For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફરીથી બગડી રહી છે સ્થિતિ, દેશમાં કોરોનાના 40,953 નવા કેસ, 188ના મોત

કોરોનાના કેસ મામલે દેશની સ્થિતિ ફરીથી બગડી રહી છે. નવા વર્ષની શરૂઆતમાં દૈનિક કેસ ઘટ્યા જ હતા પરંતુ હવે સ્થિતિ ફરીથી બેકાબુ થવા લાગી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કોરોનાના કેસ મામલે દેશની સ્થિતિ ફરીથી બગડી રહી છે. નવા વર્ષની શરૂઆતમાં દૈનિક કેસ ઘટ્યા હતા પરંતુ હવે સ્થિતિ ફરીથી બેકાબુ થવા લાગી છે. જેના કારણે કોરાનાના કેસ જૂના રેકૉર્ડ તોડી રહ્યા છે. ગઈ વખતની જેમ આ વખતે પણ મહારાષ્ટ્ર જ સૌથી વધુ પ્રભાવિત રાજ્ય છે જ્યાં કડક પ્રતિબંધો લાગુ કરવામાં આવી રહ્યા છે. વળી, બીજી તરફ દેશભરમાં ઝડપથી રસીકરણની પ્રક્રિયા પણ ચાલુ છે.

corona

આરોગ્ય વિભાગના રિપોર્ટ મુજબ 24 કલાકમાં કોરોનાના 40,953 નવા કેસ સામે આવ્યા છે જ્યારે 188 લોકોના મોત થયા છે. આ ઉપરાંત 23,653 દર્દી રિકવર થયા છે. એવામાં દેશમાં કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 1,15,55,284 થઈ ગઈ છે જેમાં 1,11,07,332 રિકવર થયા અને 1,59,558ના મોત થયા છે. આના કારણે સક્રિય કેસની સંખ્યા 2,88,394 છે. વળી, વધતા કેસો વચ્ચે એક રાહતના સમાચાર છે જ્યાં 4,20,63,392 લોકોને વેક્સીન લગાવવામાં આવી ચૂકી છે.

મહારાષ્ટ્રમાં કેટલા કેસ?

આ વખતે પણ મહામારી સૌથી વધુ મહારાષ્ટ્રમાં કહેર વરસાવી રહી છે જ્યાં 25,681 નવા કેસ સામે આવ્યા છે. સાથે જ 14,400 લોકો રિકવર પણ થયા. આ સાથે જ રાજ્યમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા 24.22 લાખ થઈ ગઈ છે જ્યારે 53208 લોકોએ આ મહામારીના કારણે જીવ ગુમાવ્યો. પહેલા મુંબઈમાં સૌથી વધુ કેસ આવતા હતા પરંતુ હવે પૂણે નંબર એક પર છે જ્યાં છેલ્લા 24 કલાકમાં 5098 નવા કેસ આવ્યા અને 6 લોકોના મોત થયા. મહારાષ્ટ્ર ઉપરાંત કેરળ અને કર્ણાટકમાં પણ ઝડપથી કેસ વધી રહ્યા છે.

છેવટે કેટલી પેઢી સુધી ચાલતુ રહેશે અનામતઃ સુપ્રીમ કોર્ટેછેવટે કેટલી પેઢી સુધી ચાલતુ રહેશે અનામતઃ સુપ્રીમ કોર્ટે

English summary
40953 New corona case and 23653 recoveries in India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X