For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહારાષ્ટ્રઃ જાલોનમાં જાલિચા દેવ મંદિરમાં 55 લોકો મળ્યા કોરોના પૉઝિટીવ, બંધ કરવામાં આવ્યુ મંદિર

રવિવારે જલોનાના એક મંદિરમાં આવેલા 55 લોકો કોરોના પૉઝિટીવ મળી આવ્યા છે.

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ મહારાષ્ટ્રમાં એક વાર ફરીથી કોરોનાનો પ્રકોપ વધી ચૂક્યો છે. રોજ અહીં કોરોના પૉઝિટીવની સંખ્યા વધી રહી છે. રવિવારે જાલોનના એક મંદિરમાં આવેલા 55 લોકો કોરોના પૉઝિટીવ મળી આવ્યા છે. ત્યારબાદ આ મંદિરને અસ્થાયી રીતે બંધ કરી દેવામાં આવ્યુ છે. અધિકારીએ કહ્યુ કે મહારાષ્ટ્રના જાલોનામાં જિલ્લા પ્રશાસને અસ્થાયી રીતે એક મંદિરને બંધ કરી દીધુ છે. જયદેવ વાદી નામનુ આ મંદિર જલાભિષેક હિંદુ સંપ્રદાયના અનુયાયીઓનુ એક મહત્વપૂર્ણ કેન્દ્ર છે. મંદિરમાં જિલ્લા અને રાજ્યના વિવિધ ભાગોમાંથી ભક્તો આવે છે જે અહીં રહી પણ શકે છે.

temple

અધિકારીએ કહ્યુ કે મંદિરમાં અને આસપાસ રહેતા આવા પંચાવન લોકોને કોરોના વાયરસનુ પરીક્ષણ કરવામાં આવ્યુ છે જે પૉઝિટિવ જોવા મળ્યા છે. ત્યારબાદ મંદિરને બંધ કરવામાં આવ્યુ. તેમણે કહ્યુ કે મંદિરની ચાર બાજુ બેરીકેડ્ઝ લગાવી દેવામાં આવ્યા છે અને પ્રશાસન તરફથી રસ્તાઓ રોકી દેવામાં આવ્યા છે જેથી શ્રદ્ધાળુઓ ત્યાં ન જઈ શકે. મંદિરની બહાર પોલિસના જવાન તૈનાત કરવામાં આવ્યા છે.

ગ્રામીણો અને મંદિર સમિતિના સભ્યોના સ્ક્રીનિંગ માટે આરોગ્યકર્મીની એક ટીમ ગામમાં તૈનાત કરવામાં આવી છે. અધિકારીએ કહ્યુ કે પ્રશાસને દર વર્ષે મંદિરમાં લાગતા મેળાને આ વખતે રદ કર્યો છે. છેલ્લા અમુક દિવસોમાં જાલોન જિલ્લામાં કોરોના વાયરસા કેસોમાં વધારો જોવા મળ્યો છે. રવિવારે જિલ્લામાં 96 કોરોના સંક્રમણના કેસ નોંધવામાં આવ્યા ત્યારબાદ કોરોના પૉઝિટીવ લોકોની સંખ્યા 14,528 થઈ ગઈ છે જ્યારે અત્યાર સુધી કોરોના સંક્રમણના કારણે 384 લોકોના મોત થઈ ચૂક્યા છે.

ભીડ ભેગી કરી લેવાથી કાયદા નથી બદલાતાઃ કૃષિ મંત્રીભીડ ભેગી કરી લેવાથી કાયદા નથી બદલાતાઃ કૃષિ મંત્રી

English summary
55 people found corona positive in Jalicha Dev temple in Jalaun, Maharashtra, tample closed.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X