
કેદારનાથ હેલિકોપ્ટર ક્રેશમાં મરનાર 7 લોકોમાંથી 3 ગુજરાતી
કેદારનાથ ધામમાં આજે બપોરે 12 કલાકની આસપાસ એક પ્રાઇવેટ કંપનીનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. ઉત્તરાખંડ નાગરિક ઉડ્ડયન વિકાસ પ્રાધિકરણના સીઇઓ અને અપર સેક્રેટરી સી રવિશંકરે પાયલટ સહિત સાત લોકોના મોત થયા હોવાની માહિતી આપી હતી. મૃતકોમાં ગુજરાત અને તામિલનાડુ 3-3 લોકોનો સમાવેશ થાય છે. જ્યારે હેલિકોપ્ટરનો પાયલટ મહારાષ્ટ્રનો છે.
મૃતકોની યાદી
1. પૂર્વા (26)
2. ઉર્વી (25)
3. કૃતિ (30)
4. સુજાતા (56)
5. પ્રેમ કુમાર (63)
6. કાલા (60)
7. અનિલ સિંહ (પાયલટ )
કેદારનાથમાં એક પ્રાઇવેટ કંપનીનુ હેલિકોપ્ટર દુર્ઘટનાનો શિકાર બન્યું છે. કેદારનાથથી લગભગ 2 કિલોમીટર દૂર ગરુડચટ્ટીમાં આ અકસ્માત થયો હતો. દુર્ઘટનાની જાણકારી મળ્યા બાદ રાહત અને બચાવ કાર્ય કરવામાં આવી રહ્યું છે. જે માહિતી સામે આવી છે, તે મુજબ હેલિકોપ્ટરમાં 7 લોકો સવાર હતા.

હેલિકોપ્ટર આર્યન કંપનીનું કહેવાય છે. મુખ્યમંત્રીના વિશેષ પ્રિન્સિપલ સેક્રેટરી અભિનવ કુમારે જણાવ્યું કે, આ અકસ્માતમાં 7 લોકોના મોત થયા છે. હેલિકોપ્ટર કેદારનાથથી શ્રદ્ધાળુઓને લઈને ઉડી રહ્યું હતું, જ્યાં ખરાબ હવામાનને કારણે હેલિકોપ્ટર ક્રેશ થયું હતું.