For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

NEET-JEE પરીક્ષાઓ સ્થગિત કરાવવાની માંગ લઈને સુપ્રીમ કોર્ટ પહોચ્યા 6 રાજ્યો

આવતા મહિને યોજાનારી જેઈઈ અને નીટ પરીક્ષાને હાલમાં ટાળી દેવાની માંગ લઈને છ રાજ્યોએ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ આવતા મહિને યોજાનારી જેઈઈ અને નીટ પરીક્ષાને હાલમાં ટાળી દેવાની માંગ લઈને છ રાજ્યોએ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. પશ્ચિમ બંગાળ, ઝારખંડ, રાજસ્થાન, છત્તીસગઢ, પંજાબ અને મહારાષ્ટ્ર તરફથી સુપ્રીમ કોર્ટમાં રિવ્યુ પિટીશન દાખલ કરવામાં આવી છે. આ અરજીમાં સુપ્રીમ કોર્ટથી 17 ઓગસ્ટના તેમના આદેશની સમીક્ષા કરવાની માંગ કરવામાં આવી છે જેમાં કોર્ટે પરીક્ષા કરાવવાને લીલી ઝંડી આપી દીધી છે. અરજીમાં કહેવામાં આવ્યુ છે કે કોરોના મહામારીના કારણે સપ્ટેમ્બરમાં યોજાનાર જેઈઈ અને નીટ પરીક્ષાને સ્થગિત કરી દેવામાં આવે.

મમતા બેનર્જીએ વિપક્ષી દળોને કરી હતી સુપ્રીમ કોર્ટમાં જવાની અપીલ

મમતા બેનર્જીએ વિપક્ષી દળોને કરી હતી સુપ્રીમ કોર્ટમાં જવાની અપીલ

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ બુધવારે સાત રાજ્યોના મુખ્યમંત્રીઓની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ નીટ અને જેઈઈ પરીક્ષાનો મુદ્દો ઉઠાવીને કહ્યુ હતુ કે નીટ-જેઈઈની પરીક્ષા યોજવી હાલ સુરક્ષિત નથી. જો કેન્દ્ર સરકાર આના પર ન સાંભળે તો જેઈઈ અને નીટની પરીક્ષાને સ્થગિત કરાવવા માટે આપણે(રાજ્ય સરકાર)સંયુક્ત રીતે સુપ્રીમ કોર્ટમં અપીલ કરવી જોઈએ. તેમણે કહ્યુ હતુ કે મે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ઘણા પત્રો લખ્યા છે અને કહ્યુ છે કે જ્યારે છાત્રો પરેશાન છે તો આવી સ્થિતિમાં કેન્દ્ર સરકાર સુપ્રીમ કોર્ટમાં અપીલ કરીને રિવ્યુની માંગ કરી શકે છે. હું બધી રાજ્ય સરકારોને અપીલ કરુ છુ કે સુપ્રીમ કોર્ટમાં જઈએ અને પરીક્ષા ટાળવાની માંગ કરીએ. જેના બે દિવસ બાદ આજે છ રાજ્યો સુપ્રીમ કોર્ટ પહોંચ્યા છે.

આવતા અઠવાડિયે છે પરીક્ષા

આવતા અઠવાડિયે છે પરીક્ષા

જેઈઈ પરીક્ષા 1 સપ્ટેમ્બરથી 6 સપ્ટેમ્બર 2020 વચ્ચે યોજાવાની છે. વળી, નીટની પરીક્ષા 13 સપ્ટેમ્બર 2020એ યોજાવાનીછે. કોરોના મહામારીના કારણે પરિવહન વ્યવસ્થાઓ પર ઘણા પ્રતિબંધ હોવાના કારણે દેશભરના છાત્ર સંગઠન અને વિપક્ષી દળો પરીક્ષાને હાલમાં ટાળવાની અપીલ કરી રહ્યા છે. કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી અને ઘણા બીજા પક્ષો આના માટે રસ્તા પર ઉતર્યા છે.

પરીક્ષા માટે પૂરી તૈયારીનો દાવો

પરીક્ષા માટે પૂરી તૈયારીનો દાવો

પરીક્ષા આયોજિત કરતી નેશનલ ટેસ્ટીંગ એજન્સી(એનટીએ)એ કહ્યુ છે કે તે આખી પરીક્ષા વધુ સાવચેતી સાથે કરાવવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. એનટીએ જણાવે છે કે કેવી રીતે આ અલગ પ્રકારની પરિસ્થિતિમાં પરીક્ષામાં થાય તેના માટે તેણે બ્લુપ્રિન્ટ તૈયાર કરી લીધી છે. એનટીએ કહ્યુ છે કે માસ્ક, ગ્લવ્ઝ, હેન્ડ સનિટાઈઝર, પરીક્ષા કેન્દ્રોમાં સોશિયલ ડિસ્ટંસીંગ, વધુ સફાઈ કર્મચારીઓની તૈનાતી જેવી તૈયારી કરવામાં આવી છે. આના માટે લગભગ 13 કરોડ રૂપિયા વધુ ખર્ચ થશે.

NEET-JEE માટે 10 લાખ માસ્ક, 6600 લિટર સેનિટાઈઝરની વ્યવસ્થાNEET-JEE માટે 10 લાખ માસ્ક, 6600 લિટર સેનિટાઈઝરની વ્યવસ્થા

English summary
6 States file review petition in the Supreme Court postponement of JEE NEET exam.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X