For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દેશમાં કોરોનાના 44 હજારથી વધુ કેસ, 24 કલાકમાં 520 લોકોનાં મોત

દેશમાં કોરોનાના 44 હજારથી વધુ કેસ, 24 કલાકમાં 520 લોકોનાં મોત

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ દેશમાં વાયુ પ્રદૂષણની સાથે જ કોરોના વાયરસનું સંક્રમણ પણ સતત ફેલાઈ રહ્યું છે. શનિવારે સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે કોરોના વાયરસ સાથે જોડાયેલા આંકડા જાહેર કરતાં જણાવ્યું કે પાછલા 24 કલાકમાં દેશમાં સંક્રમણના 44684 નવા મામલા સામે આવ્યા છે. જ્યારે આ દરમ્યાન 520 લોકોના મોત થયાં છે. આ નવા મામલાની સાથે દેશમાં કોરોના વાયરસના કુલ કેસ વધીને 87,73,479 અને મૃતકોની સંખ્યા 1,29,188 થઈ ગઈ છે. જો કે દેશમાં કોરોના વાયરસના નવા દર્દી મળવાની સાથે જ રિકવરી રેટ પણ સતત સુધરી રહ્યો છે.

coronavirus

સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે પાછલા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 47992 દર્દી સાજા થયા છે અને એક્ટિવ કેસમાં 3828ની ગિરાવટ આવી છે. અત્યાર સુધી વિવિધ રાજ્યોમાં કુલ 81,63,572 દર્દી ઠીક થઈ ચૂક્યા છે, જે બાદ દેશમાં એક્ટિવ કેસ 3,80,719 બચ્યા છે. જ્યારે આઈસીએમઆર મુજબ દેશમાં કોરોના વાયરસનું ટેસ્ટિંગ સતત વધી રહ્યું છે. અત્યાર સુધી કોરોના વાયરસના કુલ 12,40,31,230 ટેસ્ટ થઈ ચૂક્યાં છે, જેમાં 9,29,491 ટેસ્ટ તો ખાલી પાછલા 24 કલાકમાં જ થયા છે.

દિલ્હીમાં કોરોના વાયરસની લહેર

જણાવી દઈએ કે દેશની રાજધાની દિલ્હીમાં ફરી એકવાર કોરોના વાયરસ કહેર મચાવી રહ્યો છે. પાછલા કેટલાક દિવસોમાં અહીં સંક્રમિત દર્દીની સંખ્યા તેજીથી વધી છે અને સીએમ કેજરીવાલે આ કોવિડ 19ની ત્રીજી લહેર જણાવી છે. દિલ્હીમાં હાલમાં જ સીરો સર્વેના પરિણામ પણ જાહેર કરવામાં આવ્યાં, જેમાં જણાવવામાં આવ્યું કે રાજધાનીનો દરેક ચોથો શખ્સ કોરોના વાયરસથી સંક્રમિત છે. જો કે દિલ્હી સરકારનું કહેવું છે કે કોરોના વાયરસથી નિપટવા માટે સરકાર તમામ જરૂરી પ્રયાસો કરી રહી છે.

રાજસ્થાન કોંગ્રસના નેતા સચિન પાયલટને થયો કોરોના, ટ્વીટ કરી આપી જાણકારીરાજસ્થાન કોંગ્રસના નેતા સચિન પાયલટને થયો કોરોના, ટ્વીટ કરી આપી જાણકારી

English summary
44000 coronavirus cases registered in india in last 24 hours.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X