For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

માત્ર ભારતીય નાગરિકોને જ મળશે NPR, તેના વગર નહીં આપી શકો મત!

By Super
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 30 જૂનઃ ગેરકાયદે રીતે દેશમાં રહી રહેલા લોકોની ઓળખના ચૂંટણી વાયદાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર હવે સક્રિય થઇ ગઇ છે. ગૃહમંત્રી રાજનાથ સિંહે ભારતીય નાગરિકોની ઓળખ પ્રક્રિયા તેજ કરવાના નિર્દેશ આપ્યા છે. મંત્રાલયે નાગરિકોને નેશનલ પોપ્યુલેશન રજીસ્ટર(એનપીઆર)માં રજીસ્ટર કરવા માટે અધિકારીઓને ત્રણ વર્ષનો સમય આપ્યો છે. સરકાર ઇચ્છે છેકે દેશભરમાં ઘરે ઘરે જઇને વેરિફિકેશન કરવામા આવે અને માત્ર ભારતીય નાગરીકોને જ એનપીઆર કાર્ડ આપવામાં આવે.

rajnath-singh-npr
અંગ્રેજી સમાચાર પત્ર ધ ઇન્ડિયન એક્સપ્રેસમાં છપાયેલા અહેવાલ અનુસાર સરકાર એનપીઆરને વોટિંગ અધિકાર સાથે જોડવાની યોજના બનાવી રહી છે. જો તેવું થશે તો મત આપવા માટે વોટિંગ આઇડી કાર્ડ સાથે એનપીઆર કાર્ડ પણ લઇને જવું પડશે. ગૃહમંત્રીએ 19 જૂને ભારતના રજીસ્ટ્રાર જનરલ સાથે બેઠક કરી અને એનપીઆ પ્રોજેક્ટમાં વેગ લાવવા કહ્યું છે. જે અધિકારીઓને આ કામ આપવામાં આવશે, તે 2011ના વસ્તી ગણતરીના આંકડાઓના આધારે કામ કરશે. લોકોએ પોતાની રાષ્ટ્રીયતા સાબિત કરવા માટે છ પ્રકારના પૂરાવાઓ દર્શાવવા પડશે. આ દસ્તાવેજોનો ઉલ્લેખ 1955ના સિટીઝનશિપ એક્ટમાં કરવામાં આવ્યું છે.

સમાચાર પત્રમાં એક અધિકારીના હવાલાથી જણાવવામાં આવ્યું છેકે, આ એક મોટું અભિયાન હશે અને તેની પ્રક્રિયાને તાલુકાની ઓફિસોથી પૂર્ણ કરવામાં આવશે. રેવન્યુ અધિકારી દરેક જિલ્લામાં વેરિફિકેશનની પ્રક્રિયા પર નજર રાખશે. એનપીઆર પ્રોજેક્ટનો કન્સેપ્ટ 2010મા યુપીએ કાર્યકાળમાં લાવવામાં આવ્યો હતો. બાયોમેટ્રિક ઓળખના અનેક ફીચર્સ યુનીક આઇડેંટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલેકે આધાર કાર્ડને મળતા આવે છે. જોકે મોદી સરકારે એનપીઆ પ્રોજેક્ટને પ્રાથમિકતા આપી છે.

English summary
3 year deadline for npr rollout link to voter id
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X