For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોનાથી સંક્રમિત ગંભીર લોકોના ઈલાજ માટે તબલીગી જમાતના 359 સભ્યો પ્લાઝ્મા ડોનેટ કરશે

કોરોનાથી સંક્રમિત ગંભીર લોકોના ઈલાજ માટે તબલીગી જમાતના 359 સભ્યો પ્લાઝ્મા ડોનેટ કરશે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ કોરોના વાયરસ સંક્રમણને ફેલાવવામા દિલ્હીના મરકજ તબલીગી જમાતના લોકોની મોટી ભૂમિકા રહી હતી. હજારો જમાતના લોકો કોરોના વાયરસથી સંક્રમિત જણાયા હતા, જે બાદ જમાતના લોકો સતત નિશાના પર હતા. પરંતુ હવે જમાતના એવા લોકો જે સંક્રમણનો ઈલાજ કરાવી ઠીક થઈ ચૂક્યા છે, તેઓ અન્ય દર્દીના ઈલાજ માટે પ્લાઝ્મા ડોનેટ કરી રહ્યા છે. લોકો નાયક હોસ્પિટલ બાદ એમ્સમાં પણ પ્લાઝ્મા થેરેપીનો ઉપયોગ કોવિડ 19ના ગંભીર દર્દી પર કરવા જઈ રહી છે. તબલીગી જમાતના 350 લોકોએ પોતાના પ્લાઝ્મા ડોનેટ કરવાનો ફેસલો લીધો છે અને સોમવારથી આ શરૂ થઈ ગયો છે. આ સુલ્તાનપુરી અને નરેલા સ્થિત કોવિડ સેંટરમાં કરવામાં આવી રહ્યો છે. અત્યાર સુધી 25 લોકો પ્લાઝ્મા ડોનેટ કરી ચૂક્યા છે.

કોણ ડોનેશન કરી શકે

કોણ ડોનેશન કરી શકે

જણાવી દઈએ કે પ્લાઝ્મા થેરેપી દ્વારા કોરોના વાયરસતી પીડિત એવા લોકોનો ઈલાજ કરવામાં આવશે જેની હાલત અતિ ગંભીર છે. જણાવી દઈએ કે કોરોનાથી સંક્રમિત દર્દી ઠીક થઈ ચીક્યા છે, તેમના શરીરમાં આ વાયરસથી લડવાના એન્ટિબૉડી બની ચૂક્યા છે. આ એન્ટીબૉડીનો ઉપયોગ પ્લાઝ્મા દ્વારા બીજા કોરોના સંક્રમિત દર્દીનો ઈલાજ કરવામાં આવે છે. એમ્સના મેડિકલ સુપ્રિટેન્ડેંટ ડૉક્ટર ડીકે શર્માએ જણાવ્યું કે અમે કેટલાક લોકોના પ્લાઝ્મા પહેલા ડોનેશન દ્વારા લઈ લીધા છે અને તેનો ઉપયોગ ગંભીર કોરોના દર્દી પર કરશે. જેનો ઉપયોગ જે દર્દી આઈસીયૂમાં દાખલ છે અને તેની હાલત અતિ ગંભીર ચે તેના પર તેનો ઉપયોગ કરવામાં આવશે.

આ લોકોને પ્લાઝ્મા થેરેપી આપવામાં આવે છે

આ લોકોને પ્લાઝ્મા થેરેપી આપવામાં આવે છે

આ થેરેપીનો ઉપયોગ એવા લોકો પર કરવામાં આવે છે જેનો રેસ્પિરેટરી રેટ 30થી વધુ છે, તેમાં ઓક્સીજનનો સેચ્યુરેશન 90 ટકાથી ઓછો છે. એમ્સના ટ્રોમા સેન્ટરના પ્રાઈવેટ વોર્ડમાં દાખલ છે. જ્યારે એમ્સ ઝજ્જરમાં એવા લોકોને દાખલ કરવામાં આવ્યા છે જેમની હાલત અતિ ગંભીર છે. જણાવી દઈએ કે લોક નાયક હોસ્પિટલમાં અત્યાર સુધી છ લોકોના ઈલાજ પ્લાઝ્મા થેરેપીથી કરવામાં આવ્યા છે.

દિલ્હીમાં 54ના મોત

દિલ્હીમાં 54ના મોત

જણાવી દઈએ કે દિલ્હીમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની કુલ સંખ્યા 2918 ઈથ ગઈ છે, જ્યારે 54 લોકોના આ સંક્રમણને પગલે મોત થઈ ચૂક્યા છે. દેશમા કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા 29435 પર પહોંચી ગઈ છે. અત્યાર સુધી દેશમા કોરોના વાયરસથી 934 લોકોના મોત થઈ ચૂક્યા છે. આખી દુનિયામાં આ સંક્રમણના મામલા 30 લાખને પાર કરી ગયા છે, જ્યારે અત્યાર સુધી 2.11 લાખ લોકોના આ વાયરસથી મોત થઈ ચૂક્યા છે.

ફેક્ટ ચેકઃ લૉકડાઉન ખતમ થતા જ ચાલશે ટ્રેનો! રેલવેએ કહી આ વાતફેક્ટ ચેકઃ લૉકડાઉન ખતમ થતા જ ચાલશે ટ્રેનો! રેલવેએ કહી આ વાત

English summary
350 Tablighi Jamaat members bigin to donate plasma to cure severe coronavirus patients.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X