દિલ્લી હિંસાઃ ઘાયલોને લોહી ખૂટે નહિ એટલા માટે 36 જવાનોએ કર્યુ રક્તદાન
ઉત્તર પૂર્વ દિલ્લીના વિસ્તારોમાં ભડકેલી હિંસામાં અત્યાર સુધી 34 લોકોના જીવ ગયા છે અને 200થી વધુ લોકો ઘાયલ છે. પ્રશાસન તરફથી ઘાયલોને દરેક પ્રકારની સુવિધા આપવાની કોશિશ કરવામાં આવી રહી છે. સળગતી ગાડીઓ, તોડફોડ અને પત્થરબાજીના ફોટા વચ્ચે અમુક એવા ફોટા પણ સામે આવ્યા છે જેને જોઈને તમારી છાતી ગર્વથી પહોળી થઈ જશે. અમે વાત કરી રહ્યા છે સીઆરપીએફના જવનોની જે મંગળવારે મોડી રાતે જીટીબી હોસ્પિટલમાં રક્તદાન કરવા માટે પહોંચ્યા હતા.
હિંસામાં ઘાયલોને લોહી ખૂટે નહિ એ વિચારીને સીઆરપીએફના 50 જવાનો હોસ્પિટલ પહોંચ્યા હતા જેમાંથી 34 જવાનોએ બ્લડ ડોનેટ કર્યુ, બાકી બચેલા 16 જવાનોને હોસ્પિટલ પ્રશાસન જરૂર પડવા પર બોલાવવાનુ આશ્વાસન આપીને પાછા મોકલી દીધા. આ વિશે માહિતી ખુદ જીટીબી હોસ્પિટલે આપી છે. એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરીને હોસ્પિટલ પ્રશાસને બધા જવાનોનો આભાર માનતા કહ્યુ કે અમારી હોસ્પિટલમાં આમ તો લોહીની કમી નથી પરંતુ હિંસામાં ઘાયલ લોકોને લોહીની કમી ન થાય એટલા માટે સીઆરપીએફના જવાનોએ રક્તદાન કર્યુ છે, જેની જેટલી પ્રશંસા કરીએ તેટલી ઓછી છે.
50 જવાન હોસ્પિટલ પહોંચ્યા હતાઃ એમ દિનાકરન જ્યારે આ વિશે સીઆરપીએફના પ્રવકતા એમ દિનાકરને કહ્યુ કે ઘાયલોનો ઈલાજ જીટીબી હોસ્પિટલમાં થઈ રહ્યો છે. એ માહિતી મળતા અમારા જવાનોએ લોહી આપવાનો નિર્ણય કર્યો. 50 જવાન હોસ્પિટલ પહોંચ્યા. પરંતુ ત્યાં 34 જવાનોનુ જ લોહી લેવામાં આવ્યુ. અમારા જવાન રક્તદાન માટે હંમેશા તૈયાર રહે છે. લોહીની કમીના કારણે કોઈનો જીવ ન જવો જોઈએ, એ વિચારીને કામ કરે છે.
આ પણ વાંચોઃ દિલ્લી હિંસાઃ મનમોહન સિંહે કહ્યુ - 'રાજધર્મ' માટે પોતાની શક્તિઓનો ઉપયોગ કરે રાષ્ટ્રપતિ