For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બદાયું: 32 વર્ષિય મહિલા પર ગેંગ રેપ, પોલીસ કર્મીનો પુત્ર પણ સામેલ

|
Google Oneindia Gujarati News

બદાયું, 15 જૂનઃ ઉત્તર પ્રદેશના બદાયું જિલ્લો મહિલાઓ માટે અભિશાપ સાબિત થઇ રહ્યો છે. શુક્રવારે મોડી રાત્રે એક 32 વર્ષિય મહિલા સાથે ત્રણ લોકોએ સામુહિક બળાત્કાર કર્યો અને જાનથી મારી નાંખવાની ધમકી આપી છે. ઉત્તર પ્રદેશમાં સત્તારૂઢ સપા સરકાર આ મામલે ચૂપકીદી સેવીને બેસેલી છે.

rape-badaun
બદાયું જિલ્લા પોલીસ મહાનિરીક્ષક એલઆર કુમારે કહ્યું કે આ ઘટના ત્યારે બની જ્યારે મહિલા બસૌલી વિસ્તારમાં મોડી રાત્રે મેડિકલ સ્ટોર પર દવા ખરીદવા ગઇ હતી. કુમારે એ પણ જણાવ્યું કે, આ મામલામાં એક પોલીસકર્મીનો પુત્ર હિમાંશુ પણ સામેલ છે. પોલીસની વાત માનીએ તો હિમાંશુએ જ બળાત્કાર કરવાનું આખું ષડયંત્ર રચ્યું હતું. માહિતી અનુસાર મહિલા જ્યારે મેડિકલ સ્ટોરથી દવા ખરીદીને આવી રહી હતી, ત્યારે હિમાંશુ તેનું અપહરણ કરી ગયો અને એક રૂમમાં બંધ કરી દીધી.

ત્યારબાદ હિમાંશુએ પહેલા તેના પર બળાત્કાર કર્યો અને બાદમાં પોતાના અન્ય બે સાથીઓને ફોન કરીને બોલાવ્યા અને તેમણે સામુહિક બળાત્કાર કર્યો. મહિલા સાથે બળાત્કાર કર્યા બાદ ત્રણેય આરોપીઓએ મહિલાને જાનથી મારી નાંખવાની ધમકી આપી. પોલીસએ આ મામલે ફરિયાદ નોંધી છે અને ત્રણેય ઓરોપીઓની શોધખોળ આદરી છે, પરંતુ હજી સુધી કોઇ પુરાવા મળ્યા નથી.

યુપીમાં દરરોજ રેપના દસ કેસ
રેપ અને મહિલા વિરુદ્દ અપરાધના મામલે ઉત્તર પ્રદેશની સ્થિતિ ઘણી ખરાબ છે. નેશનલ ક્રાઇમ બ્યુરોના આંકડાઓ અનુસાર રાજ્યમાં રેપના દરરોજ 10 કેસ કરવામાં આવે છે. નોંધનીય છેકે આ એ કેસ છે જે પોલીસ ચોપડે નોંધાય છે. પોલીસ પર કેસ દાખલ નહીં કરવાના પણ આરોપ લાગતા રહ્યાં છે, જેથી સાચો આંક આના કરતા પણ વધારે હોઇ શકે છે. એનસીઆરબીના હવાલાથી એસટીએફના અધિકારીઓનું કહેવું છેકે ગુનાઓના મામલે યુપી દેશમાં 22માં સ્થાને છે. અંદાજે 60થી 65 ટકા વારદાતો એવા સમયે થાય છે, જ્યારે મહિલાઓ શૌચ માટે ખેતરોમાં જાય છે.

English summary
A 32-year-old woman was allegedly held captive and gangraped by three persons, including the son of a policeman, in the Bisauli area in Badaun, Uttar Pradesh.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X