• search

મોદી સરકારના 4 વર્ષઃ નોટબંધી, જીએસટી જેવી યોજનાઓથી રહ્યા ચર્ચામાં

Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  'સબકા સાથ સબકા વિકાસ' નો નારો આપીને મોદી સરકારે 26 મે રોજ પોતાના કાર્યકાળના 4 વર્ષ પૂરા કરી લીધા છે. સેન્ટ્રલ હૉલમાં આપેલા પોતાના ભાષણમાં મોદીએ કહ્યુ હતુ કે 2019 માં તે સાંસદો સાથે તેમના રિપોર્ટ કાર્ડ સાથે મળવા ઈચ્છે છે. મારી સરકાર દેશના લોકોની સરકાર છે. આ સરકાર ગરીબોની છે અને હું તેમના માટે કંઈક કરવા ઈચ્છુ છુ. અમે બધાને સાથે લઈને વિકાસ કરવા ઈચ્છીએ છીએ. મોદીની આ વાતો તેમના દ્વારા જાહેર કરાયેલી યોજનાઓમાં દેખાતી રહી. મોદીની આ વાતને આગળ વધારતા નાણામંત્રી અરુણ જેટલીએ ઘણી બધી એવી યોજનાઓ બનાવી જે સામાન્ય જનતાને સીધો ફાયદો પહોંચાડવાનો દાવો કરે છે. સરકારે એ સાબિત કરવાની કોશિશ કરી કે પ્રધાનમંત્રી જનધન યોજનાથી લઈને જીએસટી અને નોટબંધી જેવા નિર્ણયો સામાન્ય લોકોને ફાયદો પહોંચાડનારા નિર્ણયો છે. આવો મોદી સરકારની આ યોજનાઓ વિશે જાણીએ-

  જનધન યોજના

  જનધન યોજના

  જનધન યોજનાનો મુખ્ય હેતુ દરેક સામાન્ય માનવી માટે બેંકિંગ સુવિધાઓના દ્વાર ખોલવાનો રહ્યો છે. સરકાર ઈચ્છે છે કે આ દેશમાં કોઈ એવો પરિવાર ના હોય જેનું બેંકમાં ખાતુ ના હોય. આ યોજનાની ઘોષણા 15 ઓગસ્ટ 2014 ના રોજ કરવામાં આવી. આંકડાઓ અનુસાર 25 એપ્રિલ 2018 સુધી 31 કરોડ 52 લાખ ખાતા ખોલવામાં આવ્યા છે. આ ખાતાઓમાં અત્યાર સુધી 80871.67 કરોડની રકમ જમા થઈ છે. યોજનાના ઉદઘાટનના દિવસે જ 1.5 કરોડ બેંક ખાતા ખોલવામાં આવ્યા હતા.

  પ્રધાનમંત્રી સુકન્યા યોજના

  પ્રધાનમંત્રી સુકન્યા યોજના

  છોકરીઓ માટે નાની બચતને પ્રોત્સાહન આપવા માટે મોદી સરકારે સુકન્યા સમૃદ્ધિ ખાતાનો શુભારંભ કર્યો. આ ખાતુ કોઈ પણ પોસ્ટ ઓફિસ અથવા અધિકૃત બેંક શાખામાં ખોલી શકાય છે. નવેમ્બર 2017 સુધી 1.26 કરોડ ખાતા આ યોજના હેઠળ ખોલવામાં આવ્યા છે અને આમાં લગભગ 19,183 કરોડ રૂપિયા જમા છે.

  પ્રધાનમંત્રી મુદ્રા યોજના

  પ્રધાનમંત્રી મુદ્રા યોજના

  આ યોજના મુદ્રા બેંક હેઠળ શરૂ કરવામાં આવી છે. આ યોજનાનો હેતુ યુવાનોને આત્મનિર્ભર બનાવવાનો છે. આ અંતર્ગત સરકાર કોઈ પણ ગેરન્ટી વિના લોન આપે છે. આ યોજના શિશુ, કિશોર અને તરુણ ત્રણ ભાગમાં વહેંચવામાં આવી છે. શિશુમાં 50 હજાર, કિશોરોમાં 50 હજારથી 5 લાખ અને તરુણમાં 5 લાખથી 10 લાખની લોન સરકાર પાસેથી લઈ શકાય છે. 2018-19 ના સામાન્ય બજેટમાં આ લોનની રકમ 3 કરોડ વધારવામાં આવી છે. હવે આ યોજનાનું બજેટ 220596.05 કરોડ થઈ ગયુ છે. સરકાર આ યોજનાના માધ્યમથી યુવાનોને આત્મનિર્ભર બનાવવા ઈચ્છે છે.

  પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના

  પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના

  આ યોજનાનો હેતુ ઓછા પૈસા આપીને નબળા વર્ગને વીમો આપવાનું છે. પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનાનું વાર્ષિક પ્રીમિયમ માત્ર 12 રૂપિયા છે. 18-70 વર્ષના લોકો માત્ર 12 રૂપિયા આપીને એક લાખથી માંડી 2 લાખ રૂપિયા સુધીનો લાભ લઈ શકે છે. જો આ યોજના અંતર્ગત વીમો મેળવેલ વ્યક્તિનું અકસ્માતે મૃત્યુ થઈ જાય તો, અથવા અકસ્માતમાં બંને આંખો કે બંને હાથ કે બંને પગ ખરાબ થઈ જાય તો તેને 2 લાખ રૂપિયા મળશે. ફેબ્રુઆરી 2018 સુધી 13 કરોડ 25 લાખ લોકોએ આ વીમાનો લાભ લીધો છે.

  પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના

  પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના

  આ યોજના પણ પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના જેવી જ છે. આ યોજના 18 થી 50 વર્ષ સુધીના લોકો માટે છે. આ યોજનામાં વર્ષમાં એક વારમાં જ 330 રૂપિયા આપીને 2 લાખ રૂપિયાનું રિસ્ક કવર મેળવી શકાય છે. ફેબ્રુઆરી 2018 સુધી 5.22 કરોડ લોકો આ યોજનામાં જોડાયા છે.

  અટલ પેન્શન યોજના

  અટલ પેન્શન યોજના

  અસંગઠિત ક્ષેત્રોમાં કામ કરનાર ઇને મજૂરોને જીવનભર પેન્શન આપવા માટે મોદી સરકારે અટલ પેન્શન યોજના શરૂ કરી હતી. જો તમે આ યોજનામાં શામેલ થાવ તો કેન્દ્ર સરકાર તમને અને તમારા પતિ કે પત્નીને જીવનની ન્યૂનતમ પેન્શનની ગેરેન્ટી આપે છે. જો તમે અટલ પેન્શન યોજનામાં રોકાણ કરો તો તમને 60 વર્ષની વયથી લઈ મૃત્યુ સુધી 1000 રૂપિયા પ્રતિ માસથી લઈને 5000 રૂપિયા પ્રતિ માસની પેન્શન મળશે. પેન્શન 1,000, 2,000, 3,000, 4,000 કે 5,000 રૂપિયા પ્રતિ માસ મળશે. 5 જાન્યુઆરી, 2018 સુધીમાં 80 લાખ લોકો આ યોજનાથી જોડાયા છે.

  સ્ટેન્ડઅપ ઈન્ડિયા યોજના

  સ્ટેન્ડઅપ ઈન્ડિયા યોજના

  યુવાનો ખાસ કરીને દલિત અને આદિવાસીઓને પોતાના રોજગાર શરૂ કરવામાં પ્રોત્સાહન આપવા માટે આ યોજના શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ 10 લાખથી 1 કરોડ સુધીની લોન લઈ શકાય છે. સાર્વજનિક, પ્રાઈવેટ અને લોકલ બેંકથી આ લોન લઈ શકાય છે. અઢી લાખ યુવાનોએ અત્યાર સુધીમાં આ યોજનાનો લાભ લીધો છે.

