ઉત્તરપ્રદેશના 570 ગામડાંઓ પૂરની ઝપેટમાં

flood
લખનઉ, 30 જૂન: ઉત્તર પ્રદેશના મોટાભાગના જિલ્લા રવિવારથી શરૂ થયેલા મૂશળાધાર વરસાદના કારણે રાજ્યના 570 ગામડા પૂરની ઝપેટમાં આવી ગયા છે. આ જાણકારી અધિકારીઓએ આપી હતી. પૂર પ્રભાવિત મોટાભાગના વિસ્તારોમાં 25 થી 30 સેન્ટીમીટર સુધી વરસાદ થયો હોવાનું નોધાયું છે. ભારે વરસાદના કારણે નદીઓ ઉભરાવવા લાગી છે. નદીઓનું જળસ્તર વધી જવાને કારણે કેટલાક ગામડાઓમાં પૂરનું પાણી પ્રવેશી ગયું છે.

ઉત્તર પ્રદેશ હવામાન વિભાગના નિર્દેશક જેપી ગુપ્તાએ જણાવ્યું હતું કે પૂર્વી ઉત્તર પ્રદેશના વાતાવરણમાં દબાણ ઓછું છે, જેના કારણે આગામી સમયમાં વધુ વરસાદ વરસવાની સંભાવના છે.

ઉત્તર પ્રદેશમાં ગત 36 કલાકોમાં મોટાભાગના જિલ્લાઓમાં વરસાદના કારણે કેટલીક નદીઓ ઉભરાવવા લાગી છે, જેના લીધે 10 જિલ્લાઓ પૂરની ચપેટમાં આવી ગયા છે. પૂરના કારણે હજારો લોકો પ્રભાવિત થયા છે. આ દરમિયાન વહિવટીતંત્ર રાહત અને બચાવકાર્યમાં જોડાઇ ગયું છે. કેટલાક સ્થળોએ બચાવ અને રાહત કાર્યોમાં પોલીસ, પીએસી, એનડીઆરએફ તથા એસએસબીની મદદ લેવામાં આવી હતી. પૂર્વી ઉત્તર પ્રદેશમાં શારદા, ઘાઘરા અને રાપ્તી ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે, જેનાથી કેટલાક ગામડાં પ્રભાવિત થયા છે.

પ્રદેશમાં ગત 24 કલાકમાં 30 સ્થળો પર 25 સેમીથી વધુ નોંધાયો છે. શારદા નદી પલિયા કલામાં, ઘાઘરા નદી એલ્ગિન બ્રિજ બારાબંકી, રાપ્તી કકરહી સિદ્ધાર્થનગરમાં ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. પૂરગ્રસ્ત જિલ્લાઓમાં મુજફ્ફર નગર, બિજનૌર, સીતાપુર, બહરાઇચ, અલીગઢ, બારાબંકી, ફૈજાબાદ, શાહજહાંપુર અને ફરૂખાબાદનો સમાવેશ થાય છે. આ 10 જિલ્લાઓમાં કેટલાક ગામડાંઓ પૂરથી ઘેરાયેલા છે અને લોકોને સુરક્ષિત સ્થળોએ પહોંચાડવામાં આવી રહ્યાં છે.

વહિવટી તંત્રના જણાવ્યા અનુસાર જિલ્લાઓ પૂર પ્રભાવિત છે, ત્યાં રાહત અને બચાવ કાર્ય યુદ્ધસ્તરે ચાલી રહ્યું છે. લોકોને ખાધા ખોરાકી અને દવાઓ તથા ધાબળા પણ આપવામાં આવ્યાં છે. પૂર નિયંત્રણ વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે પૂર પ્રભાવિત જિલ્લાઓમાં 100થી વધુ ચોકીઓ સ્થાપવામાં આવી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X