For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતમાં કોરોનાના નવા સ્ટ્રેનની એન્ટ્રી, UKથી આવેલા 6 લોકો મળ્યા સંક્રમિત

ભારતમાં કોરોના વાયરસના નવા સ્ટ્રેનના કુલ 6 કેસ મળ્યા છે.

|
Google Oneindia Gujarati News

COVID-19: Six UK returnees found positive for new UK variant genome: ભારતમાં કોરોના વાયરસના નવા સ્ટ્રેનના કુલ 6 કેસ મળ્યા છે. મંગળવારે ભારત સરકાર તરફથી આ અંગે માહિતી આપવામાં આવી. યુનાઈટેડ કિંગડમથી પાછા આવેલ 6 લોકોમાં આ નવો સ્ટ્રેન મળ્યો છે. આમાંથી ત્રણ બેંગલુરુ, 2 હૈદરાબાદ અને એક પૂણેની લેબના સેમ્પલમાં નવા સ્ટ્રેન જોવા મળ્યો છે. આરોગ્ય મંત્રાલય તરફથી કહેવામાં આવ્યુ છે કે બધા 6 લોકોને એક અલગ રૂમમાં આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. કોરોના સામે લડી રહેલ ભારત માટે સરકારનો આ રિપોર્ટ નિશ્ચિત રીતે ઘણો ચિંતાજનક છે.

coronavirus

મળતી માહિતી મુજબ ભારતમાં 25 નવેમ્બરથી 23 ડિસેમ્બરની વચ્ચે ભારતમાં 33000 લોકો યુકેથી ભારત આવ્યા હતા. આ બધા લોકોની તપાસ થઈ હતી જેમાં 114 લોકો કોરોના સંક્રમિત હતા. જેમના સેમ્પલને ઈન્ડિયાની ટૉપ 10 લેબમાં તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. આ લેબ હતી કોલકત્તા, ભૂવનેશ્વર, NIV પૂણે, CCS પૂણે, CCMB હૈદરાબાદ, CCFD હૈદરાબાદ, InSTEM બેંગલુરુ, NIMHANS Bengaluru, IGIB Delhi, NCDC Delhi.

જેમાંથી 6 લોકોના સેમ્પલમાં કોરોનાનો નવો સ્ટ્રેન મળ્યો છે. આ બધાના સંપર્કમાં આવેલા લોકો વિશે માહિતી મેળવવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે કોરોનાના નવા સ્ટ્રેનની વાત સામે આવતા સરકારે પહેલા જ 31 ડિસેમ્બર સુધી યુકેથી આવતી બધી ફ્લાઈટો પર રોક લગાવી દીધી છે.

કેમ વધુ ખતરનાક છે કોરોનાનો નવો સ્ટ્રેન?

કોરોનાના નવા સ્ટ્રેન વિશે હજુ સ્થિતિ બહુ સ્પષ્ટ નથી પરંતુ જે પણ માહિતી સામે આવી છે તે મુજબ નવા સ્ટ્રેન સામાન્ય સ્ટ્રેનની સરખામણીમાં ત્રણ ગણો વધુ સંક્રમક છે. આ એક સાથે ત્રણસો લોકોને કોરોના સંક્રમિત કરી શકે છે. એવુ અનુમાન છે કે નવો સ્ટ્રેન કોઈ ગંભીર રીતે બિમાર કોરોના દર્દીમાં બન્યો હોઈ શકે છે જેને પ્લાઝમા થેરેપી સાથે સાથે રેમડેસિવર દવા આપવામાં આવી રહી હોય. હાલમાં આના પર શોધ ચાલુ છે.

ભારતનુ જોરદાર કમબેક, 8 વિકેટે જીતી બૉક્સિંગ ડે ટેસ્ટભારતનુ જોરદાર કમબેક, 8 વિકેટે જીતી બૉક્સિંગ ડે ટેસ્ટ

English summary
6 UK returnees found positive for new UK variant genome.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X