For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

માંડ બચી નીતિશ સરકાર, વોટિંગ દરમિયાન ગેરહાજર 47 ધારાસભ્યો સેમીફાઈનલ મેચ જોઈ રહ્યા હતા

માંડ બચી નીતિશ સરકાર, વોટિંગ દરમિયાન ગેરહાજર 47 ધારાસભ્યો સેમીફાઈનલ મેચ જોઈ રહ્યા હતા

|
Google Oneindia Gujarati News

પટનાઃ બિહાર વિધાનસભાના મનસૂન સત્ર દરમિયાન રાજ્યની નીતિશ કુમા સરકાર પડતાં પડતાં માંડ બચી. જણાવી દઈએ કે 9 જુલાઈએ સહકારીતા વિભાગ તરફથી વિધાનસભામાં માંગ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. આ મુદ્દે વિવાદ બાદ આરજેડી નેતા અબ્દુલ બારી સિદ્દીકી તરફથી કટૌતી પ્રસ્તાવ લાવવામાં આવ્યો, જેનો સરકારે જોરદાર વિરોધ કર્યો. આ વિવાદ દરમિયાન સદનમાં વોટિંગ કરવું પડ્યું હતું.

વોટિંગની નોબત આવતાં જ ખલબલી મચી

વોટિંગની નોબત આવતાં જ ખલબલી મચી

સદનમાં અચાનક વોટિંગની નોબત આવવા પર નીતિશ કુમારના ખેમામાં ખલબલી મચી ગઈ. જણાવી દઈએ કે 9 જુલાઈએ જ ઈંગ્લેન્ડમાં રમાઈ રહેલ આઈસીસી વર્લ્ડ કપનો સેમીફાઈનલ મુકાબલો માઈ રહ્યો હતો, જેમાં ભારતની ટીમનો મુકાબલો ન્યૂઝીલેન્ડ સાથે હતો. આ મેચને જોવા માટે મોટાભાગના ધારાસભ્યો સદનમાં હાજર નહોતી, જ્યારે કેટલાક એવા ધારાસભ્યો પણ હજા જેઓ મેચ તો નહોતા જોઈ રહ્યા પણ સદનમાં હાજર ન રહી બહાર લોબીમાં લટાર મારી રહ્યા હતા.

એનડીએના 47 ધારાસભ્યો સદનમાં ઉપસ્થિત નહોતા

એનડીએના 47 ધારાસભ્યો સદનમાં ઉપસ્થિત નહોતા

સ્પીકર વિજય કુમાર ચૌધરી તરફથી મત વિભાજનના આદેશ બાદ સદનમાં હાજર ધારાસભ્યોએ વોટિંગ ક્યું. નીતિશ કુમાર સરકાર માટે રાહતની વાત એ રહી કે પ્રસ્તાવના પક્ષમાં 85 વોટ પડ્યા અને વિરોધમાં 52 એટલે કે સહકારિતા વિભાગની માંગ પ્સ્તાવ સદનમાં 33 મતોથી પાસ થઈ ગઈ. જણાવવામાં આવી રહ્યું છે કે વોટિંગ દરમિયાન સદનમાં એનડીએના 47 ધારાસભ્યો હાજર નહોતા. વિધાનસભામાં ભાજપ અને જદયૂ ગઠબંધનના ધારાસભ્યોની સંખ્યા 132 છે પરંતુ માત્ર 85 ધારાસભ્યો જ વોટિંગ દરમિયાન હાજર હતા.

તો.. સરકાર પડી ભાંગત!

તો.. સરકાર પડી ભાંગત!

આ ધારાસભ્યોની ગેરહાજરીને કારણે નીતિશ સરકાર એક સમયે ખતરામાં આવી ગઈ હતી. રાહતની વાત એ હતુ કે વિપક્ષના કેટલાક સભ્યો પણ સદનમાં હાજર નહોતા. જો આ પ્રસ્તાવ ફેલ થાત તો નીતિશ સરકાર માટે નૈતિક સંકટની સ્થિતિ પૈદા થઈ જાત અને રાજીનામું આપવાની નોબત આવી જાત. બીજી તરફ વિધાનસભામાં વિપક્ષના ધારાસભ્યોની સંખ્યા 109 જ્યારે વોટિંગ દરમિયાન 57 ધારાસભ્યો હાજર હતા. આ ઘટના બાદ સંસદીય કાર્યમંત્રી શ્રવણ કુમારે ધારાસભ્યોની ગેરહાજરીને ખોટી જણાવતા કહ્યું કે આવી ઘટનાઓથી સબક મેળવવું જોઈએ. તેમમે કહ્યું કે તમામ ધારાસબ્યોએ સત્ર દરમિયાન ગંભીરતા દેખાડતા સદનની કાર્યવાહીમાં દરરોજ સામેલ થવું જોઈએ.

Karnataka Crisis: કુમારસ્વામીએ 17 જુલાઈએ બહુમત સાબિત કરવું પડશે Karnataka Crisis: કુમારસ્વામીએ 17 જુલાઈએ બહુમત સાબિત કરવું પડશે

English summary
47 mla was watching world cup semifinal during voting in bihar assembly
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X