For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઓરિસ્સાઃ જગદલપુર સમલેશ્વરી એક્સપ્રેસના 2 કોચ પાટા પરથી ઉતરી જતાં 3 લોકોનાં મોત

ઓરિસ્સાઃ જગદલપુર સમલેશ્વરી એક્સપ્રેસના 2 કોચ પાટા પરથી ઉતરી જતાં 3 લોકોનાં મોત

|
Google Oneindia Gujarati News

ઓરિસ્સામાં એક ટ્રેનના એન્જિનમાં આગ લાગી હોવાની અને બે ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હોવાની ભયંકર ઘટના સામે આવી છે. આ ઘટના સિંગાપુર રોડ અને કેતુગુડાની વચ્ચે બની છે, જ્યાં હાવડાૃજગદલપુર સમલેશ્વરી એક્સપ્રેસના એન્જિન સહિત 2 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા. આ ઘટનામાં ત્રણ લોકોનાં મોત થયાં છે. ત્યારે સિંગાપુર રોડ અને કેતુગુડા રેલવે સ્ટેશન પર ડ્યૂટી પર હાજર સ્ટેશન માસ્ટરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ઘટનામાં ટ્રેનના એન્જિનમાં આગ લાગી ગઈ અને સામેના લગેજ-ગાર્ડ વેન અને એક જનરલ ડબ્બો પાટા પરથી નીચે ઉતરી ગયો હતો.

train accident

જણાવી દઈએ કે સ્ટેશન પર એક ટૉવર કાર સાથે ટકરાયા બાદ એન્જિનમાં આગ લાગી ગઈ હતી જે બાદ ટ્રેન ડિરેલ થઈ ગઈ. આ ટ્રેન અકસ્માત રાયગઢ વિસ્તારમાં થયો. ઘટના બાદ ટ્રેન એન્જિનથી અલગ થઈ ગઈ. ઘટનાને પગલે ત્રણ લોકો મૃત્યુ પામ્યા. આ ટ્રેનમાં કુલ 148 લોકો સવાર હતા. તેમને ઓરિસ્સાના રાયગઢ સ્ટેશને પહોંચાડવામાં આવી રહ્યા છે.

યાત્રીઓને રાયગઢ સુધી પહોંચાડવા માટે બે બસનો ઈંતેજામ કરવામાં આવ્યો છે. યાત્રિઓના ખાવાની વ્યવસ્થા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. આ મામલાની તપાસ માટે રેલવેએ રેલવે સેફ્ટી કમિશ્નર, કોલકાતાને આદેશ આપ્યા છે. રેલવે સેફ્ટી કમિશ્નર, નાગરિક ઉડ્ડન મંત્રાલયને આધીન કામ કરે છે. આ મામલે રેલવે અધિકારી તપાસ કરી રહ્યા છે. જણાવી દઈએ કે મૃત્યુ પામનાર ત્રણેય લોકો રેલવે કર્મચારી છે.

પોતે ભણી ન શકી ગામની મહિલા, ગાય-ભેંસોથી જ વર્ષે 75 લાખ કમાય છેપોતે ભણી ન શકી ગામની મહિલા, ગાય-ભેંસોથી જ વર્ષે 75 લાખ કમાય છે

English summary
3 railway employed died as Howrah-Jagdalpur Samaleshwari Express derails
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X