For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એર ઈન્ડિયાના 5 પાયલટ કોરોના પોઝિટિવ, ચીનથી ઉડાણ ભરી હતી

એર ઈન્ડિયાના 5 પાયલટ કોરોના પોઝિટિવ, ચીનથી ઉડાણ ભરી હતી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના દર્દીનો આંકડો 62 હજારને પાર પહોંચી ગયો છે. આ દરમિયાન સામાનની સપ્લાયમાં લાગેલા પાયલટ પણ કોરોનાના લપેટામાં આવવા લાગ્યા છે. જ્યાં એર ઈન્ડિયાના પાંચ વાયલટમાં કોરોના સંક્રમણની પુષ્ટિ થઈ છે. આ તમામ કાર્ગો પ્લેનને ઓપરેટ કરતા હતા. હાલમાં જ તેમણે કેટલીય જગ્યા માટે ઉડાણ ભરી હતી. તેમને ક્યાંથી સંક્રમણ થયું આ વાતનો પણ પતો લગાવવામાં આવી રહ્યો છે. સાથે જ તેમના સંપર્કમાં આવેલા લોકોને ક્વારંટાઈન કરવામાં આવ્યા છે.

air india

ન્યૂજ એજન્સી એએનઆઈના સૂત્રોના હવાલેથી જણાવવામાં આવ્યું કે પ્રી ફ્લાઈટ ટેસ્ટ દરમિયાન એર ઈન્ડિયાના પાંચ પાયલટ કોરોના પોઝિટિવ જણાયા છે. આ તમામ મુંબઈના છે, જ્યારે તેમનામાં કોરોનાના એકેય લક્ષણ દેખાયા નથી. હાલમાં જ તેમણે ચીનથી એક ફ્લાઈટ ઓપરેટ કરી હતી. જણાવી દઈએ કે સરકારની ગાઈડલાઈન મુજબ ફ્લાઈટ ઓપરેટ કરતા પહેલા અને બાદમાં બધાપાયલટનું સ્વેબ ટેસ્ટ કરવામાં આવે છે. આ દરમિયાન ટેસ્ટ રિપોર્ટ આવે ત્યાં સુધી તેમને હોટલમાં રાખવામાં આવે છે. સામાન્ય રીતે રિપોર્ટ 24-48 કલાક અંદર આવી જાય છે. જો પાયલટનો રિપોર્ટ નેગેટિવ આવે તો તેમને ઘરે મોકલી આપવામાં આવે છે, જ્યારે પોઝિટિવ મળવા પર તેમને આઈસોલેટ કરવામાં આવે છે. જ્યારે ઉડાણ ભરવાના ચાર-પાંચ દિવસ પહેલા પણ તેમના કોવિડ-19ની તપાસ કરવામાં આવે છે.

લૉકડાઉનમાં પણ એર ઈન્ડિયાનું ઓપરેશન ચાલુ છે

કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે આખા દેશમાં 17 મે સુધી લૉકડાઉનનું એલાન કરવામાં આવ્યું છે. આ દરમિયાન રેલવે અને વિમાન સેવાઓ પર પણ રોક લગાવી દેવામાં આવી છે. લૉકડાઉનમાં જરૂરી સામાનોની સપ્લાય ચાલુ રહે, તે માટે એર ઈન્ડિયા કાર્ગો અને કેટલાક અન્ય વિમાન સેવાઓનું સંચાલન કરી રહી છે. એપ્રિલમાં મેડિકલ ઉપકરણોને લાવવા માટે એર ઈન્ડિયાએ કેટલીય ફ્લાઈટ્સને ચીન મોકલ્યા હતા. જ્યારે હવે વંદે ભારત મિશન અંતર્ગત 12 દેશમાં ફસાયેલ લોકોને કાઢવા માટે એર ઈન્ડિયા 64 ફ્લાઈટ્સનું સંચાલન કરી રહી છે.

કોરોના સંકટ વચ્ચે દિલ્હી-એનસીઆરમાં અચાનક વાદળ વરસ્યાંકોરોના સંકટ વચ્ચે દિલ્હી-એનસીઆરમાં અચાનક વાદળ વરસ્યાં

English summary
5 pilots of Air India tested coronavirus positive
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X