For Quick Alerts
For Daily Alerts
પટનામાં રાવણ દહન સમયે નાસભાગ; 30ના મોત
પટના, 3 ઓક્ટોબર : પટનામાં દશેરા ઉજવણીના ભાગરૂપે રાવણ દહન દરમિયાન થયેલી નાસભાગમાં ઓછામાં ઓછા 30 લોકોની મોત થઇ ગઇ છે. જ્યારે અનેક લોકો ઘવાયા છે.
બિહારના મુખ્ય સચિવ અંજની કુમાર સિંહે જણાવ્યું છે કે આ નાસભાગમાં 30 લોકો માર્યા ગયા છે. માર્યા ગયેલા લોકોમાં મોટા ભાગના લોકો મહિલાઓ અને બાળકો છે. જ્યારે ઘવાયેલા લોકોનો ઇલાજ પટના મેડિકલ કોલેજની હોસ્પિટલમાં કરવામાં આવી રહ્યો છે.
દશેરા ઉત્સવના અંતિમ દિવસે રાવણ દહનના કાર્યક્રમ માટે પટનાના ગાંધી મેદાનમાં સેંકડો લોકો ઉપસ્થિત હતા. આ કેસમાં બિહારના મુખ્યમંત્રીએ તપાસના આદેશ આપ્યા છે. હવે સ્થિતિ નિયંત્રણમાં છે.