  નોટબંધી અને કાળા નાણા સામે લડાઈ

  નોટબંધી અને કાળા નાણા સામે લડાઈ

  પ્રધાનમંત્રી મોદીએ 8 નવેમ્બર, 2016 ના રોજ 500 અને 1000 ની નોટો પર પ્રતિબંધ મૂકીને કાળા નાણાં સામે જંગની ઘોષણા કરી હતી. 2016 માં પહેલા ચરણના રૂપમાં 500 અને 1000 ની નોટો બંધ કરી હતી. ત્યારબાદ ડિજિટલ લેવડદેવડમાં મોટુ પ્રોત્સાહન મળ્યુ અને કાળા નાણાંની પર્યાપ્ત માત્રા વિશે જાણકારી મળી. વેતનના કેશલેસ લેવડદેવડને સક્ષમ કરવા માટે 50 લાખ નવા બેંક ખાતા ખોલવામાં આવ્યા. નાણાંકીય વર્ષ 2015-16 થી નાણાંકીય વર્ષ 2016-17 સુધી કરદાતાઓની સંખ્યામાં 26.6% ની વૃધ્ધિ થઈ. ઈ-રિટર્ન ફાઈલ કરાવવાની સંખ્યામાં 27.95% નો વધારો થયો. આઈએમપીએસ લેવડદેવડનું મૂલ્ય ઓગસ્ટ 2016 થી ઓગસ્ટ 2017 સુધી લગભગ 59% વધી ગયુ, 2.24 લાખ શેલ કંપનીઓને બંધ કરી દેવામાં આવી, 29,213 કરોડ રૂપિયાની અજ્ઞાત આવકની જાણકારી મળી અને આવકવેરા વિભાગે (આઈટીડી) 9 જાન્યુઆરીથી 30 ડિસેમ્બર 2016 સુધી નોટબંધી સમયગાળા દરમિયાન જમા કરાયેલ રોકડને ઈ-સત્યાપન માટે પ્રૌદ્યોગિકીનો લાભ લેવા માટે 31 જાન્યુઆરી 2017 ના રોજ ઑપરેશન ક્લીન મની (ઓસીએમ) લૉન્ચ કર્યુ.

  એસઆઈટીની રચના અને કાળા નાણાંની પર રોક

  એસઆઈટીની રચના અને કાળા નાણાંની પર રોક

  એનડીએ સરકાર બન્યા બાદ પહેલી કેબિનેટ મીટિંગમાં વિશેષ તપાસ સમિતિ અને એસઆઈટીની રચના કરવામાં આવી.

  જીએસટી બન્યુ એક મોટુ પગલુ

  જીએસટી બન્યુ એક મોટુ પગલુ

  એક રાષ્ટ્ર-એક કર, એક રાષ્ટ્ર-એક બજાર, 30 જૂન 2017 ની મધ્ય રાત્રિથી લાગૂ થયો અને 1 જૂલાઈ 2017 થી પ્રભાવી થયો. જીએસટી કેન્દ્રો અને રાજ્યો બંને દ્વારા પ્રશાસિત છે. જેના આવવાથી રાજ્ય વેટ, કેન્દ્રીય ઉત્પાદન મૂલ્ય, ખરીદ વેરો અને પ્રવેશ વેરો જેવા ઘણા રાજ્ય અને કેન્દ્રીય અપ્રત્યક્ષ વેરાને એકમાં સંમિલિત કરી દેવામાં આવ્યા છે. વેરાના ચાર દર રાખવામાં આવ્યા. તે 5%, 12%, 18%, 28% છે. યોજનાનો મુખ્ય હેતુ ગુડ્ઝ પરના કુલ વેરામાં લગભગ 25-30% ઘટાડો.

  નેશનલ એન્ટી-નફાખોર ઑથોરિટી

  નેશનલ એન્ટી-નફાખોર ઑથોરિટી

  નેશનલ એન્ટી નફાખોરી ઑથોરિટીની રચના કરવામાં આવી જેથી ગ્રાહકોને માલ અને સેવાઓના ઓછા ભાવનો લાભ આપી શકાય. વ્યવસાય કરવા અને કર રાજસ્વ સંગ્રહમાં વૃદ્ધિ કરવામાં સરળતા લાવવા માટે નેતૃત્વ કર્યુ.

  જીએસટીના ફાયદા

  જીએસટીના ફાયદા

  • ફૂટકર માર્કેટના ભાવોમાં ઘટાડો
  • કૉમન નેશનલ માર્કેટનું નિર્માણ
  • નાના દુકાનદારોને લાભ
  • ઓછો વેરો ભરનારને લાભ
  • વેરાના કૈસ્કેડિંગ પ્રભાવમાં ઘટાડો
  • વિશ્વ બેંકની વ્યાપાર કરવામાં સરળતા રેંકિંગમાં ભારત 142 માંથી 100 માં સ્થાન પર પહોંચ્યુ.
  • લાઈન ટેક્સ સિસ્ટમ પર સ્વ-વિનિયમન ઘૂસણખોરી અને પારદર્શી વેરા પ્રણાલી અધિક સૂચિત ઉપભોક્તાના કારણે સરળ વેરા વ્યવસ્થા

  English summary
  4 years modi sarkar from gst war on black money finance ministry remained busiest

  For Breaking News from Gujarati Oneindia
  Get instant news updates throughout the day.

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more