પંજાબના 50 શિક્ષકો IIM અમદાવાદ ટ્રેનિગ માટે રવાના, મંત્રીએ લીલી ઝંડી આપીને રવાના કર્યા
પંજાબની આમ આદમી પાર્ટીની સરકાર રાજ્યમાં શિક્ષણમાં સતત મોટા સુધારાઓ પર ધ્યાન આપી રહી છે. આ ક્રમમાં સરકારે શિક્ષકોની ટ્રેનિંગ પર વિશેષ ધ્યાન આપ્યુ છે. હવે પંજાબના 50 શિક્ષકો ટ્રેનિંગ માટે અમદાવાદ રવાના થયા છે.
પંજાબ સરકારે ટ્રેનિંગ માટે આજે બીજી 50 મુખ્ય શિક્ષકોની બેચ રવાના કરી છે. શિક્ષણ મંત્રી હરજોત બેન્સના નેતૃત્વમાં આ બેચ IIM અમદાવાદ ટ્રેનિંગ લેશે. જવા રવાના થયા. જણાવી દઈએ કે મંત્રી હરજોત સિંહ બેન્સે પોતે લીલી ઝંડી આપીને મુખ્ય શિક્ષકોને રવાના કર્યા છે. મુખ્ય શિક્ષકોને વિશેષ તાલીમ માટે મોકલવામાં આવ્યા છે.

અહીં હરજોત સિંહ બેન્સે કહ્યું કે, મુખ્યમંત્રી ભગવંત માનના નેતૃત્વમાં શિક્ષણ ક્રાંતિ થઈ રહી છે. જણાવી દઈએ કે, મુખ્ય શિક્ષકોની બીજી બેચ 28 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર સુધી અમદાવાદમાં ટ્રેનિંગ લેશે. આ બેચને મોહાલીના સેક્ટર-26 સ્થિત મહાત્મા ગાંધી ઈન્સ્ટિટ્યૂટમાંથી ફ્લેગ ઓફ કરવામાં આવી છે.
શિક્ષણ મંત્રી હરજોત સિંહ બેન્સે આગળ જણાવ્યુ કે, મુખ્ય શિક્ષકોને દેશ-વિદેશમાં આધુનિક તાલીમ આપવામાં આવે છે, જેથી તે કંઈક વિશેષ શીખી શકે. સરકાર દ્વારા શાળાઓમાં શિક્ષણ સુધારવા માટે આ પગલું લેવામાં આવ્યું છે.
તેમણે કહ્યું કે અગાઉ શિક્ષકોને બ્લોક અને જિલ્લા સ્તરે તાલીમ આપવામાં આવી હતી. આ દરમિયાન શિક્ષકોને કંઈ ખાસ શીખવા મળ્યું નહીં. તેમણે કહ્યું કે, સરકારી શાળાઓમાં સવારની સભા સમયે તમામ બાળકોને દેશની એકતા અને માનવતા વિશે 10 મિનિટ ભજન ગવડાવવામાં આવે છે. જેથી બાળકો દેશ, દરેક ધર્મ અને જાતિનું સન્માન કરતા શીખે.
હરજોત સિંહ બેન્સે દાવો કર્યો કે, સરકારી શાળાઓમાં અગાઉના વર્ષોની સરખામણીમાં આ વખતે સારું પરિણામ આવ્યું છે. તેમણે કહ્યું કે, પ્રિ-પ્રાઈમરીમાં 17 ટકા એડમિશન વધ્યા છે. પંજાબના સૌથી પછાત વિસ્તાર તરીકે ઓળખાતા તરન તારણમાં પણ ધોરણ 1માં પ્રવેશમાં 25 ટકાનો વધારો જોવા મળ્યો છે.
તેમણે કહ્યું કે, આગામી સમયમાં વધુ બેચને તાલીમ માટે મોકલવામાં આવશે, જેથી પંજાબના શિક્ષકો શ્રેષ્ઠ અનુભવ લે. અત્યારસુધીમાં 138 આચાર્યોએ સિંગાપોરમાં તાલીમ લીધી છે. IIM અમદાવાદ દેશની નંબર વન સંસ્થા છે. શિક્ષણ મંત્રીએ કહ્યું કે, જ્યારે તમામ શિક્ષકોની તાલીમ પૂરી થશે ત્યારે એક સંયુક્ત સત્ર બોલાવવામાં આવશે, જેમાં શાળાઓમાં થઈ રહેલા સુધારા અંગે ચર્ચા કરવામાં આવશે.
-
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
World Water Day 2026: ઉનાળાના પ્રારંભે ગુજરાતના જળાશયોમાં કેટલું પાણી? જાણો 207 ડેમની લેટેસ્ટ સ્થિતિ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
Dhurandhar 2 BO Collection Day 3: ત્રીજા દિવસે રણવીર સિંહની 'ધુરંધર 2'એ મચાવી ધમાલ, કમાણીએ તોડ્યા રેકોર્ડ -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ








Click it and Unblock the Notifications
