For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીએમ મોદી અને જિનપિંગની બેઠક 5 કલાક સુધી ચાલી, આ મુદ્દાઓ પર થઈ વાતચીત

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની ભારત યાત્રાના પહેલા દિવસે સાંસ્કૃતિક કાર્યક્રમ બાદ થયેલા ડિનર દરમિયાન બંને દેશોના નેતાઓમાં ઘણી વાર સુધી વાતચીત ચાલી.

|
Google Oneindia Gujarati News

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની ભારત યાત્રાના પહેલા દિવસે સાંસ્કૃતિક કાર્યક્રમ બાદ થયેલા ડિનર દરમિયાન બંને દેશોના નેતાઓમાં ઘણી વાર સુધી વાતચીત ચાલી. લગભગ 5 કલાક સુધી પરસ્પર વાતચીતમાં બંને દેશોના નેતાઓ વચ્ચે પરસ્પર સંબંધ, આતંકવાદ અને વેપાર જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી. વિદેશ સચિવ વિજય ગોખલેએ પ્રેસ કૉન્ફરન્સ કરીને જણાવ્યુ કે પીએમ મોદી ઉપરાંત શી જિનપિંગે પણ શાનદાર સ્વાગત અને વ્યવસથાની પ્રશંસા કરી.

modi-jinping

વિદેશ સચિવ વિજય ગોખલેએ કહ્યુ કે બંને રાષ્ટ્રાધ્યક્ષ લગભગ 5 કલાક સાથે રહ્યા અને પરસ્પર વાતચીત કરી. વિદેશ સચિવે જણાવ્યુ કે પીએમ મોદી અને જિનપિંગમાં આતંકવાદ પર વાત થઈ. બંનેએ આતંકવાદ અને કટ્ટરવાદ પર ચિંતા વ્યક્ત કરી. તેમણે જણૈવ્યુ કે બંને નેતાઓ વચ્ચે પરસ્પર સંબંધો, વેપાર આવતા ચારઅને રોકાણ પર ચર્ચા થઈ. તેમણે આગળ કહ્યુ કે તમિલનાડુ સરકારે જે રીતની વ્યવસ્થા કરી તે માટે પીએમ મોદીએ રાજ્ય સરકારની પ્રશંસા કર છે. તેમણે કહ્યુ કે પીએમ મોદીએ રાષ્ટ્રીય વિઝન, સરકારની પ્રાથમિકતાઓ, આર્થઇક વિકાસના લક્ષ્ય વગેરે વિશે જણાવ્યુ જ્યારે જિનપિંગે મોદીના ચૂંટણી વિજયને તેમની લોકપ્રિયતાનુ પ્રમાણ ગણાવીને તેમની સાથે આવનારા સાડા ચાર વર્ષ નજીકથી કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી.

ગોખલે અનુસાર રોકાણ તેમજ વેપાર તેમજ મૂલ્ય બંને પ્રકારે વધારવા તથા વેપારી અસંતુલનને દૂર કરવા માટે વાતચીત થઈ. તેમણે જણાવ્યુ કે બેઠકમાં મોદીએ આતંકવાદને માનવાતા માટે પડકારરૂપ ગણાવ્યુ અને આની સામે મળીને લડવાની વાત કરી. ચીની રાષ્ટ્રપતિએ આ મુદ્દાની જટિલતા તરફ ઈશારો કર્યો અને કહ્યુ કે ધાર્મિક કટ્ટરતા બંને દેશોના વિવિધતાસભર સમાજ માટે પડકાર છે. વિદેશ સચિવે જણાવ્યુ કે કાલે બંને નેતાઓ વચ્ચે મુખ્યતઃ આંતરરાષ્ટ્રીય તેમજ ક્ષેત્રીય મુદ્દાઓ પર ચર્ચા થશે. ઉલ્લેખનીય છે કે 2014માં પ્રધાનમંત્રી બન્યા બાદથી મોદીની જિનપિંગ સાથે 17 બેઠકો થઈ ચૂકી છે.

આ પણ વાંચોઃ કુલી નંબર 1ના સેટ પરથી Leak થઈ વરુણ ધવન અને સારા અલી ખાનની તસવીર, જુઓઆ પણ વાંચોઃ કુલી નંબર 1ના સેટ પરથી Leak થઈ વરુણ ધવન અને સારા અલી ખાનની તસવીર, જુઓ

English summary
5 hour meeting between Pm Modi and Xi Jinping, discussion on trade related and economic issues
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X