For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

5 Planets Alignment: ચંદ્ર પાસે એક લાઈનમાં દેખાયા પાંચ ગ્રહ, Videoમાં જુઓ આ દુર્ભલ નઝારો

|
Google Oneindia Gujarati News
moon

5 Planets Alignment: 24 માર્ચ શુક્રવારના રોજ આકાશમાં એક ખૂબ જ અદ્ભૂત નઝારો જોવા મળ્યો હતો. જેમાં અર્ધ ચંદ્રની નીચે એક ટપકાંના આકારનો ચમકતો ગ્રહ દેખાયો હતો. ચંદ્ર અને શુક્રનુ આ દુર્લભ દ્રશ્ય લોકોને ખૂબ ગમ્યુ હતુ. હવે આવો જ એક બીજો નઝારો આકાશમાં જોવા મળ્યો. જેમાં આકાશમાં એક લાઈનમાં 5 ગ્રહ જોવા મળ્યા.

28 માર્ચે સૂર્યાસ્ત બાદ આકાશમાં પાંચ ગ્રહો એકસાથે જોવા મળ્યા છે. જે ખૂબ જ અદ્ભુત છે. તમે તેને તમારા આકાશમાં પણ જોઈ શકો છો. આ અનોખા અને દુર્લભ નજારામાં મંગળવારે સાંજે 7.30 વાગ્યા પછી ચંદ્રની નજીકની રેખામાંથી મંગળ,, બુધ, ગુરુ, શુક્ર અને યુરેનસ આકાશમાં દેખાવા લાગ્યા હતા.

વૈજ્ઞાનિકોના મતે મંગળવાર પછી હવે આ ઘટના 2040માં જોવા મળશે. લોકોએ આ ઘટનાને પોતાના કેમેરામાં કેદ કરી લીધી. એક સાથે પાંચ ગ્રહોની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવી રહ્યા છે.

બૉલિવુડ એક્ટર અમિતાભ બચ્ચને પણ આ ઘટનાનો વીડિયો પોસ્ટ કર્યો છે. તેમણે ચંદ્ર પર ઝૂમ કરીને લાઇનમાં જોવા મળતા પાંચ ગ્રહોનો વીડિયો પોસ્ટ કર્યો. સૂર્યાસ્ત પછી ધીમે ધીમે પાંચેય ગ્રહો આકાશમાં એક રેખામાં દેખાવા લાગ્યા. જોકે આ દ્રશ્ય 30 મિનિટ જોવામાં આવ્યુ છે.

કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (24 માર્ચ)ના કૉમ્પ્યુટેશનલ એસ્ટ્રોફિઝિસિસ્ટ કેમેરોન હમલ્સ અનુસાર, શુક્રવારના અર્ધચંદ્રાકાર અને શુક્રના દુર્લભ જોડાણ પછીના થોડા અઠવાડિયા સુધી આવુ અદ્ભુત સંયોજન જોવા મળશે. આ પછી 28 માર્ચની રાત્રે સૂર્યાસ્ત પછી આકાશમાં પાંચ ગ્રહો એકસાથે જોવા મળ્યા છે.

English summary
5 planets jupiter, Mercury, Venus, Uranus and Mars together near Moon, see video
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X