હીમાં વિરોધ કરી રહેલા યૂથ ક્રોંગ્રેસના નેતાઓએ પોલિસ પર ઇંડાથી હુમલો કર્યો.નોંધનીય છે કે આ લોકો ગિરીરાજના દિલ્હી ખાતેના ધરે વિરોધ નોંધાવી રહ્યા હતા.

ગિરીરાજ સિંહ

ગિરીરાજ સિંહ

બેંગ્લોરમાં પણ ક્રોંગ્રેસે કર્યું વિરોધ પ્રદર્શન. યુથ ક્રોંગ્રેસના સભ્યો ક્રોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી પર વિવાદાસ્પદ ટિપ્પણી કરનાર કેન્દ્રિય રાજ્યમંત્રી ગિરીરાજ સિંહની હાયહાય બોલાવી કર્યું વિરોધ પ્રદર્શન.

જમ્મુ કાશ્મીર

જમ્મુ કાશ્મીર

ક્રોંગ્રેસ પાર્ટીની મહિલા વીંગે કાશ્મીરમાં ગિરિરાજના પોસ્ટર બાળી કર્યું વિરોધ પ્રદર્શન. ક્રોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી પણ અસભ્ય ટિપ્પણી કરનાર કેન્દ્રીય રાજ્ય મંત્રી વિરુદ્ધ કર્યું પ્રદર્શન.

શ્રીનગર

શ્રીનગર

જેલમ નદી પર રેતીની બોરી મૂકીને લશ્કર દ્વારા સેફગાર્ડ બનાવામાં આવી રહ્યું છે જેથી નદીનું સ્તર વધતા શ્રીનગરના વિસ્તારોમાં પાણી આવતું અટકાવી શકાય. નોંધનીય છે કે અહીં થોડા સમય પહેલા ભારે વરસાદના કારણે પૂરની પરિસ્થિતિ સર્જાઇ હતી.

અલ્હાબાદ

અલ્હાબાદ

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી)ના કાર્યકર્તાઓએ ઉત્તરપ્રદેશ પીસીએસ (પ્રી)ના પ્રશ્નપત્ર લિંક થઇ જવાના મામલે અલ્હાબાદમાં ગુરુવારે વિરોધપ્રદર્શન કર્યું હતું.

કોલકત્તા

કોલકત્તા

બીસીસીઆઇના પ્રમુખ જગમોહન દાલમિયાનું ગુરુવારે કોલકત્તામાં સન્માનિત કરવામાં આવ્યા. નોંધનીય છે કે બીસીસીઆઇ ચૂંટણીમાં ફરી એક વખત પ્રમુખ તરીકે ચૂંટાયા બાદ તેમનું સન્માન કરવામાં આવ્યું. આ પ્રસંગે ભૂતપૂર્વ કપ્તાન સૌરભ ગાંગુલી અને ક્રિકેટ જગતના જાણીતા લોકો પણ હાજર રહ્યા હતા.

મુંબઇ

મુંબઇ

જાણીતા ઓસ્ટ્રેલિયન ક્રિકેટર બેટ લ્રી, બની ગયો છે હીરો. બ્રેટ લી "અનઇન્ડિયન" નામની એક અંગ્રેજી ફિલ્મમાં કરવાનો છે ડેબ્યૂ. હાલ આ ફિલ્મનું શૂટિંગ મુંબઇમાં થઇ રહ્યું છે. જેના એક સોંગ સિક્વન્સમાં બ્રેટ લી અને અભિનેત્રી તન્નિષ્ઠા ચેટર્જી પોઝ આપી રહ્યા છે.

મુંબઇ

મુંબઇ

ગુડફ્રાઇડે નિમિત્તે મુંબઇમાં ઇસુ ખ્રિસ્તને ક્રોસ પર ચઢાવામાં આવ્યા હતા તે વાતનું નાટ્યરૂપાંતર કરવામાં આવ્યું હતું.

નવી દિલ્હી

નવી દિલ્હી

નવી દિલ્હીમાં ગુડ ફ્રાઇડે નિમિત્તે સિક્રેટ હાર્ટ ક્રૈથેડ્રલે માસ પ્રેયરનું આયોજન કર્યું હતું. જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ હાજરી આપી હતી.

ચેન્નઇ

ચેન્નઇ

ચેન્નઇમાં ઉજવાયો પંગુની યુથીરમ ઉત્સવ. જેમાં મોટી સંખ્યામાં હિંદુ શ્રદ્ધાળુઓએ કળશ યાત્રા કાઢી.

English summary
3 April: Read today's top news in pics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X