For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુપર મારિયો બની પોતાની ઉપલબ્ધી ગણાવી રહ્યા રાજનાથ સિંહ, વીડિયો વાયરલ

મોદી સરકારના ચાર વર્ષ પુરા થઇ ચુક્યા છે એવી પરિસ્થિતિમાં જ્યાં સરકારના લોકો જશ્ન માનવી રહ્યા છે, ત્યાં જ દરેક મંત્રી પોતાના વિભાગની ઉપલબ્ધી ગણાવી રહ્યા છે

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

મોદી સરકારના ચાર વર્ષ પુરા થઇ ચુક્યા છે એવી પરિસ્થિતિમાં જ્યાં સરકારના લોકો જશ્ન માનવી રહ્યા છે, ત્યાં જ દરેક મંત્રી પોતાના વિભાગની ઉપલબ્ધી ગણાવી રહ્યા છે. તો પછી દેશના ગૃહમંત્રી રાજનાથ સિંહ પાછળ કઈ રીતે રહી શકે. તેમને પણ પોતાના ચાર વર્ષના કામોના વખાણ કર્યા છે. પરંતુ આ બધી જ વાતો થી અલગ સોશ્યિલ મીડિયા પર વાયરલ થઇ રહેલા એક વીડિયોમાં રાજનાથ સિંહના કામોના વખાણ ખુબ જ અલગ રીતે કરવામાં આવ્યા છે.

સુપર મારિયો બન્યા રાજનાથ સિંહ

સુપર મારિયો બન્યા રાજનાથ સિંહ

આ વીડિયોની સૌથી ખાસ બાબત છે કે તેને લોકપ્રિય ગેમ સુપર મારિયો પર બનાવવામાં આવ્યો છે, જેમાં રાજનાથ સિંહ સુપર મારિયો બન્યા છે. આ રસપ્રદ વીડિયોની શરૂઆત વર્ષ 2014 લોકસભા ઈલેક્શન સાથે થાય છે. તે સમયે રાજનાથ સિંહ બીજેપી પાર્ટી અધ્યક્ષ હતા.

રાજનાથ સિંહ ઘ્વારા પોતાના કામોના વખાણ કરવામાં આવ્યા

રાજનાથ સિંહ ઘ્વારા પોતાના કામોના વખાણ કરવામાં આવ્યા

2 મિનિટ અને 15 સેકન્ડના આ વીડિયોમાં રાજનાથ સિંહ પોતાના મંત્રાલય ઘ્વારા કરવામાં આવેલા કામોનો હિસાબ આપી રહ્યા છે. જેમાં નક્સલી, નોર્થેર્સ્ટ, ભારતના વીર સહીત, કાશ્મીરમાં ચાલી રહેલા આતંકવાદ વિશે વાત કરવામાં આવી છે.

સૌથી વધુ વેચાતી ગેમ સુપર મારિયો

સૌથી વધુ વેચાતી ગેમ સુપર મારિયો

આ વીડિયો ખુબ જ રસપ્રદ છે અને સોશ્યિલ મીડિયા પર આકર્ષણનું કેન્દ્ર પણ બની રહ્યો છે. આપણે જણાવી દઈએ કે સુપર મારિયો 1983 માં ડિઝાઇન કરવામાં આવ્યો હતો. પરંતુ ભારતમાં તે વર્ષ 1990 દરમિયાન ફેમસ બની હતી. વર્ષ 2015 સુધી સુપર મારિયો ગેમની 31 કરોડ કરતા પણ વધારે વેચાઈ હતી. જેથી આ ગેમ ઇતિહાસની સૌથી વધુ વેચાતી ગેમ સાબિત થયી.

લોકોને પસંદ આવી રહ્યો છે વીડિયો

લોકોને પસંદ આવી રહ્યો છે વીડિયો

0 પોઇન્ટ સાથે શરૂ થયેલા આ વાયરલ વીડિયો ગેમમાં રાજનાથ સિંહ એક મારિયો તરીકે 18650 પોઇન્ટ કમાય છે. જે ખુબ જ રસપ્રદ બાબત છે. લોકો આ વીડિયોના ખુબ જ વખાણ કરી રહ્યા છે.

English summary
Home Minister Rajnath Singh become Super Mario in Viral Video
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X