For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેજરીવાલ સરકારના 4 ફેસલાથી દિલ્હી પ્રદૂષણ મુક્ત થવાની દિશામાં આગળ વધી

કેજરીવાલ સરકારના 4 ફેસલાથી દિલ્હી પ્રદૂષણ મુક્ત થવાની દિશામાં આગળ વધી

|
Google Oneindia Gujarati News

દિલ્હીની કેજરીવાલ સરકારે દિલ્હીવાસીઓને સાથે લઈ પ્રદૂષણ પર ચોતરફી પ્રહાર કર્યો છે. યુદ્ધ સ્તરે પ્રદૂષણ વિરુદ્ધ અભિયાન ચલાવી દિલ્હી વાસીઓને વાહન સાથે અન્ય પ્રકારના થતા પ્રદૂષણ રોકવા માટે લોકોને જાગરૂક કર્યા. સરકારે વન ઉત્સવનું આયોજન કરી આખી દિલ્હીમાં 31 લાખ વૃક્ષો રોપ્યાં છે અને ચાર નવા વન ક્ષેત્રો વિકસિત કરવાનું કામ પણ શરૂ કર્યું છે.

arvind kejariwal

દિલ્હીના પ્રદૂષણને ઘટાડવાને લઈ કેજરીવાલ સરકાર હંમેશા ગંભીર રહી છે. પાછલા વર્ષે સરકારે દિલ્હીમાં પ્રદૂષણ નિયંત્રિત કરવા માટે કેટલાંય મહત્વપૂર્ણ પગલાં ઉઠાવ્યાં હતાં અને દિલ્હીવાસીઓ પર કોરોનાની સાથે જ પ્રદૂષણનો બેવડો માર ના પડવા દીધો.

રેડ લાઈટ ઑન ગાડી ઑફ અભિયાનની શરૂઆ

સીએમ અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં દિલ્હી સરકારે પ્રદૂષણને નિયંત્રિત કરવાના ઉદ્દેશ્યથી ઓક્ટોબરમાં 'રેડ લાઈટ ઑન, ગાડી ઑફ' અભિયાનની શરૂઆત કરી હતી. સીએમની અપીલ પર દિલ્હી નિવાસીઓએ ઉત્સાહથી અભિયાનમાં ભાગીદારી નોંધાવી અને દિલ્હી સરકારના તમામ મંત્રીઓ અને ધારાસભ્યોએ સમગ્ર અભિયાન દરમ્યાન રસ્તા પર ઉતરી વાહન ચાલકોને જાગરુક કર્યા. સાથે જ 2500 સિવિલ ડિફેંસ વૉલેંટિયર નિયુક્ત કરી તેમને દિલ્હીના એવા 100 વ્યસ્ત ચોક પર લગાવ્યા, જ્યાં વાહનો રેડ લાઈટ થવા પર 2 મિનિટ કે તેથી વધુ સમય સુધી ઉભા રહેવું પડે છે. આ દરમ્યાન સ્વયંસેવકોએ વાહન ચાલકોને પોતાની ગાડી બંધ કરવાની અપીલ કરી અને દિલ્હીએ પણ અભિયાનમાં સંપૂર્ણ સહયોગ આપ્યો.

પ્રદૂષણ પર ચારે તરફથી પ્રહાર કર્યો

દિલ્હી સરકારે પ્રદૂષણ વિરુદ્ધ ચારે તરફથી પ્રહાર કરવાના ઉદ્દેશ્યથી 'પ્રદૂષણ વિરુદ્ધ યુદ્ધ' અભિયાનની શરૂઆત કરી. અભિયાનમાં આખી દિલ્હીના નાગરિકોને સામેલ કરાયા. જે અંતર્ગત રસ્તા પર ઉડતી ધૂળ રોકવા માટે મિકેનિકલ સફાઈની શરૂઆત કરવામાં આવી. અભિયાન ચલાવી રસ્તામાં પડેલા ખાડાઓ પૂર્યા, જેથી ધૂળના પ્રદૂષણને રોકી શકાય. આ ઉપરાંત પ્રદૂષણને રોકવા માટે પીડબલ્યૂડી વિભાગે વિવિધ સ્થળો પર 23 એન્ટી સ્મૉગ બન સ્થાપિત કર્યા.

પરાલીની સમસ્યા દૂર કરવા માટે બાયો ડિકંપોઝર તૈયાર કર્યા

સરકારે પરાલી સળગાવવાની સમસ્યાથી નિપટવા માટે પૂસા ઈન્સ્ટીટ્યૂટ દ્વારા બાયો ડીકમ્પોઝર ટેક્નિકનો ઉપયોગ કર્યો. જેના ઉપયોગથી પરાલી સળગાવવાની જરૂરત નથી પડતી અને અમુક દિવસોમાં પરલી ઓગળીને ખાતરમાં તબદિલ થઈ જાય ચે. દિલ્હી સરકારે તમામ ખેડૂતોના ખેતરમાં આ સોલ્યુશનનો છંટકાવ કર્યો છે.

ગ્રીન દિલ્હી એપથી કચરો સળગાવતો અટકાવ્યો

કેજરીવાલ સરકારે ગ્રીન દિલ્હી એપ શરૂ કરી અને લોકોને અપીલ કરી કે ક્યાંય કચરો સળગી રહ્યો હોય અથવા કચરો એકઠો કરવામાં આવી રહ્યો હોય તો તેનો ફોટો, વીડિયો અથવા ઓડિયો એપ પર અપલોડ કરીને ફરિયાદ કરી શકે છે. એપ પર આવતી ફરિયાદોનું તાત્કાલિક નિરાકરણ કરવામાં આવે છે.

ગુજરાત સ્થાનિક સ્વરાજ ચૂંટણી: આપ’ સાયલન્ટ કિલર બને તેવો અન્ય પક્ષોને ભયગુજરાત સ્થાનિક સ્વરાજ ચૂંટણી: આપ’ સાયલન્ટ કિલર બને તેવો અન્ય પક્ષોને ભય

English summary
5 decisions of kejriwal government helped delhi to moving towards pollution free
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X