મધ્યપ્રદેશ: મંદિરમાં નાસભાગ થતાં 3ના મોત, 35 ઘાયલ

સંચાલકોએ બે લોકોના મોત અંગે સ્પષ્ટતા કરી છે. મૃતકોના પરિવારજનોને બે લાખ રૂપિયા અને ઇજાગ્રસ્તોને 50 રૂપિયાની મદદની જાહેરાત કરી છે. મંદિરમાં સવારે ચાર વાગે આરતી દરમિયાન શ્રદ્ધાળુઓની સંખ્યા બે લાખ ઉપરની હતી. મંદિરમાં ચાર લાખ લોકો એકઠાં થયાં હતાં. સીડી ઉપર એક વ્યક્તિ અચાનક લપસી પડતાં તે બેભાન થઇ ગયો હતો. જેથી નાસભાગ મચી હતી જેમાં રાની (14) બુધિયા બાઇ (35) નું ભીડમાં દબાઇ જતાં મોત નિપજ્યું હતું.
આ અકસ્માતમાં યશોદા (35) નામની મહિલાનું મોત નિપજ્યું છે, પરંતુ જિલ્લા વહિવટી તંત્રએ તેમના નામની સ્પષ્ટતા કરી નથી. 35 ઘાયલોમાંથી 12ની હાલત ગંભીર છે.












Click it and Unblock the Notifications
