For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બે બાળકો સહિત 5 જણની હથોડો મારીને હત્યા, સામે આવ્યા હ્રદય કંપાવી દે તેવા ફોટા

ઉત્તર પ્રદેશના હમીરપુર જિલ્લામાં હ્રદય કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. અહીં ગુરુવારની રાતે એક પરિવારના પાંચ જણાની પત્થર અને હથોડાથી પ્રહાર કરીને નિર્મમ હત્યા કરી દેવામાં આવી.

|
Google Oneindia Gujarati News

ઉત્તર પ્રદેશના હમીરપુર જિલ્લામાં હ્રદય કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. અહીં ગુરુવારની રાતે એક પરિવારના પાંચ જણાની પત્થર અને હથોડાથી પ્રહાર કરીને નિર્મમ હત્યા કરી દેવામાં આવી. હત્યારાઓએ બાળકોને પણ ન છોડ્યા. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં સનસની ફેલાઈ ગઈ અને પોલિસ એસઆઈટી બનાવીને તપાસમાં લાગી ગઈ છે.

આ પણ વાંચોઃ જાપાનમાં મળ્યા મોદી-ટ્રમ્પ, યુએસ રાષ્ટ્રપતિ બોલ્યા, 'આપણે સારા દોસ્ત, સાથે મળીને કામ કરીશુ'આ પણ વાંચોઃ જાપાનમાં મળ્યા મોદી-ટ્રમ્પ, યુએસ રાષ્ટ્રપતિ બોલ્યા, 'આપણે સારા દોસ્ત, સાથે મળીને કામ કરીશુ'

શું છે મામલો

શું છે મામલો

માહિતી મુજબ રાની લક્ષ્મીબાઈમાં કલેક્ટ્રેટની સેવામાંથી રિટાયર્ડ ચતુર્થ શ્રેણી કર્મચારી નૂરબખ્શનું મકાન છે. તેમની મા સકીના (85) ઉપરાંત પુત્ર રઈસ, રઈસની પત્ની રોશની, પુત્રી આલિયા (4) સહિત પરિવારના અન્ય સભ્ય અહીં રહેતા હતા. બુધવારે નૂરબખ્શ બીજી પત્ની સાથે લગ્નમાં બિવાર ગયો હતો. ગુરુવારે સાંજે લગભગ 7 વાગે તે પાછો આવ્યો. પુત્ર રઈસ, વહુ રોશની, પૌત્રી આલિયા, મા સકીના અને 15 વર્ષીય ભાણીના શબ લોહીમાં લથબથ પડ્યા હતા.

આખા ઘરમાં એક બાદ એક વિખેરાયેલી પડી હતી લાશો

આખા ઘરમાં એક બાદ એક વિખેરાયેલી પડી હતી લાશો

રઈસ તેમજ તેની દાદી સકીનાના શબ ગેલેરીમાં પડ્યા હતા. પુત્રી આલિયાઅને પત્ની રોશનીનું શબ બેડ પર લોહીલુહાણ હાલતમાં મળ્યુ જ્યારે ભાણીનું શબ અલગ રૂમમાં હતુ. પાંચ શબ જોઈને પરિવારજનોના હોશ ઉડી ગયા. મોહલ્લાના લોકોની ભીડ જમા થઈ ગઈ. ઘટના સ્થળે પહોંચેલી પોલિસને સ્થળ પરથી હથોડો મળી આવ્યો. ડીએમ અભિષેક પ્રકાશ, એસપી હેમરાજ મીણા પણ ઘટના સ્થળે પહોંચ્યા. પોલિસને શંકા છે કે હત્યામાં પરિવારના જ કોઇ સભ્ય શામેલ હોઈ શકે છે.

શું કહ્યુ પોલિસે

શું કહ્યુ પોલિસે

એસપી હેમરાજ મીણાએ કહ્યુ કે એક પરિવારના 5 લોકોની હત્યાનો કેસ સામે આવ્યો છે. હુમલાખોરે હથોડાની સાથે સાથે પત્થરથી કચડીને બધાની હત્યા કરી છે. કેસની તપાસ માટે ટીમની રચના કરવામાં આવી છે. હત્યાકાંડમાં કોઈ પરિચિત શામેલ હોવાની શંકા છે. જલ્દી ખુલાસો કરી દેવામાં આવશે.

English summary
5 members of a family brutally murdered in Hamirpur
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X