For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોનાની બીજી લહેરમાં 2020ના અંત સુધીમાં 340 મિલિયન લોકો નોકરી વિહોણા થઇ શકે

કોરોનાની બીજી લહેરમાં 2020ના અંત સુધીમાં 340 મિલિયન લોકો નોકરી વિહોણા થઇ શકે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ કોરોના વાયરસે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ લોકોને જેટલા પરેશાન કર્યા છે તેનાથી ક્યાં વધુ આર્થિક દ્રષ્ટિએ પરેશાન કર્યા છે. મધ્યમ અને નિમ્ન પ્રકારના ધંધા રોજગાર ઠપ થઇ ગયા છે, દિવસેને દિવસે લોકો બેરોજગાર બની રહ્યા છે ત્યારે વધુ એક રિપોર્ટ સામે આવ્યો છે જે દેશ- દુનિયાના નવયુવાનો માટે ચિંતાજનક સાબિત થઇ શકે છે. નવા આ રિપર્ટ મુજબ કોરોના વાયરસ મહામારીને પગલે હજી પણ લાખો લોકો નોકરી ગુમાવી શકે છે.

ચિંતાજનક રિપોર્ટ

ચિંતાજનક રિપોર્ટ

આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન (ILO) મૉનિટર મુજબ, બાકીના વર્ષ માટે વૈશ્વિક શ્રમ બજારમાં રિકવરી અનિશ્ચિત અને અપૂર્ણ હશે. ILOએ ચેતવણી આપી છ કે જો 2020ના બીજા છ મહિનામાં કોવિડ- 19ની વધુ એક લહેર આવશે તો વૈશ્વિક સ્તરે 11.9 ટકાનું નુકસાન થશે એટલું જ નહિ, 340 મિલિયન લોકો પોતાની નોકરી ગુમાવી શકે છે.

340 મિલિયન લોકો નોકરી ગુમાવી શકે

340 મિલિયન લોકો નોકરી ગુમાવી શકે

ILO મૉનિટર મુજબ કોવિડ-19 અને કામની દુનિયાના પાંચમા સંસ્કરણ મુજબ બાકીના વર્ષ માટે વૈશ્વિક શ્રમ બજારમાં વસૂલી અનિશ્ચિત અને અપૂર્ણ હશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે 2020ના બીજા ક્વાર્ટર દરમિયાન વૈશ્વિક કામકાજના કલાકમાં 14 ટકાની ગિરાવટ આવી છે, જે 400 મિલિયન પૂર્ણકાલિન નોકરીઓના નુકસાનની બરાબર છે. 2020ના પહેલા છ મહિનામાં દુનિયાભરમાં કામ કરી રહલા કલાકોની સંખ્યા પહેલેની સરખામણીએ બહુ ખરાબ હતા. વર્ષના બીજા છ મહિનામાં જો કોરોના અટક્યો નહિ તો સ્થિતિ ભયંકર હશે.

કોરોનાએ ચિંતા વધારી

કોરોનાએ ચિંતા વધારી

બેસલાઇન મોડલ- જે હાલના પૂર્વાનુમાનો, કાર્યસ્થળ પ્રતિબંધોને ઉઠાવવા અને ખપત અને રોકાણમાં કમી સાથે આર્થિક ગતિવિધિઓમાં એક પ્રતિક્ષેપ માને છે- 2019ના અંતિમ ક્વાર્ટરની સરખામણીએ કામના કલાકમાં 4.9 ટકાની કમી (140 મિલિયન પૂર્ણકાલિન નોકરીની બરાબર) આવી. જે દર્શાવે છે કે નિરાશાવાદી પરિદ્રશ્યમાં 2020ના બીજા છ મહિનામાં સ્થિતિ પડકારજનક હશે.

અમેરિકામાં કોરોનાનો વિસ્ફોટ, છેલ્લા 24 કલાકમાં 52 હજાર લોકો સંક્રમિતઅમેરિકામાં કોરોનાનો વિસ્ફોટ, છેલ્લા 24 કલાકમાં 52 હજાર લોકો સંક્રમિત

English summary
340 million people may lose job if second wave of corona hits on world
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X