મોદીની ટીકા કરતી વેળા મુલાયમે કરી આ પાંચ મોટી ભૂલ

Posted By:
Subscribe to Oneindia News

ગોરખપુર, 24 જાન્યુઆરીઃ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સામે સમાજવાદી પાર્ટીના મુખિયા અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવે ત્યારે ઉંધેકાંધ પટકાવું પડ્યું જ્યારે તેમના દ્વારા ફેંકાયેલો બોલ મોદીએ તેમના જ માથા પર માર્યો. વારાણસીમાં મુલાયમ સિંહે કહ્યું કે, મોદીની શું હેસિયત છે કે ભારતને ગુજરાત બનાવશે. તેમના આવાથી દેશમાં કત્લેઆમ વધશે. મુલાયમની આ કઠોર વાત મોદીને તીરની જેમ ખુંચી. ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ મુલાયમ સિંહને ઇંટનો જવાબ પથ્થરથી આપ્યો.

મોદીએ કહ્યું કે, નેતાજી તમારી હેસિયત નથી કે ઉત્તર પ્રદેશને ગુજરાત જેવું બનાવી શકો. ગુજરાત જેવું બનાવવું હોય તો, ઉત્તર પ્રદેશમાં 24 કલાક વિજળી અને કૃષિ વિકાસદર 10 ટકા હોવો જોઇએ. જ્યારે 56ની છાતી હોય ત્યારે ઉત્તર પ્રદેશને તમે ગુજરાત બનાવી શકો છો. આ રાજકીય આરોપ પ્રત્યારોપમાં સપાના મુખિયા મુલાયમ સિંહ યાદવ દ્વારા પાંચ મોટી ભૂલ કરવામાં આવી હતી. જે અહીં તસવીરો થકી જણાવવામાં આવી છે.

ગુજરાત રમખાણને ઉછાળવા

ગુજરાત રમખાણને ઉછાળવા

મુલાયમ સિંહે વારાણસીમાં ગુજરાત રમખાણનો ઉલ્લેખ કરતા કહ્યું કે, મોદી આવવાથી દેશમાં કત્લેઆમ થશે, મહિલાઓની આબરું લૂંટાશે. આ દરમિયાન મુલાયમ સિંહ ભૂલી ગયા કે સુપ્રીમ કોર્ટ દ્વારા રચિત એસઆઇટીએ મોદીને ક્લીન ચીટ આપી દીધી છે. તેવામાં વારંવાર મોદી પર ગુજરાત રમખાણના કાદવ ફેંકવાથી તેમના જ કપડાં ખરાબ થશે.

અપમાનજનક ભાષાનો ઉપયોગ

અપમાનજનક ભાષાનો ઉપયોગ

આજે મુલાયમ સિંહ યાદવ અને આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ તથા કુમાર વિશ્વાસ વચ્ચે કોઇ અંતર રહી ગયુ નથી. જે રીતે કેજરીવાલ આવેશમાં આવીને તમામ નેતાઓને જેમ-તેમ સંભળાવી દે છે, અને અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરે છે, તેવી જ રીતે આજે મુલાયમ સિંહનો ટોન પણ બદલાઇ ગયો અને તેમની ભાષામાંથી શાલીનતા ગાયબ થઇ ગઇ.

ઉત્તર પ્રદેશમાં બેરોજગારી ભથ્થું અને કન્યા વિદ્યા ધન

ઉત્તર પ્રદેશમાં બેરોજગારી ભથ્થું અને કન્યા વિદ્યા ધન

મુલાયમે કહ્યું કે શું મોદીએ કન્યા વિદ્યા ધન આપ્યું છે, શું મોદીએ બેરોજગારી ભથ્થું આપ્યું છે. આ વાત કહેતી વખતે મુલાયમ ભૂલી ગયા કે રોજગારીના મામલે ગુજરાત છેલ્લા 10 વર્ષણાં સતત આગળ રહ્યું છે અને કન્યા કેળવણી માટે રાજ્યમાં વિશેષ યોજનાઓ ચાલી રહી છે.

સુરક્ષાની ગેરન્ટી

સુરક્ષાની ગેરન્ટી

મુલાયમે કહ્યું કે જ્યારે હું ગુજરાત જઇ રહ્યો હતો તો આ મોદીએ જ મને ફોન કરીને કહ્યું તમે આવી તો રહ્યાં છો પરંતુ સુરક્ષાની ગેરન્ટી હું નથી લઇ શકતો. મુલાયમે એ ના વિચાર્યું કે જે ગુજરાતમાં 2002માં રમખાણો થયા હતા, એ ગુજરાતના સીએમ કેવી રીતે કોઇ નેતાની સુરક્ષાની ગેરન્ટી લે, એ પણ એવા નેતા જે ત્યાં રાજકીય રોટી સેકવા આવી રહ્યાં હોય.

કેન્દ્ર સરકાર પર પ્રહાર

કેન્દ્ર સરકાર પર પ્રહાર

મુલાયમે આજે મંચ પર ફરી એકવાર કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા અને કહ્યું કે, યુપીએ સરકાર ભ્રષ્ટાચારમાં ડુબેલી છે. છેલ્લા 10 વર્ષણાં માત્ર કૌભાંડો કર્યા છે. અહીં સૌથી મોટો પ્રશ્ન ઉઠે છે કે છેલ્લા પાંચ વર્ષથી તમે કેન્દ્રને બહારથી સમર્થન આપી રહ્યાં છો, તે શું છે. સાચું પૂછીએ તો તમે યુપીએ સરકારને સમર્થન આપીને કૌભાંડ કરવાની મંજૂરી આપી રહ્યાં છો.

English summary
BJP PM candidate Narendra Modi addressed a rally in Gorakhpur city of Uttar Pradesh where he said Mulayam Singh can't develop UP like Gujarat. This was actually reply to Mulayam. Here are five big mistakes done by Mulayam today.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.