For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Madhya Pradesh Accident: નરસિંહપુરમાં ટ્રક અકસ્માતમાં 5 મજૂરના મોત, 11 ઘાયલ

Madhya Pradesh Accident: નરસિંહપુરમાં ટ્રક અકસ્માતમાં 5 મજૂરના મોત, 11 ઘાયલ

|
Google Oneindia Gujarati News

નરસિંહપુરઃ મધ્ય પ્રદેશથી એક દુખદ ઘટના સામે આવી રહી છે, અહીંના નરસિંહપુર જિલ્લાની સીમા પર એક રોડ અકસ્માતમાં પાંચ મજૂરોના મોત થયાં છે અને 11 મજૂર ઘાયલ થઈ ગયા છે, પ્રાપ્ત જાણકારી મુજબ શનિવારે મોડી રાતે નરસિંહપુર જિલ્લાના મુંગવાની પોલીસ સ્ટેશન ક્ષેત્ર પાસે કેરીથી ભરેલો એક ટ્રક અનિયંત્રિત થઈ પલટી ગયો, જેમાં 5 મજૂરોના મોત થયા છે, જ્યારે વધુ 4 મજૂર ટ્રકની નીચે દબાયેલા હોવાની આશંકા જતાવાઈ રહી છે.

accident

જણાવવામાં આવી રહ્યું છે કે ટ્રકમાં 20 મજૂર સવાર હતા, ઘાયલોને ઈલાજ માટે હોસ્પિટલે દાખલ કરવામાં આવ્યા છે, ઘટના સ્થળે ક્રેન અને જેસીબીની મદદથી રેસ્ક્યૂ કરવામમાં આવી રહ્યા છે. પોલીસ મુજબ 20 મજૂરમાંથી 11 મજૂર ઝાંસીના રહેવાસી છે, જ્યારે 9 એટાના છે, તમામ મજૂર હૈદરાબાદથી પોતાના ઘરે જવા માટે નીકળ્યા હતા.

ઔરંગાબાદ ટ્રેન દુર્ઘટના પર રાજકારણ ગરમાયું

જણાવી દઈએ કે 8 મે 2020ની વહેલી સવારે મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં થયેલ ટ્રેન દુર્ઘટનામાં 16 મજૂરોનના જીવ ચાલ્યા ગયા. તમામ મૃતકો મધ્ય પ્રદેશના શહડોલ અને ઉમરિયાના રહેવાસી હતા. ઔરંગાબાદ રરેલ દુર્ઘટનાની સાથે જ આના પર રાજકારણ પણ ગરમાયું હતું. મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહે ઔરંગાબાદ માલગાડી દુર્ઘટનાને લઈ ટ્વીટ કરીને કહ્યું કે લાલ બહાદુર શાસ્ત્રીજીએ ટ્રેન દુર્ઘટના બાદ ત્યાગપત્ર આપ્યું. માધવ રાવ સિંધિયા જીએ હવાઈ જહાજની દુર્ઘટના પર ત્યાગપત્ર આપી દીધું. જ્યારે શિવરાજ તમે જણાવો ઘટનાની જવાબદારી સ્વીકારી તમારે ત્યાગપત્ર ના આપી દેવું જોઈએ.

ઔરંગાબાદ ટ્રેન અકસ્માતમાં મૃતકોની યાદી

  • ધન સિંહ
  • નિરવેશ સિંહ
  • બુદ્ધરાજ સિંહ
  • અચ્છે લાલ સિંહ
  • રબેન્દ્ર સિંહ
  • સુરેશ સિંહ
  • રાજબોહરમ પારસ સિંહ
  • ધર્મેન્દ્ર સિંહ
  • બિગેંદ્ર સિંહ ચૈન સિંહ
  • પ્રદીપ સિંહ
  • સંતોષ નાપિત
  • બ્રિજેશ ભઈયાદીન
  • મુનીમ સિંહ શિવરતન સિંહ
  • દયાળ સિંહ
  • નેમશાહ સિંહ
  • દીપક સિંહ અશોક સિંહ

કોરોનાથી અમેરિકામાં 24 કલાકમાં 2073 લોકોના મોત, મૃતકોનો કુલ આંકડો 73 હજારને પારકોરોનાથી અમેરિકામાં 24 કલાકમાં 2073 લોકોના મોત, મૃતકોનો કુલ આંકડો 73 હજારને પાર

English summary
5 labourers died, 11 injured after the truck they were in, overturned near Patha village in Narsinghpur (MP). The labourers were going from Telangana's Hyderabad to Uttar Pradesh in the truck, which was also carrying mangoes.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X