આગરા-લખનઉ એક્સપ્રેસ વે પર ગમખ્વાર અકસ્માત, 4ના મોત, 42 ઘાયલ
ઉત્તર પ્રદેશના ઇટાવા જિલ્લામાં ગમખ્વાર અકસ્માત થયો છે. આગરા-લખનઉ એક્સપ્રેસ-વે પર ડબલ ડેકર બસ આગળ ચાલી રહેલા કંન્ટેનર સાથે અથડાયું હતું. આ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા હતા. આ સાથે 42 મુસાફરો ઘાયલ થયા છે.
ઉત્તર પ્રદેશના ઇટાવા જિલ્લામાં ગમખ્વાર અકસ્માત થયો છે. આગરા-લખનઉ એક્સપ્રેસ-વે પર ડબલ ડેકર બસ આગળ ચાલી રહેલા કંન્ટેનર સાથે અથડાયું હતું. આ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા હતા. આ સાથે 42 મુસાફરો ઘાયલ થયા છે. તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

આગરા-લખનઉ એક્સપ્રેસ વે પર ઇટાવામાં સૈફાઈની ચેનલ નંબર 103 પાસે એક ઝડપભેર ડબલ ડેકર બસ આગળ ચાલી રહેલા કન્ટેનર સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં ચાર મુસાફરોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે 42 મુસાફરો ઘાયલ થયા હતા. ઘાયલોને એમ્બ્યુલન્સ દ્વારા સૈફઈ મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ અકસ્માત રાત્રે બે કલાકની આસપાસ બન્યો હતો.
આ અકસ્માતની મળતી માહિતી મુજબ ખાનગી બસ ગોરખપુરથી અજમેર જઈ રહી હતી. ચેનલ 103 નંબરની નજીક આ અકસ્માત થયો હતો. આ અકસ્માતની જાણ થતાં જ સૈફઈના ઈન્સ્પેક્ટર રમેશ સિંહ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. જે બાદ ડીએમ અને એસએસપી પોલીસ ફોર્સ સાથે પહોંચ્યા હતા.
હાલ આ અકસ્માતમાં 42 ઘાયલ લોકોની સારવાર ચાલી રહી છે. અકસ્માત એટલો ભયાનક હતો કે, ત્રણ કલાકની જહેમત બાદ ત્રણ ક્રેનની મદદથી બસમાં ફસાયેલા ઘાયલોને બહાર કાઢવામાં આવ્યા હતા. આ બસમાં કુલ 60 લોકો સવાર હતા.












Click it and Unblock the Notifications
