મુંબઇમાં મધરાતે ઇમારત ધસી, 4નાં મોત

mumbai-building-colleps
મુંબઇ, 11 જૂન : મુંબઈમાં છેલ્લા 3-4 દિવસથી મેઘરાજાએ કરેલી ધમાકેદાર બેટિંગને કારણે મુંબઇવાસીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે. ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા અને રસ્તા ખરાબ થઇ જવાની બૂમરાણ ઉઠી છે. બીજી બાજુ સોમવારે મોડી રાત્રે માહિમ વિસ્તારમાં છેલ્લા 4 દિવસથી ચાલુ રહેલા ભારે વરસાદને કારણે એક બિલ્ડીંગ ધરાશયી થતા ચાર વ્યક્તિના મોત નીપજ્યાં છે. જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે.

મધરાતે માહિમમાં ચાર માળની ઈમારત ધરાશાયી થઈ હતી. આ ઘટનાક્રમથી લોકોમાં ભય ફેલાયો હતો. મૃતક વ્યક્તિઓમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે. મુંબઈનાં કેડેલ રોડ સ્થિત અલતાફ નામની ધરાશયી થયેલી બિલ્ડીંગનાં કાટમાળમાં હજું પણ અનેક લોકો ફસાયા હોવાની આશંકા છે. મ્યુનિસપલ કોર્પોરેશન તરફથી રાહતકાર્ય ચાલી રહ્યું છે. ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં સારવાર અપાઈ રહી છે.

ઉલ્લેખનીય છે કે ચોમાસુ નજીક આવતા જ મુંબઇ મહાનગર પાલિકાએ જર્જરિત અને જોખમી ઇમારતોને તોડી પાડવાના આદેશો આપ્યા હતા જેથી આવી દુર્ઘટનાઓ ટાળી શકાય. ઘાયલોને બાંદ્રાની ભાભા હોસ્પિટલ ઉપરાંત કેઇએમ અને સાયન હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. મૃતક મહિલાનું નામ જૈબુનનિસા અબ્દુલ સત્તાર લાખા હોવાનું જાણવા મળ્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X