દેશના લોકતંત્ર માટે જજોની સ્વતંત્રતા જરૂરી: જસ્ટિસ ચેલમેશ્વર

Written By:
Subscribe to Oneindia News

ભારતીય ઇતિહાસમાં પહેલીવાર સુપ્રીમ કોર્ટના ચાર જજોએ મીડિયા સાથે વાત કરી. જસ્ટિસ ચેલમેશ્વર સુપ્રીમ કોર્ટના બીજા ક્રમના સૌથી સીનિયર જજ છે. તેમણે કહ્યું કે, સુપ્રીમ કોર્ટનું તંત્ર યોગ્ય રીતે કામ નથી કરી રહ્યું. આ અંગે અમે ચીફ જસ્ટિસને પત્ર આપ્યો હતો. કાલે કોઇ એમ ન કહે કે અમે આત્મા વેચી દીધી. તેઓ ચીફ જસ્ટિસને લખેલ પત્ર સાર્વજનિક કરશે. આ પત્રકાર પરિષદ જસ્ટિસ ચલમેશ્વરના ઘરે થઇ હતી. છેલ્લા બે મહિનાની પરિસ્થિતિને કારણે આ પત્રકાર પરિષદ કરવાની જરૂરિયાત ઊભી થઇ છે.

India

જસ્ટિસ ચેલમેશ્વરે કહ્યું કે, જો અમે દેશ સામે આ વાતો ન મુકી અને અમે ચૂપ રહ્યાં તો લોકતંત્ર સમાપ્ત થઇ જશે. અમે ચીપ જસ્ટિસની અનિયમિતતાઓ પર વાત કરી. ચાર મહિના પહેલાં અમે 4 જજોએ ચીફ જસ્ટિસને પત્ર લખ્યો હતો. જે પ્રશાસન અંગે હતો, અમે કેટલાક મુદ્દાઓ એમની સામે મુક્યા હતા. ચીફ જસ્ટિસ અંગે દેશે નિર્ણય લેવો જોઇએ, અમે માત્ર દેશ પ્રત્યે અમારી ફરજ બજાવી રહ્યાં છીએ. અમે નથી ઇચ્છતા કે અમારી પર કોઇ આરોપ મુકાય. કોઇપણ દેશના લોકતંત્ર માટે જજોની સ્વતંત્રતા જરૂરી છે, નહીં તો લોકતંત્ર જળવાઇ ન શકે. CJI સાથે અનિયમિતતા અંગે વાત કરી હતી. આ પત્રકાર પરિષદમાં જસ્ટિસ ચેલમેશ્વર, જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ મદન લોકુર અને જસ્ટિસ કુરિયન જોસેફ હાજર હતા.

English summary
4 judge of supreme court meet press, first time in indian history.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.