For Quick Alerts
For Daily Alerts
કર્ણાટક: પૂર્વ CMના ઘરમાંથી 1.9 કિલો સોનુ અને 37 કિલો ચાંદી મળી
બેંગ્લોર, 25 ડિસેમ્બર: લોકાયુક્ત પોલીસે કર્ણાટકના ઉપ મુખ્યમંત્રી કે એસ ઇશ્વરપ્પાના ધર અને તેમની સાથે જોડાયેલી સંસ્થાઓ પર દરોડા પાડીને લગભગ 11 લાખ રૂપિયાની રોકડ, 1.9 કિલોગ્રામ સોનું અને 37 કિલો ચાંદી જપ્ત કરવામાં આવી છે. ચોક્કસ આના કારણે ભાજપની સ્થિતી ખરડાઇ છે.
અત્રે ઉલ્લેખનીય છે શિમોગાની એક કોર્ટે 15 ડિસેમ્બરના રોજ અધિવક્તા બી વિનોદની ફરિયાદના આધારે તપાસનો આદેશ આપ્યો હતો. ફરિયાદમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે ભાજપના પ્રદેશ અધ્યક્ષ ઇશ્વરપ્પા, તેમન પુત્ર કંથેશના ઇ અને બહૂ શાલિનીએ આવક કરતાં વધુ સંપત્તિ એકઠી કરી છે. લોકાયુક્ત પોલીસે કેસ દાખલ કરીને તપાસ શરૂ કરી હતી.
જો કે ઇશ્વરપ્પાએ આ દરોડા પર પોતાની પ્રતિક્રિયામાં કહ્યું હતું કે તે આ પ્રકારની કાર્યવાહીથી ડરતા નથી. તપાસ બાદ સત્ય હકિકત સામે આવી જશે. આ એક રાજકીય લડાઇ છે. હું કોર્ટમાં તેને પડકારીશ.