For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

64 વર્ષનું થયું ભારતીય ગણતંત્ર, રાષ્ટ્રપતિએ ફરકાવ્યો ઝંડો

By Super
|
Google Oneindia Gujarati News

india
નવી દિલ્હી, 26 જાન્યુઆરીઃ 64માં ગણતંત્ર દિવસે રાજધાની દિલ્હીના રાજપથ પર મુખ્ય સમારોહનું આયોજન સવારે નવ વાગ્યે શરૂ થયું. આ તકે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ શનિવારે સવારે 10 વાગ્યે રાષ્ટ્રીય ઝંડો ફરકાવ્યો અને 21 તોપોની સલામી લીધી હતી. ત્યાર બાદ રાષ્ટ્રપતિએ અલગ-અલગ પરેડની સલામી પણ લીધી. સમારોહમાં મુખ્ય અતિથિ ભૂટાન નરેશ ઝિગ્મે ખેસર નામગ્યાલ વાંગચૂક છે. આ તકે દેશના અલગ-અલગ રાજ્યોની અલગ-અલગ ઝાંખીઓ રાજપથ પર કાઢવામાં આવી રહી છે. નોંધનીય છે કે વર્ષ 1950માં આજના દિવસે જ દેશમાં સંવિધાન લાગુ કરવામાં આવ્યો હતો અને ભારત ગણરાજ્ય ઘોષિત થયું હતું.

ગણતંત્ર દિવસ સમારોહ માટે દિલ્હીમાં ચારેકોર તમામ સ્થાનો પર સુરક્ષા વધારાયી છે. સમારોહની સુરક્ષાને ધ્યનમાં રાખીને અર્ધસૈનિક બળના જવાન અને એનએસજીના શાર્પશૂટર સહિત અંદાજે 25,000 પોલીસકર્મી તેનાત કરવામાં આવી છે. મોટી ઇમારતો પર બંદૂકઘારીઓ તૈનાત કરવામાં આવ્યા છે, જ્યારે 150થી વધારે સીસીટીવી કેમેરાની મદદથી રાજપથ અને લાલ કિલ્લાના વિસ્તારમાં કડક દેખરેખ રાખવામાં આવી રહી છે.

સચલ દસ્તા, વિમાનભેદી તોપ અને એનએસજીના શાર્પશૂટર્સ ઘણા સ્થાનો પર તેનાત છે, જ્યારે અર્ઘસૈનિક દળ અને દિલ્હી પોલીસના જવાનો ગણતંત્ર દિવસે પરેડને લઇને રાયસીના હિલ્સથી લાલ કિલ્લા વચ્ચે આઠ કિ.મિ સુધીમાં તેનાત છે. રાજપથની ચારેકોર કડક સુરક્ષાવ્યવસ્થા છે.

તોડફોન ગતિવિધિ નિયંત્રણ અને જાસૂસી જાણકારી સમન્વય પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. પરેડના આખા માર્ગમાં વિશેષ સુરક્ષા અને આતંક વિરોધી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

English summary
India celebrates its 64th Republic Day on Saturday. The King of Bhutan, Jigme Khesar Wangchuk, will be the chief guest for the event.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X