For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોના મહામારીનો કહેર યથાવત, દેશમાં છેલ્લા 24 કલાકમાં સામે આવ્યા 68,020 નવા કેસ

એક વાર ફરીથી દેશમાં કોરોનાના દર્દીઓમાં વધારો થયો છે, લેટેસ્ટ આંકડા ડરાવનારા છે.

|
Google Oneindia Gujarati News

બેંગલુરુઃ એક વાર ફરીથી દેશમાં કોરોનાના દર્દીઓમાં વધારો થયો છે, લેટેસ્ટ આંકડા ડરાવનારા છે. સોમવારે આરોગ્ય મંત્રાલય તરફથી જાહેર કરાયેલ આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં દેશમાં 68,020 નવા કોરોના કેસ સામે આવ્યા છે અને મરનારની કુલ સંખ્યા 291 થઈ ગઈ છે. ત્યારબાદ દેશમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 1,20,39,644 થઈ ગઈ છે અને કુલ મોતનો આંકડો 1,61,843 પહોંચી ગયો છે. દેશમાં સક્રિય કેસ 5,21,808 છે જ્યારે 1,13,55,993 લોકો હોસ્પિટલથી ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે.

coronavirus

કોરોનાથી સૌથી વધુ ગ્રસિત મહારાષ્ટ્ર છે જ્યાં ઘણી ચિંતાજનક સ્થિતિ છે. હોલિકા દહન પર રાજ્યમાં કોવિડ-19ના નવા કેસોએ બધા જૂના રેકૉર્ડ તોડી દીધા છે. રવિવારે મહારાષ્ટ્રમાં કોરોનાના 40 હજારથી વધુ નવા કેસ નોંધવામાં આવ્યા જે સાથે જ રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 26,73,461થી વધુ થઈ ગઈ છે. વળી, મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ લૉકડાઉન લગાવવાના સંકેત આપ્યા છે.

મુંબઈમાં અત્યાર સુધીના સૌથી વધુ કેસ

મુંબઈમાં પણ અત્યાર સુધીના સૌથી વધુ કેસ સામે આવ્યા છે. અહીં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ 6923 નવા કેસ મળ્યા છે જ્યારે આઠ લોકોના મોત થયા છે. માત્ર મુંબઈમાં કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 3,98,674 થઈ ગઈ છે. અહીં કુલ 11,649 લોકોના મોત કોરોના વાયરસના કારણે થયા છે.

દિલ્લીમાં 1800થી વધુ કોવિડ-19ના નવા કેસ

વળી, રાજધાની દિલ્લીમાં સ્થિતિ ખરાબ છે. આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલ રિપોર્ટ અનુસાર રવિવારે દિલ્લીમાં 1800થી વધુ કોવિડ-19 નવા કેસ સામે આવ્યા. છેલ્લા ત્રણ મહિનામાં એક દિવસમાં નોંધવામાં આવેલ આ સૌથી વધુ આંકડા છે. વિભાગના જણાવ્યા મુજબ દિલ્લીમાં રવિવારે 1881 નવા કોરોનના વાયરસ દર્દી સામે આવ્યા જે લગભગ સાડા ત્રણ મહિનામાં સૌથી વધુ છે. આજે નવા દર્દીઓની સંખ્યા બાદ દિલ્લીમાં કુલ સંક્રમિતોનો આંકડો 6,75,715 સુધી પહોંચી ગયો છે. દિલ્લીમાં પૉઝિટીવ કેસનો દર વધીને 2.35 ટકા થઈ ગયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાથી વધુ નવ લોકોના મોત થયા છે. દિલ્લીમાં મહામારીથી દમ તોડનારની કુલ સંખ્યા 11,006 થઈ ગઈ છે.

English summary
68,020 new COVID 19 cases, 32,231 discharges, and 291 deaths in the last 24 hours in India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X