For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નોટબંધીને કારણે 50 લાખ લોકોની નોકરી ગઈ: રિપોર્ટ

નોટબંધીને સરકાર એક એતિહાસિક નિર્ણય ગણાવી રહી છે પરંતુ નોટબંધીને કારણે લાખો લોકોએ નોકરી ગુમાવી હતી.

|
Google Oneindia Gujarati News

નોટબંધીને સરકાર એક એતિહાસિક નિર્ણય ગણાવી રહી છે પરંતુ નોટબંધીને કારણે લાખો લોકોએ નોકરી ગુમાવી હતી. અઝીઝ પ્રેમજી યુનિવર્સીટી સેન્ટર ઓફ સસ્ટેનેબલ એમ્પ્લોયમેન્ટ રિપોર્ટ અનુસાર વર્ષ 2018 દરમિયાન બેરોજગારી તેના સૌથી ઉપલા સ્તરે પહોંચી હતી. આ રિપોર્ટ અનુસાર નવેમ્બર 2016 દરમિયાન નરેન્દ્ર મોદી ઘ્વારા કરવામાં આવેલી નોટબંધીને કારણે 50 લાખ લોકોએ નોકરી ગુમાવી હતી.

આ પણ વાંચો: કુમારસ્વામીની ભાજપ નેતાએ ઉડાવી મજાક, '100 વાર ન્હાશે તો પણ ભેંસ જેવા જ દેખાશે'

નોટબંધીએ નોકરી છીનવી

નોટબંધીએ નોકરી છીનવી

છેલ્લા એક દસકામાં બેરોજગારી વિશે વાત કરવામાં આવે તો દેશમાં તે સતત વધી છે. પરંતુ વર્ષ 2016 દરમિયાન તે પોતાના ઉચ્ચ સ્તરે પહોંચી ગઈ. સ્ટેટ બેંક ઓફ વર્કિંગ ઇન્ડિયા 2019 રિપોર્ટ અનુસાર બેરોજગારી 20-24 વર્ષની ઉંમરમાં સૌથી વધારે છે, જે ભારતમાં યુવાઓ માટે ખુબ જ ચિંતાનો સવાલ છે. દરેક ક્ષેત્રમાં બેરોજગારીનો આ હાલ છે. શહેર અને ગ્રામીણ પુરુષો અને મહિલાઓનો સમાન હાલ છે.

મહિલાઓની બેરોજગારી દર વધારે

મહિલાઓની બેરોજગારી દર વધારે

આ રિપોર્ટ ત્યારે સામે આવી છે જયારે લોકસભા ચૂંટણી ચાલી રહી છે. તેવી સ્થિતિમાં તે ચૂંટણી મુદ્દો બની શકે છે. વિપક્ષ આ રિપોર્ટને આધારે કેન્દ્રં સરકાર હુમલા કરી શકે છે. ચૂંટણી પહેલા બધા જ મુદ્દાઓની વાત કરવામાં આવે તો બેરોજગારી સૌથી મોટો મુદ્દો બની શકે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પુરુષો કરતા મહિલાઓ વધારે પ્રભાવિત થઇ છે. મોટી સમસ્યા છે કે મહિલાઓમાં બેરોજગારી દર વધારે છે.

45 વર્ષમાં સૌથી વધારે બેરોજગારી દર

45 વર્ષમાં સૌથી વધારે બેરોજગારી દર

જયારે નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન અનુસાર દેશમાં બેરોજગારી ઘણી વધારે છે. એનએસએસ લીક રિપોર્ટ અનુસાર બેરોજગારી 45 વર્ષમાં સૌથી વધારે છે, જે વર્ષ 2017-18 દરમિયાન 6.1 પર પહોંચી ચુકી છે. આ આંકડાઓને આપીને વિપક્ષ સતત કેન્દ્રં સરકાર પર પ્રહાર કરી રહ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ પીએમ મોદી પર સતત પ્રહાર કરતા કહી રહ્યા છે કે મોદી સરકારમાં યુવાઓને નોકરીઓ નથી મળી રહી.

ભણતર છતાં બેરોજગારી

ભણતર છતાં બેરોજગારી

યુનિવર્સીટી રિસર્ચ રિપોર્ટ અનુસાર 1999-2011 સુધી બેરોજગારી દર 2-3 ટકા જેટલો રહ્યો પરંતુ વર્ષ 2015 પછી તે સતત વધતો રહ્યો અને 5 ટકા સુધી પહોંચી ગયો. વર્ષ 2018 દરમિયાન બેરોજગારી દર 6 ટકા સુધી પહોંચી ગયો.

English summary
50 lakh people have lost their job after demonetisation says report.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X