કોંગ્રેસના 51 સાંસદોની સામૂહિક અપીલથી પણ ન માન્યા રાહુલ, રાજીનામા પર અડગ
બુધવારે કોંગ્રેસના સાંસદોની એક બેઠક થઈ હતી. આ બેઠકમાં પાર્ટીના બધા 51 સાંસદોએ રાહુલ ગાંધીને રાજીનામુ ના આપવા માટે મનાવ્યા છે.
લોકસભા ચૂંટણીમાં પાર્ટીની કારમી હાર બાદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પોતાના પદ પરથી રાજીનામાની રજૂઆત કરી ચૂક્યા છે. ત્યારબાદ પાર્ટીના નેતાઓએ તેમને રાજીનામુ ના આપવા માટે કહ્યુ હતુ પરંતુ રાહુલ ગાંધી પોતાના નિર્ણય પર અડગ છે. આ દરમિયાન બુધવારે કોંગ્રેસના સાંસદોની એક બેઠક થઈ હતી. આ બેઠકમાં પાર્ટીના બધા 51 સાંસદોએ રાહુલ ગાંધીને રાજીનામુ ના આપવા માટે મનાવ્યા છે. સમાચારો આવી રહ્યા છે કે રાહુલ ગાંધીએ સાંસદોની અપીલને ઠુકરાવી દીધી છે.

સૂત્રોએ કહ્યુ કે કોંગ્રેસના લોકસભા સાંસદોએ બુધવારે રાહુલ ગાંધીને પાર્ટીના પ્રમુખ તરીકે ચાલુ રહેવા માટે આગ્રહ કર્યો છે. સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં થયેલી બેઠકમાં સાંસદોએ નિવેદન કર્યુ કે પાર્ટીને રાહુલની જરૂર છે. સાંસદોએ કહ્યુ કે કોંગ્રેસનું નેતૃત્વ કરનાર બીજુ કોઈ નથી. જો કે રાહુલ ગાંધી પોતાના નિર્ણય પર દ્રઢ હતા અને તેમણે કહ્યુ કે તે પદ પરથી હટી જશે. તેમણે એ પણ સ્પષ્ટ શબ્દોમાં કહ્યુ છે કે આગામી પાર્ટી અધ્યક્ષ બિન ગાંધી પરિવારમાંથી ચૂંટવામાં આવશે.
સૂત્રો અનુસાર કોંગ્રેસ નેતાઓ શશિ થરુર અને મનીષ તિવારીએ રાહુલ ગાંધીને કહ્યુ કે પાર્ટી હાલમાં જ થયેલી સામાન્ય ચૂંટણીને મળેલી હારની જવાબદારી સામૂહિક રીતે લે છે. તેમણે કહ્યુ કે આના માટે પાર્ટી પ્રમુખને દોષી ન ગણી શકાય. રાહુલે કહ્યુ કે તે હારની નૈતિક જવાબદારી લઈને પદ છોડવા ઈચ્છે છે. યુવા કોંગ્રેસના સભ્યો અને પાર્ટીના કાર્યકર્તાઓએ રાહુલના આવાસની બહાર પ્રદર્શન કર્યુ અને તેમને પાર્ટીના પ્રમુખ પદે રહેવાનો આગ્રહ કર્યો.
પાર્ટીના પોસ્ટર અને બેનર માટે કાર્યકર્તાઓએ કહ્યુ કે રાહુલ ગાંધી દેશને તમારી જરૂર છે. સૂત્રોએ આ સપ્તાહની શરૂઆતમાં કહ્યુ હતુ કે રાહુલને 4000 થી 5000 કાર્યકર્તા રાજીનામુ પાછુ લેવાની અપીલ કરશે. તમને જણાવી દઈએ કે લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના ખરાબ પ્રદર્શન બાદ રાહુલ ગાંધીએ 25 મેના રોજ પાર્ટી અધ્યક્ષ પદેથી રાજીનામુ આપવાની રજૂઆત કરી હતી.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
